ખેડુત ના દીકરા એ ઉધારે રૂપિયા લઈને કરોડો ની કંપની ઉભી કરી અને 100 કરોડ…

ભારત એક કૃષિ પ્રધાન દેશ છે .જ્યાં સેકડો લોકો ખેતી કરતા જોવા મળે છે આમ જોઈએ તો અહી વસતા સેકડો લોકો નો જીવનનો આધાર ખેતી જ ગણાય છે જે અન્નપુર્ણા ગણાય છે જેનાથી તમામ માનવ જીવન આજે જીવિત છે. સેકડો ખેડૂતો દિવસ રાત મહેનત કરીને અનાજ ઉગાવે છે અને તેને  બજારમાં જઈને વહેચે છે. અને પોતાના પરિવારનું ભરણપોષણ કરતા  હોય છે. આમ જ વર્ષો થી આ પ્રથા ચાલી રહી છે.

જ્યાં ખેડુત ના બાળકો આગળ ચાલીને ખેડૂત જ બનતા હોય છે કેમકે તેમની પાસે સારું શિક્ષણ  હોતું નથી કે નવો વ્યવસાય શરુ કરવા માટે પૈસા હોતા નથી .પરંતુ  માણસ જો પોતાના મનમાં  કોઈ બાબતને કરવાનું વિચારે અને જીદ પકડે તો તેણે આગળ વધવામાં સફળતા મળે જ છે .અને તે કામ્યાબીની સીડી ચડતો જોવા  મળે છે ,આવું જ  કર્યું છે બી . રવિ પિલ્લઇ એ .જેની ગણતરી આજે દેશના સૌથી મોટા બીઝનેસમેન માં કરવામાં આવે છે.

પરંતુ બી .રવિ પિલ્લાઇ  ના માટે રેતી થી આસમાન સુધી નું સફર કરવું સહેલું નહોતું .કેમ કે તે એક ખેડૂત પરિવાર થી હતો.બી .રવિ પિલ્લાઇ નો જન્મ ૨ સપ્ટેંબર ૧૯૫૩ માં કેરળના ચવરા નામના ગામમાં થયો હતો.તેમના પિતા એક નાના ખેડૂત હતા .આવામાં  રવિ પિલ્લાઇને માત્ર જરૂરી વસ્તુ જ મળતી હતી . હા પરંતુ તેમના પિતા એ તેના ભણતર ને પણ બહુ જરૂરી માની ને તેને  શિક્ષણ આપવા માટે એક સારા સ્કુલમાં દાખલ કરી આપ્યો હતો.

આવા માં સ્કુલ નું ભણતર પૂરી કરી ને રવિ પિલ્લાઇ નજીકના જ કોલેજ માં ગ્રેજ્યુએટ નું ભણતર મેળવ્યું .જેના પછી તેમણે કોચ્ચી યુનિવર્સીટી માં એડમીશન લઈને બીઝનેસ એડમીનીસ્ટ્રેસન માં પોસ્ટ ગ્રેજુએશન ની ડીગ્રી મેળવી.પોસ્ટ ગ્રેજુએશન ની ડીગ્રી મેળવ્યા પછી રવિ પિલ્લાઇ એ પોતાનો વ્યવસાય શરુ કરવાનો વિચાર કર્યો , પરંતુ રવિ ના પિતા પાસે તેને દેવા પૈસા નહોતા .

એવામાં રવિ પિલ્લાઇ એ ગામના એક વ્યક્તિ પાસે થી ૧ લાખ રૂપિયા ઉધાર લીધા  ,જેનાથી તેમણે ચીટ ફંડ કંપની ના બિઝનેસની શરૂઆત કરી.આમાં રવિ  પિલ્લાઇ એ બીઝનેસ ના કમાયેલા પૈસાથી ૧ લાખ રૂપિયા ઉધાર ચૂકવ્યા ,તેમણે પહેલાથી જ નક્કી કરી લીધું હતું કે તે કન્સ્ટ્રકશન કંપની શરુ કરશે જેના માટે તેમણે બહુ જ પૈસાની જરૂર પડશે આથી તેમણે મળતા નફા માંથી તેઓ થોડોક ભાગ બચાવવા લાગ્યા .

આવામાં ચીટ ફંડ કંપની દ્વારા  થયેલા નફામાંથી તેમણે  એક પોતાની કન્સ્ટ્રકશન કંપની શરુ કરી પરંતુ શરુ કર્યા ના થોડા સમય પછી જ તેમણે બહુ મોટું નુકશાન ભોગવવું પડ્યું હતું. વાસ્તવમાં બી. રવિ પિલ્લાઇ  ને વેલ્લોર હિન્દુસ્તાન ન્યુઝ્પ્રીન્ત ફેક્ટરી તરફથી બિલ્ડીંગ નું કામ મળ્યું હતું.પરંતુ એ બિલ્ડીંગ તૈયાર કરતા મજુરોને સમસ્યા થઇ રહી હતી.આવામાં બી .રવિ પિલ્લાઇ એ શ્રમિકો ને ધ્યાનમાં રાખી ને તે બિલ્ડીંગ  નું કામ બંધ કરી દીધું હતું  .

જેના  કારણે તેમને  બહુ નુકશાન થયું હતું. હા પરંતુ રવિ પિલ્લાઇ એ આ ઘટનાને લઈને હાર નહિ માનતા પોતાના બીઝનેસ ને આગળ વધારવા માટે ભારત છોડીને  સાઉદી  અરબ ચાલ્યા ગયા ,જ્યાં તેમને ફરી કન્સ્ટ્રકશન અને ટ્રેડીંગ નો બીઝનેસ શરુ કર્યો .સાઉદી માં રવિ પિલ્લાઇ નો  બીઝનેસ ચાલવા લાગ્યો જેના પછી તેમણે નસીર  એસ હલ હઝરી નામથી પોતાની કંપની શરુ કરી.

આ રીતે સાઉદી અરબ માં રવિ પિલ્લાઇ નો બીઝનેસ ખુબ તરક્કી કરવા લાગ્યો તેથી તેમણે વર્ષે લાખો રૂપિયાનો ફાયદો થવા લાગ્યો આ રીતે બી . રવિ પિલ્લાઇ  નો બીઝ્નેસ દુબઈ સુધી ફેલાઈ ગયો .જ્યાં પોતાની કન્સ્ટ્રકશન કંપની હાલમાં પણ મોજુદ છે.વર્ષ ૨૦૨૧ માં બી . રવિ પિલ્લાઇ ની કુલ સંપતિ ૨.૫ બિલિયન ડોલર થઇ ગઈ , જેના કારણે તેમનું નામ દુનિયાના ૧૦૦૦ અરબપતિ ના લીસ્ટમાં સામેલ થઇ ગયું છે.

હાલમાં બી .રવિ પિલ્લાઇ ની વિભિન્ન કંપનીઓ ચાલી રહી છે જેમાં ૭૦ હજારથી વધુ કર્મચારી કામ કરે છે .તમે રવિ પિલ્લાઇ ની કામ્યાબીનો અંદાજ આ બાબતથી પણ લગાવી શકો કે તેમની દીકરી ના લગ્નમાં ૪૨ દેશો થી લગભગ ૩૦ હજાર મહેમાનો આવ્યા હતા .ખેડૂતના ઘરમાં જન્મ લેનાર બી . રવિ પિલ્લાઇ ને કેરલ નો સૌથી અમીર વ્યક્તિ ગણવામાં આવે છે.

તેમણે પોતાની મહેનત અને આત્મવિશ્ચાસ ના કારણે કામયાબી હાસલ કરી છે.બી . રવિ  પિલ્લાઇ એ પોતાના જીવનમાં જે કામયાબી હાસલ કરી છે તેના માટે તેમણે ઘણા વર્ષો સુધી સંઘર્ષ કર્યો હતો .એવામાં જયારે એક ખેડૂતનો દીકરો દુનિયાનો સૌથી અમીર બીઝ્નેસમેન ગણાય તો તેની તરક્કી ની ચર્ચા તો થવાની જ આ જ કારણે હવે  રવિ પિલ્લાઇ એ એરબસ એચ ૧૪૫ હેલીકોપ્ટર ખરીદ્યું, તો દરેક હેરાન થઇ ગયા .

વાસ્તવમાં એરબસ એચ ૧૪૫ અત્યાર સુધીનું સૌથી આધુનિક હેલોકોપ્તર માનવામાં આવે છે.જેની કીમત ૧૦૦ કરોડ રૂપિયા છે .એવામાં બી .રવિ પિલ્લાઇ આ હેલીકોપ્ટર ને ખરીદીને ખુશ થઈ ગયા હતા .જે માત્ર એક એવા ભારતીય છે કે જે આ આધુનિક હેલીકોપ્ટર ધરાવે છે.આ હેલીકોપ્ટર માં ૧ પાયલોટ ની સાથે ૭ વ્યક્તિ યાત્રા કરી સકે છે,જે સમુદ્ર ના તળિયથી ૨૦ હાજર ફૂટ ઉચાઇ પર લેન્ડીંગ અને ટેકઓફ કરવાની શમતા ધરાવે છે આવા આધુનિક હેલીકોપ્ટર ખરીદીને હાલમાં બી . રવિ પિલ્લાઇ ખુબ ચર્ચામાં જોવા મળ્યા છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *