ખેડુત પરિવારના દીકરા એ આવી રીતે બનાવી કરોડો રુપીઆની કંપની અને ભારત ના પ્રથમ વ્યક્તિ જેની પાસે 100 કરોડ નુ હેલિકોપ્ટર..જાણો કોણ છે આ બીઝનેસમેન

જેમ તમે જાણોજ છો કે જીવનમાં કંઈક નવું કરવા માટે ખુબજ મહેનત અને પરિશ્રમ આપવો પડતો હોઈ છે તયારે વ્યક્તિને સફળતાનો સ્વાદ ચાખવા મળતો હોઈ છે. તેવીજરીતે આજે તમને એક તેવાજ સફળ વ્યક્તિ વિષે જણાવીશું જે વ્યક્તિની મહેનતને તેના નસીબનો સાથ મળે છે, ત્યારે તે સફળતાના તે સ્તરે પહોંચે છે જ્યાંથી આખી દુનિયા નાની લાગે છે. આરપી ગ્રુપ ઓફ કંપનીઝના ચેરમેન બી. રવિ પિલ્લઈની વાર્તા પણ આવી જ છે.

રવિ પિલ્લઈનો જન્મ 2 સપ્ટેમ્બર 1953ના રોજ કેરળના ચાવરા ગામમાં થયો હતો. પિલ્લઈનો પરિવાર ખેતી કરીને પોતાનું ભરણપોષણ કરતો હતો. નાના ગામડાના ખેડૂત પરિવારમાં જન્મ્યા હોવા છતાં રવિ પિલ્લઈએ શિક્ષણને ખૂબ મહત્વ આપ્યું. તેમણે સ્થાનિક કોલેજમાંથી સ્નાતક થયા બાદ કોચી યુનિવર્સિટીમાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં પોસ્ટ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું. તમને તેના વિષે જણાવીએ તો હાલમાં રવિ પિલ્લઈએ હાલમાં જ એક રેકોર્ડ બનાવ્યો છે જે તમને જણાવીએ તો હાલમાં પિલ્લઈ એરબસ H145 હેલિકોપ્ટરના પ્રથમ ભારતીય માલિક બન્યા છે. 68 વર્ષના અબજોપતિ રવિ પિલ્લઈએ આ હેલિકોપ્ટર 100 કરોડ રૂપિયામાં ખરીદ્યું છે. પિલ્લઈ જે અત્યાધુનિક હેલિકોપ્ટરને લઈને હાલમાં ચર્ચામાં છે તેમાં નવીનતમ સુવિધાઓ છે.

આ હેલીકોપ્ટર કુલ ૭ મુસાફરોની ક્ષમતા ધરાવે છે આ હેલિકોપ્ટર દરિયાની સપાટીથી 20,000 ફૂટની ઊંચાઈથી લેન્ડિંગ અને ટેકઓફ કરવામાં પણ સક્ષમ છે. આજે ભલે રવિ પિલ્લઈ 100 કરોડનું હેલિકોપ્ટર ખરીદવાને લઈને ચર્ચામાં છે, પરંતુ તેમને આ સંપત્તિ થાળીમાં પીરસવામાં આવી નથી. આ સફળતા પાછળ તેની મહેનત અને સમર્પણ સૌથી મોટું પરિબળ છે.

આમ ખેડૂત પરિવારમાં જન્મેલા રવિ પિલ્લઈની વિવિધ કંપનીઓમાં આજે લગભગ 70,000 કર્મચારીઓ કામ કરે છે. આ સાથે, તે હવે 2.5 અબજ ડોલરના માલિક છે. તેમની સંપત્તિનો અંદાજ તમે એ વાત પરથી લગાવી શકો છો કે તેમની દીકરીના લગ્ન સમારોહમાં 42 દેશોમાંથી લગભગ 30,000 મહેમાનો આવ્યા હતા. ફોર્બ્સ મેગેઝિને રવિ પિલ્લઈને વિશ્વના 1000 અબજપતિઓની યાદીમાં સામેલ કર્યા છે. આ સાથે તેમને કેરળના સૌથી અમીર વ્યક્તિ માનવામાં આવે છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *