ગુજરાતના ખેડુતના દીકરા એ વાડી મા બેઠા બેઠા ભારત ભર મા પોતાનુ નામ બનાવ્યુ ! લાખો મા યુટ્યુબ ફોલોઅર્સ અને રસોઇ શો મા પણ આવતા નિકુંજ વસોયા કોણ છે જાણો
મિત્રો આ દુનિયામાં કોઈ પણ કામ નાનું નથી હોતું બસ તેને કરવાની આવડત અને ધગશ હોવી જોઈએ. જો વ્યક્તિ તેનું જેતે ધ્યેય કે સિદ્ધિ હાંસિલ કરવા માટે ખુબજ મહેનત અને સંઘર્ષ કરવો પડતો હોઈ છે. જેથી તેને એકના એક દિવસ સફળતાનો સવાસદ જરૂર ચાખવા મળતો હોઈ છે. તેમજ વ્યક્તિ તેના જે તે કામમાં ખુબજ નામના પણ મેળવતો હોઈ છે તેવોજ મામલો હાલ તમારી પાસે લઈને આવ્યા છીએ જેમાં ગુજરાતના આ વ્યક્તિને રોસોઇ બનાવવાનો ખુબજ શોખ અને તેના આ શોખે તેને ખુબજ ફેમસ બનાવી દીધો. આવો તમને વિગતે તેના વિષે જણાવીએ.
મિત્રો તમને જણાવીએ તો રસોઈનો શોખ ફક્ત મહિલાઓને જ નહિ પરંતુ પરુષોને પણ હોઈ છે તેવુંજ એક ઉદાહરણ સામે આવ્યું છે. જેમાં ગુજરાતના જામનગર જિલ્લાના નાનકડા ગામ ખીજડિયાના નિકુંજ વસોયા જેમને ખુબજ નાની ઉમરથી રસોઈ બનાવવાનો ખુબજ શોખ. તેમજ તેઓ રસોઈમાં હમેશા તેમની મમ્મીની મદદ કરતા. તમને તેના વિષે જણાવીએ તો તે મૂળ ખેડૂત પરિવારનો દીકરો છે તેઓ મુખ્યત્વે કપાસની ખેતી કરતા ગત દિવસોને યાદ કરતાં નિકુંજ જણાવે છે, “તે બહુ સંઘર્ષનો સમય હતો. આખા દિવસની મહેનત બાદ પણ આઠ સભ્યોના પરિવાર માટે ગરમ રસોઇ જોઇએ.”
ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં નિકુંજ જણાવે છે કે, “ગરીબ પરિવારમાં મોટા થયા, બધી જ સ્થિતિ જોતાં મને એ તો સમજાઈ જ ગયું હતું કે, ગરીબ હોય કે અમીર, એક વસ્તુ બધાંને ખુશ કરી શકે છે અને તે છે સારું ભોજન.” આમ તેમનો રસોઇનો શોખ બહુ જલદી જુસ્સામાં બદલાઇ ગયો. નિકુંજ 15 વર્ષના થયા ત્યાં તો, પરિવાર માટે ભોજન બનાવવાનું શરૂ કરી દીધું. તેમને પ્રિયજનો માટે ભોજન બનાવવામાં બહુ ખુશી મળતી, સૌથી વધારે ખુશ ત્યારે થતા જ્યારે, તેમના ભોજનનાં લોકો વખાણ કરતા.
તેમજ જણાવીએ તો નીકુલ વસોયાએ તેમના શોખને ધ્યાને લઈને Street Food & Travel TV યૂટ્યૂબ ચેનલની શરૂઆત કરી, જેના અત્યારે લગભગ 3.4 લાખ સબ્સક્રાઇબર્સ છે અને દુનિયાભરમાં લાખો લોકો તેમનાં આ ખાવાના વિડીઓ જોઈ તેમના ચાહકો બની ગયા છે. નિકુંજ જણાવે છે કે, બાળપણથી જ તેમને રસોઇ શો ચલાવવાનો સપનું હતું. પરંતુ ક્યાં, ક્યારે અને કેવી રીતે કરવું તેની ખબર નહોંતી. વધુમાં જણાવે છે કે, “એક દિવસ વિચાર આવ્યો કે, એક યૂટ્યૂબ ચેનલ શરૂ કરીએ અને પછી 2013 માં જ્યારે હું કંપની સેક્રેટરીશિપ કોર્સના અંતિમ વર્ષમાં હતો, ત્યારે જ આખુ જીવન રસોઇ કળા પાછળ સમર્પિત કરવાનું નક્કી કર્યું.”
તેમજ આ અંગે નિકુંજ જણાવે છે, “મેં બહુ મોટાં સપનાં તો નહોંતાં જોયાં અને અહીં સુધી પહોંચવામાં મને લગભગ દોઢ વર્ષ થઈ ગયાં. શરૂઆત બહુ નાનાથી કરી હતી, પરંતુ હિંમત રાખી અને કામ કરવાનું ચાલું જ રાખ્યું.” પોતાની ખુશી વ્યક્ત કરતાં નિકુંજ જણાવે છે કે, “લોકોએ મારી કળાનાં વખાણ કર્યાં અને તેને ગમાડી. હું આજે જે મુકામે છું તેનાથી બહુ ખુશ છું. મારા જીવનનું ધ્યેય રસોઇ બનાવી લોકોને ખુશ કરવાનું હતું, અને તેનો અહેસાસ મને ત્યારે થયો જ્યારે દુનિયાભરમાંથી સારી પ્રતિક્રિયાઓ મળવાની શરૂ થઈ.”
તેમજ આ સાથે તેઓ જણાવે છે, “જ્યારે મેં શરૂઆત કરી ત્યારે કોઇ પુરૂષ આ કામ કરતા નહોંતા, જોકે એક ગુજરાતી મહિલા તેની રસોઇ કળાની ચેનલથી પહેલાંથી જ ફેમસ હતી, પરંતુ તે અમેરિકામાં રહેતી હતી.” શરૂઆતમાં નિકુંજને વિડીયોની ટેક્નિક્સ શીખવી પડી અને ચેનલને એકલા હાથે સંભાળવી પડી.તેઓ જણાવે છે, “મારે બહુ જાત મહેનતે કરવું પડ્યું, કારણકે મારા ઘરમાં કોઇ ભણેલું નહોંતું અને તેઓ તકનીક સંબંધીત બાબતો સમજી શકતા નહોંતા. પરંતુ તેઓ હંમેશાં તેમનાથી શક્ય એટલી મદદ કરતા. વિડીયોમાં દેખાય છે એમજ, હું મારી રસોઇને મારી માંને ચાખવા આપું છું અને પૂછું છું કે, કેવું બન્યું છે.”
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો