ઈર્જાગ્રસ્ત દર્દીના રૂપિયા ૫.૨૫ લાખ ની રોકડ પરિવારને પરત કરી વિરમગામની હોસ્પીટલના કર્મચારીઓ એ પૂરી પાડી માનવતાની મિસાઈલ.

આજ કાળ લુંટફાટ અને ચોરીના કિસ્સાઓ ખુબ વધી રહ્યા છે . માણસો પણ કોઈ ભરોસો કરી શકાય  એવું આજે બનતું જોવા મળતું નથી અત્યારે ભાગ્યે જ કોઈ સારું વ્યકિત જોવા મળશે . જે ઈમાનદારીથી જીવન જીવતું હોય આજના સમયમાં વધતી મોંઘવારી ને કારણે આવા લુંટફાટ ના અને ચોરીના કિસ્સાઓ વધી રહ્યા છે . પરંતુ હજુ લોકો માં માનવતા જોવા મળે છે જે આજના કિસ્સામાં સાબિત થઇ જાય છે .

જેમાં અકસ્માતમાં ગંભીર રીતે ઈર્જાગ્રસ્ત દર્દીની પાસે રૂપિયા ૫.૨૫ લાખ રોકડા જોવા મળ્યા હતા પરંતુ હોસ્પીટલના સ્ટાફની માનવતાના કારણે તે પૈસા તે દર્દીના પરિવાર સુધી પહોચાડી દેવામાં આવ્યા હતા . વાત એમ હતી કે અકસ્માતમાં ગંભીર ઈર્જાગ્રસ્ત દર્દીને વિરમગામના મહાત્મા ગાંધી સરકારી દવાખાનામાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા પરંતુ જરૂરી સારવાર આપ્યા બાદ વધારે ઈર્જા થયેલી હોવાથી ઓપરેશન માટે અમદાવાદ ખસેડવાની જરૂર હતી .

એવામાં દર્દી પાસેથી રૂપિયા ૫.૨૫લાખ રોકડ હોસ્પીટલના કર્મચારીને મળ્યા હતા . જેમણે તેમના જીવની જેમ સાચવીને તેના પરિવારના લોકો ને પરત કર્યા હતા . ઘટનાની  વિગત મળ્યા મુજબ , વિઠ્ઠલગઢ પાસે અકસ્માતમાં નારણભાઈ જોશી નામના વ્યક્તિના માથામાં વાગતા ગંભીર રીતે ઈર્જાગ્રસ્ત થયા હતા . દર્દીની પાસે રોકડમાં રૂપિયા ૫. ૨૫ લાખ હતા . એવામાં દર્દીને સારવાર માટે વિરમગામ ની મહાત્મા ગાંધી સરકારી  દવાખાના માં લઇ જવામાં આવ્યા હતા.

જ્યાં તેમની પ્રાથમિક સારવાર કરી વધુ સારવાર માટે અમદાવાદ લઇ જવાની જરૂર હતી. એવામાં ૨૧ મી જુનની મોડી  રાતે હોસ્પીટલની એમ્બ્યુલન્સ માં કર્મચારીઓ દ્વારા નારણભાઈ ને અમદાવાદ લઇ જવામાં આવ્યા હતા . બેભાન અવસ્થામાં જ નારણભાઈ ને અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા કર્મચારીઓ એ કોઈ પણ જાતની લોભ કે લાલચ રાખ્યા  વગર સહીસલામત તે રૂપિયાને સાચવી રાખ્યા હતા અને દર્દીના પરિવારના લોકો આવતા જ તેમણે તેમની રોકડ  રકમ ૫.૨૫ લાખ રૂપિયા પરત કરી દીધા હતા .

અને માનવતાનું ઉતમ ઉદાહરણ પૂરું પડ્યું હતું .દર્દીના સગાઓ પણ  વિરમગામના ઈમાનદાર કર્મચારીઓની ઈમાનદારીથી ખુશ થઇ ગયા હતા અને તેમની આ માનવતાને સેલ્યુટ કરી અભિનંદન પાઠવ્યા હતા .આ વિષે મહાત્મા ગાંધી સરકારી દવાખાનાના મેડીકલ ઓફિસર ડૉ . પ્રણવ મોદી જણાવે છે કે, વિઠ્ઠલગઢ પાસે અકસ્માત થતા તે દર્દીને માથાના ભાગમાં બહુ ગંભીર ઈર્જા  થઇ હતી.

આથી દર્દી નારણભાઈ જોશીને સારવાર માટે વિરમગામ ની મહાત્મા ગાંધી સરકારી દવાખાના માં લાવવામાં આવ્યા હતા ,દર્દીને પ્રાથમિક સારવાર આપ્યા પછી અમદાવાદ લઇ જવાની ફરજ પડી હતી .દર્દી પાસે ૫.૨૫ લાખની રોકડ હતી .અમારા દવાખાનાના કર્મચારીઓ દ્વારા દર્દીને અમદાવાદ ખાતે પહોચાડ્યા અને તેમની રોકડ તેમના પરિવાર ના લોકો ને પરત કરી હતી . અમારી હોસ્પિટલ ના સામાન્ય કર્મચારીઓ ની ઈમાનદારી પર અમને ગર્વ છે .

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *