માતા પિતાઓ ની ઊંઘ ઉડાડી દે તેવો કિસ્સો ! બાળક નુ ચોકલેટ ના લીધે મોત થયું…જાણો વિગતે
મિત્રો વાત કરીએ તો આ દુનિયામાં કોઈપણ વ્યક્તિને મોત ક્યારે અને કેવી રીતે આંબી જતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. ઘણી વખત કોઈ અકસ્માતમાં કે તબીબી સારવારમાં કોઈ ગંભીર બીમારીને કારણે વ્યક્તિનું કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. તેવીજ રીતે હાલ એક મોત નો દુઃખદ મામલો સામે આવી રહ્યો છે. એક માસુમ બાળકના ગળામાં ચોકલેટ ફસાઈ જતા નાના માસુમ બાળકનોં જીવ ગયો છે. આવો તમને આ ઘટના વિગતે જણાવીએ.
તમને જણાવીએ તો આ મોતણી દુઃખદ ઘટના હૈદરાબાદનાં તેલંગણા માંથી સામે આવી રહી છે જ્યાં 8 વર્ષના એક બાળકનું ચૉકલેટ ખાતા સમયે મોત નિપજ્યું છે. મળતી વિગતો અનુસાર, તેના પિતા આ ચૉકલેટ ઓસ્ટ્રેલિયાથી લાવ્યા હતા. આ ઘટનાની ચર્ચા માત્ર તેલંગણામાં જ નહીં આખા દેશમાં છે. આ ઘટના દેશના દરેક પરિવાર માટે એક ચેતવણીરૂપ ઘટના છે
તેથી તમે પણ તમારાં બાળક પર નજર રાખી શકશો. આમ ઉલ્લેખનિય છે કે, 8 વર્ષનો સંદીપ સિંહ ચૉકલેટ ખાઈ રહ્યો હતો. આ દરમિયાન ચૉકલેટનો એક ટુકડો તેના ગળામાં ફસાઈ ગયો અને સંદીપ તડફળીયા મારવા લાગ્યો હતો. ઘણા પ્રયાસો છતાં ચૉકલેટનો ટુકડો ગળાથી નીચે પણ ન ઉતર્યો અને મ્હોમાંથી બહાર પણ ન આવ્યો. પુત્રની ખરાબ હાલત જોઈને પરિવાર ગભરાઈ ગયો હતો.
જે બાદ તરતજ તેને એમજીએમ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરોએ મૃત જાહેર કર્યો હતો. આમ આ ઘટનામાં 8 વર્ષીય બાળકની સાવ નાની એવી ભૂલના લીધે આ માસુમને પોતાનો જીવ ગુમાવાનો વારો આવ્યો હતો. આ ઘટના વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો છે, દરેક વાલીઓએ પોતાના સંતાનો જયારે નાના હોય છે ત્યારે ખાસ ધ્યાન રાખવું જોઈએ.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.