કાળઝાળ ગરમી વચ્ચે દેશ પર આ વાવાઝોડુ ત્રાટકી શકે છે ! જાણો ક્યાં અને ક્યારે…
સમય,નસીબ અને કુદરતી વાતાવરણ ક્યારે બદલાઈ જાય એનું કંઈ જ નક્કી નથી હોતું..હાલમાં આવી જ એક ઘટના જોવા મળી છે જેમાં હાલમાં આ બળબળતા ઉનાળામાં ચોમાસાની ઝલક જોવા મળશે..શુ થઈ રહ્યું છે વાતાવરણમાં .ચાલો જાણીએ..
હાલમાં ચોમાસુ નજીક આવતા હાલમાં બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમની હલચલ જોવા મળી રહી છે.વેધર એનાલિસ્ટના જણાવ્યા અનુસાર મે મહિનામાં જ પ્રિમોન્સુન વરસાદની આવે એવી શક્યતાઓ જણાઈ રહી છે.એક માહિતી અનુસાર કેરળમાં મે મહિનાના અંતમા ચોમાસાની શરૂઆત થઈ જાય છે અને જ્યારે તેના 15 દિવસ બાદ એટલે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસું બેસી જતું હોય છે.જોકે હવામાન નિષ્ણાંતોએ આપેલી માહિતિ અનુસાર હવે 6 મે ના રોજ બંગાળની ખાડીમાં હવાનું દબાણ સર્જાશે. આગામી 8 તારીખની આજુબાજુ આ લો પ્રેશર વાવાઝોડામાં પરિવર્તન પામીને 10 મેં આસપાસ 150 થી 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન સાથે વાવાઝોડું દરિયા કિનારે ટકરાશે.જોકે આ વાવાઝોડું ભયંકર રૂપ ધારણ કરી શકે તેવી સંભાવના છે.
વેધર મોડેલના અંદાજા મુજબ વાવાઝોડાની દિશા પશ્વિમ બાજુની દેખાઈ રહી છે. જો કે આ વાવાઝોડું ગુજરાતથી હજારો કિલોમીટર દૂર હોવાથી તેની અસર ગુજરાત પર પડે તેવા કોઈ એંધાણ દેખાઈ રહ્યા નથી પરંતુ આ વાવાઝોડાની અસર ચોમાસા પર પડે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. જેના કારણે ગુજરાતમાં વહેલુ ચોમાસુ શરૂ થાય તેવી સંભાવના દેખાઈ રહી છે,પરંતુ જો પવનની દિશામાં ફેરફાર થવા પામે તો આગાહીમાં બદલાવ આવી શકે છે અને એવું પણ બને કે વાવાઝોડું ત્યાંને ત્યાં જ સમાઈ જાય…જોકે આ અંગે તમારૂં શુ અનુમાન છે એ અમને જરૂર જણાવશો..