પિતાની વાતને મનમાં રાખી કર્યો એવો સંઘર્ષ કે આજે બની IPS ઓફિસર, શું હશે પિતાની વાત ?… જાણો પુરી કહાની

કહેવાઈ છે કે મહેનત અને સંઘર્ષ કરનાર વ્યક્તિને સફળતાનું ફળ જરૂર ચાખવા મળતું હોઈ છે. તેમજ વ્યક્તિને જીવનમાં એકજસારી સલાહની જરૂર હોઈ છે જો તેના મનને તે લાગી આવે તો પછી તે કોઈ પણ ભૂલ કર્યા વગર તેના ધાર્યા રસ્તા પર ચાલવા લાગે છે અને તેના ધ્યેય ને સિદ્ધ કરી પોતાના માતા- પિતાનું નામ રોશન કરતી હોઈ છે. તેવામાં હાલ હવે તો પરુષોને ટક્કર આપતી મહિલાઓ ઉચી ઉચી પદવીઓ હાંસિલ કરી રહી છે. અને સમાજમાં એક નવી ઓળખ આપી રહી છે. આજે એક તેવીજ મહિલા વિષે તમને વાત કરીશું.

જેમ તમે જાણોજ છો કે UPSC ની પરિક્ષા ખુબજ અઘરી હોઈ છે તેને પાસ કરવી કોઈ સરળ વાત નથી. છતાં પણ લોક દિવસ રાત એક કરીને ખુબજ મહેનત કરી UPSC પરિક્ષા પાસ કરી IAS, IPS બનતા હોઈ છે. આ કહાની ત્રિપુરાના કેડરા ના IPS ઓફિસર લકી ચૌહાણની છે. આં ઓફિસર એ વિદ્યાર્થીની યાદીમાં છે કે જેઓએ નોકરીની સાથે UPSC ની પરિક્ષા પાસ કરી રેન્ક હોલ્ડર બન્યા હતા. લકી ચૌહાણની કહાની લાખો ઉમેદવારો માટે પ્રેરણાદાયી છે.

તેમના જન્મની વાત કરીએ તો ઉત્તર પ્રદેશના બુલંદશહેરનાં ખુર્જા ગામમાં થયો હતો. તેમના પિતા રોહ્તાશ સિંહ પ્રોપર્ટી ડીલર છે. જયારે માતા લતા ચૌહાણ શિક્ષિકા છે. લકી ચૌહાણના પિતા જણાવે છે કે તે અભ્યાસમાં બાળપણથી હોશિયાર હતી. તેણે ૧૨મુ સાયન્સ સાથે કર્યું હતું. આ પછી તેણે ફરીથી અંગ્રેજી સાહિત્ય અને ઇતિહાસના સ્નાતક થયા. તેમજ તેમનું સપનું IPS ઓફિસર બનવાનું હતું. આમ તેણે નોકરીની સાથે UPSC ની તૈયારી કરવાનું પણ શરુ કર્યું.

આમ જ્યારે પણ ઘરના કે બીજા કોઈ લકી ને પૂછતા કે તારે મોટું થઈને શું બનવું છે તો તે તરતજ કહેતી કે મારે IPS ઓફિસર બનવું છે. આમ પિતાએ એક વખત તેને કીધેલું કે તારે પણ એસપી કે ડીએમ બનવાનું છે. પિતાની આ વાત અને તેમના સપનાને સાકાર કરવા માટે લકીએ નોકરીની સાથે UPSCની તૈયારી પણ શરુ કરી દીધી. આમ તને ૨૦૧૨ માં UPSCની પરિક્ષા પાસ કરી ઓલ ઇન્ડિયામાં ૨૪૬ રેન્ક મેળવીને તેનું અને તેના પિતાનું IPS બનવાનું સપનું પૂરું કર્યું.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *