ફી ની દાદાગીરી :- અપૂરતી ફી ભરી હોવાથી પરીક્ષામાં બેસવા ન દેતા વિધાર્થીએ કર્યો આપઘાતનો પ્રયાસ.જાણો આખી ઘટના ..

આજના સમયમાં શિક્ષણ પણ વેચાઈ ગયું હોય એવુ રાજકોટની આ ઘટના પરથી લાગી રહ્યું છે જેમાં સતડા ગામના વિધાર્થીનો એના પિતા સાથેનો એક ઓડિયો લોકોની ચર્ચામાં આવ્યો છે.. ખાનગી શાળા તરફથી થતા ફી ના દબાણ અંગે વિદ્યાર્થીએ પૂરી ફી ન ભરતા તેણે કૂવામાં કુદી જઈને આપઘાત કરવાનું સૂચવ્યું છે..આવી ઘટના સમાજમાં આવવાથી દરેક માતા-પિતાને હવે જાગૃત થવાની જરૂર છે…શુ છે આખી ઘટના ચાલો જાણીએ…

સતડા ગામના વિદ્યાર્થીનો એક ઓડિયો લોકો સમક્ષ આવ્યો છે જેમાં ખાનગી શાળાની ફી સામેની દાદાગીરી સામે આવી છે જેમાં બાળકે પૂરતી ફી ભરી ન હોવાથી વિધાર્થીએ એ ચિંતામાં કંટાળીને આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો હતો… સાતડા ગામના સરદાર શાળાના આચાર્ય એ ફી મામલે વિધાર્થી સાથે દાદાગીરી કરી હતી જેમાં તેણે પ્રથમ ફી ભરવા અંગે જણાવ્યું અને ત્યારબાદ જ તેને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે તેવું કડકાઈપૂર્વકનું સૂચન કરવામાં આવ્યું હતું..

આ બાબતથી વિધાર્થી ચિંતામાં સરી પડ્યો અને કંઈ પણ પ્રકારનો વિચાર કર્યા વિના તે કૂવામાં પડીને પોતાનો જીવ ત્યજી દેવા ચાલી નીકળ્યો…પરંતુ વિધિના જોગ એવા કે તે બાળકે એ પહેલાં પોતાના પિતાને ફોન કરી આ બાબત અંગે જણાવ્યું હતું ત્યારે પિતાએ આવું ન કરવાનું કહીને તેને અકાવ્યો હતો અને તે દોડમદોડ તાત્કાલિક એમના દીકરા પાસે દોડી ગયા હતાં .

પિતાએ આ બાબત અંગે દુઃખ વ્યકત કરતા કહ્યું કે “મેં નિલેશ સરને એવું કહ્યું કે જો તે ચેક સ્વીકારતા નથી તો મને લેખિતમાં લખી આપે અથવા ફી ન ભરી હોય તો પરીક્ષામાં ન બેસવા દેવો એવો સરકાર તરફથી કોઈ પરિપત્ર હોય તો મને આપો,” પણ આ બાબતે એમને જવાબ આપતા કહ્યું કે “જો તમે ફી ભરશો તો જ તમને પરીક્ષામાં બેસવા દઈશું” આ બાબત અંગે વિધાર્થીના પિતા એવું જણાવે છે કે “મારી એવી માંગણી છે કે સ્કૂલ તરફ કાયેદેસરની કાર્યવાહી થવી જોઈએ અને આ બાબતે મેં શિક્ષણ કચેરીમાં પણ આવેદનપત્ર આપ્યું છે…તેમની સામે કડક પગલાં લેવા જોઈએ..”

DEO એ આ બાબત અંગે કહ્યું છે કે “વાલીએ સંતાન દ્વારા સ્કૂલમાં ચેક આપ્યો છતાં સ્ફુલે તે સ્વીકારવાની ના પાડી હતી જે ગેરકાયદેસર બાબત છે…અમે દરેકે સંસ્થાને એવી સૂચના આપી હતી કે ફી ન ભરી હોય તથા અડધી ફી ભરી હોય તો વિદ્યાર્થીને પરિક્ષાથી દૂર રાખી શકાય.. જો આ સમગ્ર મામલામાં સંસ્થા દોષિત નીવડે તો અમે તેની સામે યોગ્ય કાર્યવાહી કરીશું,અને શાળાની માન્યતા શા માટે રદ ન કરવી તે અંગે પણ નોટિસ આપીશું.

આ સમગ્ર ઘટનાનો ઓડિયો વાયરલ થયો જે નીચે મુજબ છે

ઉપરના ઓડિયોમાં આપણે પિતા-પુત્ર વચ્ચેની વાતચીત ને સ્પષ્ટરૂપે સાંભળી શકીએ છઈએ.. આ ઓડિયાના વાયરલ થયાં બાદ શિક્ષણાધિકારી એ તપાસનો આદેશ આપી આ તપાસ એક સપ્તાહમાં પૂર્ણ થવી જોઈએ એવું સૂચવ્યું છે…

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.