મોરબી ઝૂલતા પુલને લઈને તંત્રને ધ્યાનમાં રાખવાની હતી આ બાબતો ! 15 વર્ષનો થયો હતો કરાર… જાણો કઈ કઈ બાબત
જેમ તમે જાણતાજ હશો કે રવિવારે મોટી કરૂણાંતિકા સર્જાઇ છે. મોરબીની શાન સમાન અને ઐતિહાસિક ઝૂલતો પુલ તૂટતા અનેક લોકો મચ્છુ નદીમાં પડ્યા હતા. આ દુર્ઘટનામાં મોતનો આંકડો સતત વધી રહ્યો છે. હાલ 141થી વધુ લોકોના મોત નિપજ્યા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી સાથે વાતચીત કરી તાત્કાલિક બચાવ કામગીરી અંગે તાકીદ કરી હતી. દુર્ઘટનાને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંધવી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ મોરબી પહોચ્યા હતા. પૂલ તૂટ્યો એ સમયે અનેક લોકો પૂલ પર હાજર હતા. આથી મોતનો આંક હજુ વધવાની શક્યતા છે.
આમ વધુ કમાણી કરવા માટે બ્રિજ મેનેજમેન્ટે ટિકિટ વેચતી વખતે બ્રિજની ક્ષમતાને ધ્યાનમાં લીધી ન હતી. એવું માનવામાં આવે છે કે બ્રિજમાં કોઈ ટેકનિકલ સમસ્યા હતી. જો કે પુલ બનાવનાર કંપની મોરબી નગરપાલિકા વચ્ચે થયેલા કરારની કોપી સામે આવી છે. જેમાં ઓરેવા ગ્રુપ અને નગરપાલિકા વચ્ચે 15 વર્ષનો કરાર કરાયો હોવાનું જાણવા મળ્યુ છે. જાણો આ કરાર મુજબ પુલ બનાવવા માટે અને પછી તેની ગુણવત્તાનું ધ્યાન રાખવા માટે શું ધ્યાન રાખવુ તેના માટેના ઉલ્લેખ કરેલો છે. તેમાં ટિકિટનો દર કેટલો રાખવા અને ક્યારે કેટલો વધારવો તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આમ મોરબીના 140 વર્ષ જુના પુલના રિનોવેશન અને જાળવણી માટે અજંતા મેન્યુફેક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડ (ઓરેવા ગ્રુપ) રાજકોટ મોરબી હાઇવે અને મોરબી નગરપાલિકા વચ્ચે કરાર થયા હતા. આજથી 7 મહિના પહેલા એટલે 7 માર્ચ 2022ના રોજ આ બંને વચ્ચે મોરબીના ઝુલતા પુલ માટેના કરાર થયા હતા. આ એગ્રીમેન્ટની સમય મર્યાદા માર્ચ 2022થી માર્ચ 2037 એટલે કે 15 વર્ષની છે. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ઝુલતો પુલ રિપેરિંગ કરીને ચાલુ કરવાનો તમામ ખર્ચ અજંતા મેન્યુફેક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરવાનો રહેશે.
આમ તો આ એગ્રીમેન્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ઓરેવા ગ્રુપ દ્વારા ઝુલતા પુલને યોગ્ય રીતે રિનોવેટ કરીને ખુલ્લો મુકાશે. જેમાં એગ્રીમેન્ટની તારીખથી અંદાજે 8થી 12 માસ જેવો સમય લાગશે. આમ કરારમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કરારના 15 વર્ષના સમયગાળા દરમિયાન ઝુલતા પુલની આવક અને ખર્ચ અજંતા મેન્યુફેક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડે જ ભોગવવાના રહેશે. તેમજ તમામ એડમીનીસ્ટ્રેટીવ કાર્યો જેવા કે સ્ટાફ એપોઇન્ટમેન્ટ, સફાઇ, ટિકિટબૂકિંગ, મેઇન્ટેનન્સ, કલેક્શન, ખર્ચના હિસાબો વગેરે તમામ કામો અજંતા મેન્યુફેક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડે સંભાળશે તેવો કરારમાં ઉલ્લેખ છે. તેમાં એમ પણ જણાવવામાં આવ્યુ છે કે સરકારી, બિનસરકારી, નગરપાલિકા, કોર્પોરેશન કે અન્ય કોઇપણ એજન્સીઓનો હસ્તક્ષેપ રહેશે નહીં.
આમ આ સાથે આ કરારમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કરારના 15 વર્ષ પૂર્ણ થતા ઝુલતો પુલ જે કન્ડીશનમાં હશે તે જ કન્ડીશનમાં નગરપાલિકાને સુપ્રત કરવાના રહેશે અથવા તો એગ્રીમેન્ટ ફરીથી રિન્યુ કરાશે. તો સાથે જ અજંતા મેન્યુફેક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડ આ કરારના 15 વર્ષના સમયગાળા દરમિયાન કંપનીનું બ્રાન્ડિંગ તથા કોમર્શિયલ એક્ટિવીટી કરી શકશે તેવો પણ કરારમાં ઉલ્લેખ છે. આમ તેમજ ત્રણ દિવસ પહેલા ખુલેલા આ પુલ પર સરકારે બાળકો માટે 12 રૂપિયા અને વડીલો માટે 17 રૂપિયાની ટિકિટ લગાવી હતી. વર્ષ 2027-28 પછી ટિકિટનો દર વર્ષે 2 રુપિયા વધારી શકાશે તેવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં મોતનો ભોગ બનેલા આ તમામ લોકોએ પુલ પર ચડતા પહેલા જ પોતાની ડેથ ટિકિટ કાપી લીધી હોવાનું જાણે જાણવા મળ્યુ છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.