શિક્ષિકાએ કર્યું સરાહનીય કાર્ય! 140 વર્ષ જૂની સ્કૂલનાં બાળકોને કઈંક આ રીતે આધુનિક કોલેજ જેવી સુવિધા અપાવી..

મિત્રો વાત જેમ તમે બધાજ જાણોજ છો કે જીવનમાં દરેકની બધાજ લોકોને કંઈકને કંઈક મુશ્કેલીઓ આવી પડતી હોઈ અને તેનો સામનો કરવો પડતો જરૂરી હોઈ છે તોજ આપણે તે મુશ્કેલીને પર કરી શકીએ છીએ. તેમજ ઘણી વખત આપણી મુશ્કેલીને દૂર કરવા ઘણાં લોકો આપણી મદદ માટે આવી જતા હોઈ છે. અને અલગ અલગ મદદ કર્તા હોઈ છે. વાત કરીએ તો હાલ એક તેવીજ મદદ કે દાનની સરાહનીય કામગીરી નો કિસ્સો સામે આવી રહ્યો છે. આવો તમને તે કિસ્સો વિગતે જણાવીએ.

મિત્રો વાત કરીએ તો કામરેજના વાવ ગામમાં 1883ના વર્ષમાં શરૂ થયેલી પ્રાથમિક શાળાને 2 કરોડનું દાન અપાવી કોલેજના આધુનિક ભવન જેવી સુવિધાથી સજ્જ કરવાનું કામ એક આચાર્યા પ્રજ્ઞા પટેલ તથા તેમના સહકર્મચારીઓએ કરી બતાવ્યું છે. શાળાને ઘણા એવોર્ડ મળ્યા, વિદ્યાર્થીઓ પણ તેજસ્વી હોય શિક્ષણનું સ્તર ઊંચુ આવ્યું છે. આમ આ શાળામાં 2012માં HTAT તરીકે ફરજમાં જોડાયેલા આચાર્ય પ્રજ્ઞાબહેન તેમના સહકર્મચારીઓની મદદથી જૂની અને અસુવિધાઓવાળી પ્રા.શાળાને સુવિધાથી સજજ કરવાના સંકલ્પ સાથે આગળ વધ્યા અને ગામમાંથી જ 2 કરોડનું દાન મેળવી આ સફળતા મેળવી. સ્વાતંત્ર્ય પર્વે પ્રભારી મંત્રી કનુ દેસાઈ, કલેકટર આયુષ ઓક અને ડી.ડી.ઓ ડી.એસ.ગઢવીના હસ્તે શ્રેષ્ઠ ગુરુજી સન્માન હેઠળ પ્રજ્ઞાબહેનનું સન્માન કરાયું હતું

તેમજ આ શાળાએ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં લાઇફ સેલ કૃતિ રાષ્ટ્રકક્ષાએ પસંદગી પામી હતી. આ સ્કૂલે ઘણા પ્રોજેક્ટ સાથે સતત 6 વર્ષ સુધી રાજ્યકક્ષાએ સુરત જિલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું છે. આ ઉપરાંત “બેઝિક મોડેલ ફોર મેથ્સ” ઈનોવેશન સહિતના એવોર્ડ પણ પ્રાપ્ત થયા છે.

આમ આ સાથેજ શાળામાઁ 32 સી.સી. ટી.વી.કેમેરા અને ઈન્ટરનેટ, આધુનિક કમ્પ્યુટર લેબ, પુસ્તકાલય, એક્ટિવિટી રૂમ, ઓડિયો વિઝયુઅલ ખંડ, વિજ્ઞાન પ્રયોગશાળા, વિવિધ વિષયો આધારિત વર્ગખંડ, દિવ્યાંગ, અનાથ બાળકોને સહાય માટે દાતા, રમત-ગમત વ્યવસ્થા, તેમજ મધ્યાહન ભોજન તિથિ ભોજન, અને સાંસ્કૃતિક કાર્યક્રમો માટે અલગ વ્યવસ્થા, એક મોટો હોલ સહિત અનેક સુવિધાઓ અહીં ઉભી કરવામાં આવી છે, અને બાળકો તેનો સુચારૂ ઉપયોગ કરે છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *