વિદ્યાનો દાનવીર…શિક્ષકે શાળાના વિકાસ માટે કર્યું 5 પ્લોટનું દાન! જાણો આ અદભૂત વાત…

પુરાણોમાં ગુરુને ઈશ્વરની સમકક્ષ નો દરજ્જો આપવવામાં આવ્યો છે, આથી શિક્ષક જ્ઞાનનો ભંડાર સદાય વહેંચતો રહે છે પરંતુ આજના આ સમયમાં જ્યારે એ જ્ઞાનથકી મળતા નાણાંનો ઉપયોગ એ જ્ઞાન માટે જ થાય તો વિદ્યાની દેવી આપણી સાથોસાથ જ રહે છે..આવો જ એક કિસ્સો મહેસાણા જિલ્લાના હિંમતનગરના ચિત્રોડા ગામમાં જોવા મળ્યો છે…જેમાં એક નિવૃત થયેલા શિક્ષકે પ્રાથમિક શાળાના વિકાસ માટે પાંચ પ્લોટનું દાન કર્યું છે…

આ બાબત વિગતે જાણીએ તો ચિત્રોડાની પ્રાથમિક શાળા માટે તે જ સ્કૂલના નિવૃત શિક્ષક એવા શ્રી રામભાઈ સુતરિયા એ સ્કૂલના વિકાસ અર્થે રૂપિયા 15 લાખના એવાં 5 પ્લોટનું દાન કર્યું છે…જે બાબત શિક્ષણક્ષેત્રે સૌ કોઈએ નોંધ અને ગર્વ લેવા જેવી છે…એમનું કહેવુ છે કે જિલ્લાની 400 જેટલી શાળામાં રમતમાં મેદાનનો અભાવ છે ત્યારે એ લોકોને હું આ મારી નાનકડી એવી ભેટ પ્રદાન કરું છું..વધારામાં એ એમ પણ કહે છે કે આ કાર્ય હું કોઈ નામના મેળવવાના અર્થે નથી કરી રહ્યો પરંતુ જો આ મેદાનમાં આ શાળાના બાળકો ખેલ-કુદ અને રમતોમાં ભાગ લઈ મહેનત કરશે તો એ ભવિષ્યના દેશના ઉત્તમ ખેલાડી બની શકે એમ છે અને જો આવુ થશે તો એમણે કરેલુ દાન સાકાર થયું એમ કહેવાશે…

મળેલ વાતની જાણકારી અનુસાર શાળામાં અભ્યાસ કરતાં બાળકો માટે ઘણી સગવડોની અછત હોય છે.સાબરકાંઠા જિલ્લામાં 1400 થી વધુ પ્રાથમિક શાળાઓ વિસ્તરેલી છે જેમાં 400 થી વધુ શાળાઓમાં કેટલીક અસગવડ સાથે બાળકો ક્રિકેટ કે ફુટબોલ જેવી રમત રમી શકે તેવું કોઈ મોટું મેદાન પણ નથી…આથી આજના મોબાઈલ યુગમાં બાળકો આઉટડોર ગેમ રમવાનું ભૂલ્યા છે આથી તેમાં શારીરિક ગુણોનો પણ વિકાસ થવા પામતો નથી…જે આજના સમાજ અને બાળકો માટે ખૂબ જ ચિંતાજનક બાબત ગણી શકાય છે…

પરંતુ આ અંગે ખૂબ જ ઊંડાણપૂર્વક વિચારીને ઇડર તાલુકાના વતની જે ચિત્રોડા પ્રાથમિક શાળામાં પ્રથમ નંબરમાં ફરજ બજાવતા નિવૃત શિક્ષક રામભાઈ સુતરિયા એ નિવૃતિ પછી આ શાળા માટે લગભગ 15 લાખના પાંચ પ્લોટનું વિના સંકોચે દાન કરી બાળકોના હિત માટે ખૂબ જ અમૂલ્ય કાર્ય કર્યું છે..અને આ તદ્દન નવા જ વિચાર અને ઉત્તમ કાર્યને સૌ લોકો એ વખાણ કરી ગામમાં રહેવાસીઓ એમના આ કાર્યને દિલથી સલામ કરી રહ્યા છે…

આથી જ કહેવાય ને કે શિક્ષક એ આપેલુ દાન એ ઈશ્વરે આપેલ આશીર્વાદ સમાન હોય છે..પછી એ દાન જ્ઞાનનું હોય કે સંપત્તિનું…

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.