ચોરને કર્મ નું ફળ મળ્યું !ચોર મંદિરમાં ચોરી કરવા ગયો ને ત્યાં જ ભગવાને એવી સજા કરી કે ….

ચોરી ની નજર હવે માત્ર ઘરો સુધી જ સીમિત નથી રહી પરંતુ મંદિરો માં પણ હવે  થતી જોવા મળે છે. તમે પણ ઘણી વાર આવી ઘટના વિષે જાણતા  હશે કે એનાથી માહિતગર થયા હસો .પરંતુ આજે અમે જે ખબર  આપવા જઈ રહ્યા છીએ ત્યાં ચોર પોતે જ પોતાની બનાવેલી જાળમાં ફસાઈ ગયો હતો.અને તેણે સબુતીની સાથે પોલીસે પકડ્યો હતો . વાસ્તવ માં આ ઘટના ની જે અમે વાત કરી રહ્યા છીએ તે આંધ્રપ્રદેશ ની છે.

આંધ્રપ્રદેશ ના શ્રીકાકુલમ જીલ્લામાં એક ચોર એ મંદિર માં ચોરી કરવા માટે યોજના બનાવી.પરંતુ આ યોજનામાં એ પોતે જ ફસાઈ ગયો હતો. અને પોલીસે તેને  પકડી લીધો હતો. અસલમાં શ્રીકાકુલમ જીલ્લામાં જદીમુડી ગામમાં  આવેલા એક મંદિરમાં ચોર એ આ ઘટના ને અંજામ આપવાનો હતો પરંતુ પોતાની જ બનાવેલી યોજનામાં આ ચોર પોલીસના હાથે પકડાઈ ગયો હતો. જાણકારી ના અનુસાર આ મંદિર બહુ જ સુમસાન જગ્યા પર આવેલું છે.

એવામાં ચોર એ દીવાલ ને તોડીને અંદર જવાનો રસ્તો બનાવ્યો હતો. ત્યાર બાદ ચોર એ ભગવાનના પહેર્રેલા સોનાના અને ચાંદીના ઘરેણા ચોરી કરી લીધા .પરંતુ તે પોતાના જ બનાવેલા રસ્તા થી બહાર જઈ  શક્યો નહિ .અને વચ્ચે જ ફસાઈ ગયો . ચોરીની આ ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ અને હવે આ ચોર નો વિડીયો પણ બહુ જલ્દી વાયરલ થઇ રહ્યો છે.આ વિડીયોમાં તમે એક અવાજ પણ સંભાળી શકો છો વિડીયોમાં બતાવામાં આવી રહ્યું છે કે,આ ચોરનું નામ પાપા રાવ છે.તે નાની બારી તોડી ને મંદિરમાં દાખલ થયો હતો.

અહી તમે જોઈ શકો છો કે મંદિરના સોના અને ચાંદીના ઘરેણા નીચે જમીન પર પડ્યા છે. પરંતુ આ ચોર  દીવાલમાં બનાવેલા હોલમાં જ ફસાઈ જાય છે. ચોર એ આ દીવાલમાં ફસાઈ ગયા બાદ  બહુ વાર સુધી તેણે પોતાને  બહાર નીકળવાની  કોશિશ કરી પરંતુ ચોર બહાર નીકળી સક્યો નહિ  ત્યાર બાદ તેણે આસપાસના લોકો ને મદદ માટે બોલાવવાનું શરુ કર્યું  એવામાં આસપાસના લોકો ત્યાં આવી ગયા અને પછી ચોર ને રંગે હાથો પકડીને પોલીસ ને સોપી દીધો

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *