અમેરિકામાં પણ લાગશે ભારતીય સંસ્કૃતિનું તિલક
હિન્દૂ ધર્મ માટે જ્યા સુધી યુવાનો જાગૃત છે ત્યાં સુધી ધાર્મિક વારસો સચવાય જ રહેવાનો છે. આપણે આજે વાત કરી રહ્યા છીએ અમેરિકા સ્થિત અને અમેરિકન એરવેઝમાં તૈનાત ગુજરાતી મૂળના દર્શન શાહ વિશે. આ યુવાને અમેરિકન વાયુસેના પાસે એવી મંજૂરી માંગી કે તેમને ઓન ડ્યુટી પણ પોતાના કપાળ પાર તિલક કરવાની મંજૂરી મળી.
૨૦૨૦થી અમેરિકા સેનાની ટ્રેનિંગ લીધા બાદ દર્શને ડ્યુટી કરતી વખતે પણ તિલક કરવાની મંજૂરી માંગી હતી અને તે માટે તે અમેરિકન વાયુસેનાના ગ્લોબલ સ્ટ્રાઈક કમાન્ડ સાથે સંપર્કમાં હતો અને તેને ૨ વર્ષ બાદ આ મંજૂરી મળી હતી. દર્શન શાહ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) સાથે જોડાયેલા છે અને આ સંપ્રદાયમાં U આકારનું તિલક કરવાનું હોય છે
દર્શનના જણાવવા અનુસાર તિલક લગાવવું મારા માટે ખુબ સારું છે કારણકે આ તિલકે મને ઘણીવાર માર્ગદર્શન પૂરું પાડ્યું છે.આ મંજૂરી મેળવવાથી દર્શને અનેક લોકો શુભેચ્છા આપી રહ્યા છે.