જેતપુરમાં વ્યાજખોરોનોં ત્રાસ યથાવત! વ્યાજખોરોના દબાણ નીચે આવી બે યુવકોએ કરી આત્મહત્યા, સ્યુસાઈડ નોટમાં લખી ધ્રુજાવી દેતી હકીકત…
હાલ છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં અને દેશમાં આપઘાતની ઘટનાઓ ખુબજ વધી રહી છે. તેમજ આ આપઘાતમાં મૃત્યુ પામેલ વ્યક્તિનું આપઘાત પાછળનું કારણ ઘણી વખત ખબર પડતી હોઈ છે તો વળી ઘણી વખત આપઘાત કરનાર વ્યક્તિ સાથેજ તે દબાઈ જતી હોઈ છે. હાલ એક તેવોજ આપઘાતનો મામલો સામે આવી રહ્યો છે. જેમાં એક નહિ બે યુવકોના આપઘાતના કિસ્સા સામે આવી રહ્યા છે તેમજ એક યુવકે તો સ્યુસાઈડ નોટમાં આપઘાતનું કારણ પણ જણાવ્યું હતું. આવો તમને પુરી ઘટના વિગતે જણાવીએ.
આપઘાતની આ ધ્રુજાવી દેતી ઘટના જેતપુર માંથી સામે આવી રહી છે જ્યાં એક યુવાને પોતાના ઘરે ગળેફાંસો ખાઇ આપઘાત કરેલ છે જયારે બીજા યુવાને પોતાના ઘરે ઝેરી દવા પીને અંતિમ પગલું ભરી લીધું છે આમ જેના પગલે શહેરભરમાં અરેરાટી પ્રસરી જવા પામી છે. અહીં એ ઉલ્લેખનીય છે કે વ્યાજખોરો સામે પોલીસે ખાસ ઝુંબેશ શરૂ કરી છે જોકે તો પણ ગઇકાલે આજે જેતપુરમાં વ્યાજના વિષચક્રમાં ફસાયેલા બે યુવાનોએ જીવાદોરી ટુંકાવી લીધી છે.
મળતી માહિતી પ્રમાણે તમને જણાવીએ તો જેતપુર શહેરમાં જુના પાંચપીપળા રોડ પર રહેતા હર્ષ રમેશભાઇ મેર (ઉ.વ.23) નામના યુવાને પોતાના ઘરે ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી દેતા, મૃતદેહને પીએમ માટે જેતપુર સીવીલ હોસ્પિટલે લાવતા પરિવારજનોં પર દુઃખના આભ ફાટી પડ્યા હતા. તેમજ આ ઘટનાની પાછળ હર્ષના સ્યુસાઇડ નોટમાં પૈસાની ઉઘરાણી માટે ત્રાસ આપતો હોવાથી આ પગલુ ભર્યાનું જાણવા મળેલ છે.
તો વળી બીજા બનાવમાં શહેરના મોટા ચોક વિસ્તારમાં કામદાર શેરીમાં રહેતા સોની રોનક મનીષભાઇ નામના યુવકે ગઇકાલે પોતાના ઘરે ઝેરી દવા પી આપઘાત કરી લીધો છે. રોનક જીમ ટ્રેનર હતો. વ્યાજના ત્રાસના લીધેલ શહેર છોડી મોરબી ચાલ્યો ગયો હતો. ત્યાં પણ વ્યાજખોરોનો ત્રાસ ફરી વધતા ગઇકાલે આપઘાત કરી લેતા તેના મોબાઇલમાં વ્યાજખોરોના નામ નંબર હકીકતો હોય જેઓ ત્રાસ આપતા હતા આ અંગે પરિવારજનોએ એસપીને ફરિયાદ કરવાના હતા.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.