ખંભાળિયામાં બાઈકને પુરપાટ ઝડપે આવતી કારે ઠોકર માર્યા બાદ વેપારીનું ઘટના સ્થળેજ મૃત્યુ નિપજ્યું ! જયારે કાર ચાલક…

હાલ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અને દેશમાં અકસ્માતો ની સંખ્યા ખુબજ વધી ગઈ છે તેમજ આવી ઘટનાઓમાં લોકોનું મૃત્યુ પણ સર્જાતું હોઈ છે ઘણી વખત આવા ગંભીર અકસ્માતની પાછળ ધ્યાનનો અભાવ તેમજ કોઈ નાની ભૂલ ને કારણે થતા હોઈ છે. તેવા અકસ્માતમાં ક્યાંતો વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતો હોઈ છે ક્યાંતો તો તેનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. હાલ એક તેવોજ અકસ્માતનો બનાવ સામો આવી રહ્યો છે. આવો તમને આ અકસ્માત વિષે વિગતે જણાવીએ.

આ ઘટના ખંભાળીયા-ભાણવડ રોડ પર બની છે. જ્યાં બાઈકને પુરપાટ ઝડપે આવતી કારે ઠોકર માર્યા બાદ ખંભાળીયાના લોહાણા વેપારીનું ઘટના સ્થળેજ મૃત્યુ નિપજ્યું હતું. તેમજ ઠોકર માર્યા બાદ કાર ચાલક યુવક કાર લઇ ત્યાંથી ભાગી છૂટ્યો હતો. તેમજ આજ કાર ચાલકે જામનગરમાં સમર્પણ હોસ્પિટલ પાસે તથા અન્ય બે સ્થળે અકસ્માત સર્જયા ​​​​​​​હોવાના સમાચાર સામે આવી રહયા છે.

આમ વાત કરીએ તો જુની મામલતદાર કચેરી પાસે રહેતા તથા નગરનાકે શિવ પાન નામની જથ્થાબંધ હોલસેલ માલ-સામાનની દુકાન ચલાવતા કીર્તિભાઈ રમણીકલાલ બારાઈ (ઉ.42) તેમનું મોટર સાયકલ જીજે-10-એન-8886 લઈને ભાણવડ પાટીયા ગંગા-જમના હોટલ પાસેથી જતા હતા. ત્યારે જીજે-12-બી-એફ-6341 નંબરની મોટરે તેઓને હડફેટે લેતા ગંભીર ઈજા પહોંચતા તેઓનું મૃત્યુ નિપજયું હતું. અકસ્માત સર્જી કારચાલક પલાયન થઈ ગયો હતો, પણ તેની કારનું નંબરપ્લેટ સાથેનું આગળના ભાગનું બોનેટ ત્યાં પડી ગયું હતું. સ્થાનિકોના કહેવા પ્રમાણે આ કારચાલકે જામનગરમાં સમર્પણ હોસ્પિટલ પાસે તથા અન્ય બે સ્થળે અકસ્માત સર્જયા હતા.

આ બનાવની પ્રાપ્ત માહિતી મુજબ કીર્તિભાઈના ઘેર બધા અગ્યારસ રહ્યા હતા તેથી મિત્ર સાથે ચાર રસ્તા પર અન્નપૂર્ણા હોટલમાં જમવા ગયા હતાં. ત્યાં મિત્ર ન આવતા ઘેર આવીને ફરીથી ગંગા-જમુના હોટલે જમવા માટે ગયા હતા અને ત્યાં આ અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચતા તેમનું મોત નિપજ્યું હતું. મૃતકના ભાઈ જીતેન્દ્ર રમણિકભાઈ બારાઈએ કાર ચાલક સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

તેમજ કાર ચાલકે અગાવ પણ એક કારને ઠોકર મારી ઝઘડો કર્યો હતો​​​​​​​ જેમાં જડેશ્વર રોડ પર આહિર સમાજની વાડી પાસે પણ એક કારને ઠોકર મારી ઝઘડો કર્યો હતો. તે અંગે રામનાથ સોસાયટીમાં રહેતા પાલાભાઈ રણમલભાઈ લગારિયાએ કાર નં.જીજે-12-બીએફ-6341 વાળા સામે અકસ્માત સર્જવા અને તથા તેની પત્નીને ગાળો કાઢી મારી નાખવાની ધમકી આપીને તેમના પત્નીનો વીવો કંપનીનો મોબાઈલ તોડી નાખી નુક્સાન કર્યાની ફરિયાદ પણ કરાઈ છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *