ગાંધીનગરમાં લોકલ ક્રાઇમ બ્રાંચના હેડ કોન્સ્ટેબલનું થયું કરુણ મોત ! મૃત્યુનું કારણ જાણી હ્રદય કંપી ઉઠશે…
આ દુનિયામાં મોત કોને ક્યારે અને કેવી રીતે આંબી જતું હોઈ છે ત કોઈને ખબર હોતી નથી. ઘણી વખત કોઈ હત્યામાં વ્યક્તિનો જીવ ચાલ્યો જતો હોઈ છે તો વળી ઘણીવાર કોઈ અકસ્માતમાં વ્યક્તિનું કમકમાટી ભર્યું મોટ થતું હોઈ છે તેવીજ રીતે હાલ એક મોતનો દુઃખદ મામલો સામે આવી રહ્યો છે. જેમાં લોકલ ક્રાઇમ બ્રાંચના હેડ કોન્સ્ટેબલનું મૃત્યુ થયું છે તેમના મૃત્યુ બાદ પરિવાર પર દુઃખનું આભ ફાટી પડ્યું હતું.
આ મોતનો દુઃખદ કિસ્સો ગાંધીનગર માંથી સામે આવી રહ્યો છે જ્યાં કલોલના પાનસર ગુલમહોર સોસાયટીમાં રહેતાં હેડ કોન્સ્ટેબલ લતીફખાન પઠાણ ગત સવારે અચાનક હ્રદય રોગના હુમલાથી અકાળે અવસાન થતાં જિલ્લા પોલીસ બેડામાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે લતીફખાન પઠાણ બાતમીદારોનું મોટું નેટવર્ક ધરાવતા હતા. વાત કરીએ તો તેઓ વર્ષ 2009માં પોલીસ ખાતામાં જોડાયા હતા. જેમના પરિવારમાં પત્ની કરિશ્માબેન અને 11 વર્ષનો પુત્ર વસીમ અને 7 વર્ષનો પુત્ર આતીફ છે.
તેમજ એકદમ સ્વભાવે ખુબજ શાંત અને દયાળુ એવા લતીફખાન બાતમીદારોનું બહોળું નેટવર્ક ધરાવતા હતા. જેનાં કારણે ગુનાહિત પ્રવૃતિઓનો ભેદ ઉકેલવામાં લતીફખાનનું સારું એવું યોગદાન રહ્યું હતું. તેમના આ દુઃખદ અવસાન બાદ પરિવારમાં તેમજ સમગ્ર ક્રાઈમ બ્રાંચમાં ભારે શોકનો માહોલ જોવા મળ્યો હતો. થયું એવુ કે ગઈકાલે સવારે અગિયાર વાગ્યાના સમયમાં લતીફખાનને હૃદય રોગનો હુમલો આવ્યો હતો.
જે બાદ તેમણે તરતજ સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જો કે ફરજ પરના તબીબે લતીફખાનને મૃત જાહેર કર્યા હતા. આ બનાવની જાણ થતાં તેમના પરિવાર પર આભ તૂટી પડયું હતું. જ્યારે એલસીબીમાં નોંધપાત્ર કામગીરી કરનાર લતીફખાનનાં અવસાનના સમાચાર સાંભળી પીઆઈ દિવાનસિંહ વાળા સહિતના સ્ટાફના લોકો સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો