લગ્ન નો હરખ માતમ મા ફેરવાઈ ગયો ! દીકરા દીકરી ના લગ્ન થાય એ પહેલા જ પિતા ની અર્થી ઉઠી..ભાલિયા પરીવાર સાથે એવી ઘટના ઘટી કે જાણી ને હૈયું કંપી જાય
તમને જણાવીએ તો હાલ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અને દેશમાં અકસ્માતો ની સંખ્યા ખુબજ વધી ગઈ છે તેમજ આવી ઘટનાઓમાં લોકોનું મૃત્યુ પણ સર્જાતું હોઈ છે ઘણી વખત આવા ગંભીર અકસ્માતની પાછળ ધ્યાનનો અભાવ તેમજ કોઈ નાની ભૂલ ને કારણે થતા હોઈ છે. તેવા અકસ્માતમાં ક્યાં તો વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતો હોઈ છે ક્યાંતો તો તેનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. હાલ એક તેવોજ અકસ્માતનો બનાવ સામો આવી રહ્યો છે. આવો તમને આ અકસ્માત વિષે વિગતે જણાવીએ.
અકસ્માતની હચમચાવી દેતી આ ઘટના હાલોલ- વડોદરા માંથી સામે આવી રહી છે જ્યાં આવેલા આસોજ ગામ પાસે રિક્ષાનું આગળનું વ્હિલ નીકળી ગયું ને પલટી ખાઈ ગઈ. રિક્ષામાં સવાર એકનું મોત નીપજ્યું હતું. જોકે અન્ય ત્રણ ગંભીર રીતે ઘવાયા હતા. થયું એવુ હતું કે વાઘોડિયા તાલુકાના સિંહાપુરા ગામનો પરિવાર સાવલી તાલુકાના આદલવાડા ગામે જ્યાં દીકરીના લગ્ન નક્કી કર્યા છે, ત્યાં આદલવાડા વેવાઈના ઘરે હાજરી આપવા ગયા હતા. લગ્નમાં હાજરી આપી પરત ફરી રહ્યાં હતા, ત્યારે આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ તમામને હાલોલની રેફરલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા.
આમ જે બાદ દીકરાનો વરઘોડો નીકળે એ પહેલા જ પિતાના મોતના સમાચાર આવ્યા. અકસ્માતને પગલે સિંહાપુરા ગામમાં લગ્નની ખુશી માતમમાં છવાઈ ગઈ હતી . આ ઘટનામાં પરિવારના મોભી રાજુભાઈનું મોત થયું છે. જેઓના દીકરા તેમની પત્ની, દીકરી અને પોતાના ભાઈના પરિવાર સાથે જ્યાં દીકરીના લગ્ન નક્કી કર્યા છે, ત્યાં આદલવાડા વેવાઈના ઘરે હાજરી આપવા ગયા હતા. અને ત્યાંથી પરત ફરતા અકસ્માત પણ સર્જાયો હતો. તો વળી આહ્યા પરિવારમાં લગ્નને લઈને ખુબજ ખુશી હતી. આમ બે દિવસથી ઘરે લગ્નની ખુબજ તૈયારીઓ ચાલી રહી હતી તેજ આજે સવારે રાજુભાઈની દીકરીના લગ્ન પણ હતા.
આમ દીકરીના લગ્નના આગલા દિવસે અને દીકરાના લગ્નના બે દિવસ આગાઉ જ પિતાનું અકસ્માતમાં મોત નીપજતા સિંહાપુર ગામમાં ખુશી માતમમાં ફેરવાઈ ગઈ હતી. આમ આ અકસ્માત હાલોલ નજીક થતા તરતજ તેઓને ૧૦૮ દ્વારા હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત થતા સમગ્ર પરિવાર પર દુઃખનું આભ ફાટી પડ્યું હતું. એકજ ક્ષણમાં પરિવારના મોભીનું મૃત્યુ થતા નાં દીકરાનો વરઘોડો નીકળ્યો ના થયું દીકરીનું કન્યાદાન.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો