ગુજરાતના આ ગામનું અનોખું મંદિર જ્યાં માતાજી પહેલા થાય છે શ્વાનની પૂજા ! એવુ કેમ ? વર્ષો પહેલા…જાણો રોચક ઈતિહાસ

લોકો ભગવાનની ખુબજ નિષ્ઠા અને શ્રધાથી પૂજા કરતા હોઈ છે. તેમજ તેમના બધાજ દુઃખદર્દ ને લઇ ભગવાન પાસે દુર કરવા પહોચી જતા હોઈ છે. તેમજ તેમની બધી ઈચ્છાઓ ભગવાને કહેતા હોઈ છે. આમ ઘણી વખત લોકો જે માનતા રાખે છે તે પૂરી થતા મંદિરમાં પ્રસાદ, ધજા, ચુંદડી, છત્તર, જેવી વસ્તુઓ પણ ચઢાવતા હોય છે. તેમજ ભગવાનની ખુબજ આસ્થા અને શ્રધા રાખી પૂજા અર્ચના પણ કરતા હોઈ છે પરંતુ શું તમે કોઈ દિવસ સાંભળ્યું છે કે માતાજી પહેલા શ્વાનની પૂજા કરવામાં આવે છે હા આજે તમને ગુજરાતના એક તેવાજ મંદિર વિષે જણાવીશું. ખુબજ રોચક છે ઈતિહાસ આવો તમને વિગતે જણાવીએ.

તમને જણાવીએ તો ગીર સોમનાથના વડનગર ગામે તો કોઈ દેવી-દેવતા નહીં પરંતુ એક શ્વાનનું અનોખું મંદિર આવેલું છે. જ્યાં લોકો શ્વાનની ભગવાન રૂપે પૂજા કરે છે. સાથે જ અહીં આવનારા લોકોની મનોકામના પણ પૂર્ણ થાય છે. આ મંદિર સાથે લોકોની એટલી આસ્થા જોડાયેલી છે કે, દૂર-દૂરથી લોકો અહીં શ્વાનદેવના દર્શન માટે આવે છે. આ સાથે જણાવીએ તો અહીં જાગબાઈ માતાજીનું મંદિર આવેલું છે. એવુ માનવામાં આવે છે કે કોઈપણ વ્યક્તિને શ્વાન કરડ્યો હોય તો માતાજીની માનતા રાખે છે. માતાજીને ખીર, પુરીના નૈવેધ ધરી, ચૂંદડી ચડાવવા પર ક્યારેય હડકવા ઉપડતો નથી.

ખેડૂતોના ઢોર ઢાખર બીમાર હોય અને માતાજીની માનતા રાખે તો સાજા થઈ જાય છે. આખા દિવસ દરમિયાન અહીં 100થી વધુ શ્વાન આવે છે અને આ શ્વાન ક્યારેય કોઈને કરડ્યા નથી. તેમજ આ સાથે આ અનોખા મંદિરે નાના બાળકોની તંદુરસ્તી માટે અહીં માનતા રાખવામાં આવે છે. લોકોમાં અહીં અનોખી આસ્થા જોવા મળે છે. માતાજીને નિવેદ ધરતા પહેલા અહીં શ્વાનની પૂજા થાય છે.

હવે જો તમને આ અનોખા મંદિરના રોચક ઈતિહાસ વિષે જણાવીએ તો, વર્ષો પહેલા માતાજીએ આર્થિક સહાય મેળવવા માટે પોતાના શ્વાનને વેપારી પાસે ગીરવે મૂકીને કેટલીક આર્થિક સહાય પશુઓના ધાસચારા માટે મેળવી હતી. જેના બદલામાં શ્વાનને વેપારી પાસે ગીરવે મૂકવામાં આવ્યો હતો. ત્યારે અચાનક એક દિવસ આર્થિક સહાય કરનાર વેપારીને ત્યાં ખૂબ મોટી ચોરી થાય છે. જે સમયે વેપારીને ત્યાં ચોરી થાય છે તે ચોરીનો સામાન લઈ જનાર લોકો સુધી ગીરવે મુકાયેલો શ્વાન વેપારીને પહોંચાડી આપે છે અને ચોરીમાં ગયેલો સામાન વેપારીને પરત મળે છે. ત્યારે વેપારી શ્વાનના ગળામાં ‘તમામ કરજ માફ’ લખેલી ચિઠ્ઠી લખીને શ્વાનને મુક્ત કરે છે, તેને માતાજી પાસે મોકલી આપે છે.

જોકે બીજી તરફ ચારણ આઈ શેઠને ચુકવવાની રકમ લઈને ડુંગર પરથી નીચે ઉતરતા હતા. ત્યાં સામેથી પોતાના શ્વાનને આવતો જોયો અને માતાજીને ગુસ્સો આવ્યો. શ્વાનને વચનની લાજ ન રાખવાનું કહીને શ્રાપ આપ્યો અને શ્વાને ત્યાં જ પોતાનો દેહત્યાગી દીધો. જોકે, માતાજીએ શેઠે લખેલી ચીઠ્ઠી વાંચી તો તેમને પોતાની ભૂલ સમજાઈ અને તેઓ પણ ત્યાંજ જીવતા ધરતીમાં સમાઈ ગયા. એવું કહેવાય છે કે, ત્યારથી અહીં માતાજીની પૂજા પહેલા શ્વાનની પૂજા થાય છે. આમ આ સાથે સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે, અહીં કોઈપણ વ્યક્તિ મનોકામના માટે માનદેવની માનતા રાખે છે અને તેમની મન્નત અહીંપૂર્ણ પણ થાય છે. અહીં રોજ 100 જેટલા શ્વાન મંદિરની આસપાસ ફરે છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *