અમદાવાદના વસ્ત્રાપુરમાં થયેલ ઘાતકી હત્યાનો વિડીયો આવ્યો સામે! નિંદ્રામાં સુય રહેલા મજુરને 11 પાવડાના ઘા ઝિક્યાં.. કમજોર દિલ વાળા ન જોતા
મિત્રો વાત કરીએ તો હાલ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અને દેશમાં હત્યાના કિસ્સાઓ ખુબજ વધી રહ્યા છે તેવામાં હાલ એક તેવોજ ધ્રુજાવી દેતો કિસ્સો સામે આવી રહ્યો છે જે સમગ્ર ઘટના CCTVમાં કેદ થવા પામી હતી. આ CCTV વિડીઓ હાલ સોશિયલ મીડીઆ ઉપર ખુબજ વાયરલ થઇ રહ્યો છે. તો વળી આ ઘટના બાદ હુમલાનો ભોગ બનેલ યુવકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જે ઘટનાની જાન પરિવારના લોકોને થતા તેમના પર દુઃખનું આભા ફાટી પડ્યું હતું. આવો તમને આ ઘટના અંગે વિગતે માહિતી આપીએ.
તમને જણાવીએ તો હત્યાની હચમચાવી દેતી ઘટના અમદાવાદ માંથી સામે આવી રહી છે જ્યાં લેકમાં મજુરીકામ અને ચોકીદારનું કામ કરતા યુવકનું એક અજાણ્યા વ્યક્તિએ પાવડો મારી-મારીને હત્યા કરી દીધી હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં તમે જોઈ શકો છો કે જેમાં એક અજાણી વ્યક્તિ ખાટલા પર સૂતેલા મજૂરને બાજુમાં પડેલો પાવડો લઈને આડેધડ ઘા મારવા લાગે છે.
મજૂર સૂતો હોવાથી બચવાનો વધારે પ્રયત્ન પણ ના કરી શક્યો. હત્યારાએ ઉપરાછાપરી માથા અને ગળામાં 11 ઘા મારતાં મજૂરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. સીસીટીવીમાં હત્યારો હત્યા કરીને શાંતિથી ચાલતો ચાલતો પાવડો લઈને જતો પણ દેખાઈ રહ્યો હતો. આમ જે બાદ આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસની પૂરી ટીમ તરતજ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહની ઓળખ કરાવી હતી. ત્યારે મૃતદેહ ત્યાં દિવસે મજૂરીકામ કરનાર અને રાતે ચોકીદારી કરનારી વ્યક્તિની હોવાનું સામે આવ્યું હતું.
જેથી હાલ પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે હત્યારા સુધી પહોંચવા માટે તપાસ હાથ ધરી છે. શહેરમાં દિવસેને દિવસે જાહેરમાં હત્યાના બનાવો વધતા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર સવાલો ઉઠી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે,બે દિવસ પહેલા જ કાલુપુરમાં યુવકને દોડાવી દોડાવીને છરા અને તલવારથી હત્યા કરી નાખવામાં આવી હતી. ત્યારે ગુનેગારોમાં હવે પોલીસને ખૌફ ઓછો થતા જોવા મળી રહ્યો છે.
અમદાવાદના વસ્ત્રાપુર લેક પાસે સુતેલા મજૂર પર અજાણ્યો શખ્સ પાવડો લઈ તૂટી પડ્યો, જુઓ LIVE CCTV#AHEMDABAD #VASTRAPUR #LAKE #ATTACK #LIVECCTV @GujaratPolice pic.twitter.com/xfOxbzlOFb
— Watch Gujarat (@WatchGujarat) February 8, 2023
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો