પટેલ યુવાન ના અકસ્માત ના થોડા કલાંક પહેલા નો વિડીઓ આવ્યો સામે ! શુ અકસ્માત માટે કાર ની ઓવર સ્પીડ જવાબદાર?? જુઓ વિડીઓ

તમને જણાવીએ તો હાલ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અને દેશમાં અકસ્માતો ની સંખ્યા ખુબજ વધી ગઈ છે તેમજ આવી ઘટનાઓમાં લોકોનું મૃત્યુ પણ સર્જાતું હોઈ છે ઘણી વખત આવા ગંભીર અકસ્માતની પાછળ ધ્યાનનો અભાવ તેમજ કોઈ નાની ભૂલ ને કારણે થતા હોઈ છે. તેવા અકસ્માતમાં ક્યાં તો વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતો હોઈ છે ક્યાંતો તો તેનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. હાલ એક તેવોજ અકસ્માતનો બનાવ સામો આવી રહ્યો છે. આવો તમને આ અકસ્માત વિષે વિગતે જણાવીએ.

અકસ્માતની આ ધ્રુજાવી દેતી ઘટના ગોંડલ રાજકોટ હાઇવે પાસેથી સામે આવી રહી છે. જ્યા મૂળ કોઠારીયાનો અને રાજકોટ શહેરબના ન્યારી ડેમ પાસે આવેલા ડીરાશ કાફેમાં મેનેજર તરીકે કરતા 22 વર્ષીય હર્ષ ભરતભાઈ ભાલાળા ટાટા હેરિયર કાર લઈને ગોંડલ તરફ આવી રહયા હતા. ત્યારે ભુવાણા ચોકડી પાસે એક ટ્રક સાથે અકસ્માત થતા પરિવારના એકના એક યુવકનું મોત થયું હતું. જોકે આ ઘટનામાં એક યુવતી ગંભીર રીતે ઘાયલ થઇ હતી જેને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામ આવી હતી જ્યા સારવાર દરમિયાન યુવતીનું પણ મોટ નીપજ્યું હતું. આમ જ્યારે આ બનાવની જાણ હર્ષના પરિવારને થતા તેના પરિવાર પર દુઃખનું આભ ફાટી પડ્યું હતું.

આમ તેવીજ રીતે હાલમાંજ મૃતક હર્ષ ભાલાળાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર 170ની સ્પીડ પર કાર ચાલતી હોય તે પ્રકારનો વિડીયો અપલોડ કર્યો છે. જેના પરથી તમને ખ્યાલ તેમજ આ રીતે સ્પષ્ટ થાય છે કે યુવક પોતે ઓવર સ્પીડ ચલાવવાની ટેવ વાળો તેમજ ઓવર સ્પીડ કાર હંકારતી હોય તેમાં બેસવાની ટેવ વાળો હોવાનું જાણવા મળી રહ્યું છે. તો પોતાના મૃત્યુ થાય તેના 12 કલાક પહેલા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર બે જેટલી સ્ટોરી પણ શેર કરી હોવાનું સામે આવ્યું . જોકે તમને સ્પષ્ટ રીત જણાવીએ દઈએ કે વિડીઓમાં જોવા મળી રહેલ કાર ટાટા હેરિયર નથી તે વિડિઓ થોડા સમય પહેલાનો છે.

તો શું હવે અકસ્માત પાછળ ઓવર સ્પીડ કારણ જવાબદાર હશે ? એ તો હવે પોલીસ તપાસને આધારે જ ખબર પડશે. તેમજ આ અકસ્માતમાં મૃત યુવક સાથે જે યુવતી મૃત્યુ પામી તેનું નામ ઉર્વી અરજણભાઈ ભુવા છે. જે મૂળ અમરેલીની વતની હોવાનું સામે આવ્યું છે. છેલ્લા કેટલાય સમયથી યુવતીને તેના માતા-પિતા સાથે કોઈ સંબંધ નહોતો. જાણવા મળતી વિગતો અનુસાર જે બાબતે યુવતીના પરિવારજનો દ્વારા અખબારમાં પણ આપવામાં આવેલું હતું. ત્યારે હાલ યુવતી બસ સ્ટેશન પાછળ આવેલા રામદેવ મોબાઇલ વાળી શેરીમાં રહેતી હોવાનું સામે આવ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Harsh_99 (@harsh_bhalala99)

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *