આ ફુડ ડિલીવરી બોય નો વિડીઓ જોઈ આંખ મા આંસુ આવી જશે ! જીંદગી બધા માટે એક સરખી નથી હોતી…
હાલમાં ઇન્ટરનેટ ની દુનિયામાં અનેકો વીડિયો જોવા મળતાં હોય છે જેમાં ઘણા વીડિયો જોઈ લોકોને બહુ હસવું આવી જાય છે તો ઘણા વીડિયો એવા પણ હોય છે કે જે દિલને સ્પર્શીને આંખને આંસુ આપી જાય છે. તો ઘણા વીડિયો પ્રેરણા પૂરી પાડતા હોય છે.સોશિયલ મીડિયા પર હાલમાં જ એક વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે જે કોઈ દરેક લોકોની આંખોમાં આંસુ આવી જાય છે.આ વીડિયો લોકોને ભાવુક કરી રહ્યો છે.
આપણે ઘણા એવા વીડિયો જોતા હોઈએ છીએ કે જેમાં ડિલિવરી બોય તેની મહેનત અને લગનથી નોકરી કરતા જોવા મળે છે ઘણીવાર તો તેઓ સમય પર ડિલિવરી કરવા માટે જાનને પણ જોખમમાં મુકી દેતા હોય છે.આવું જ કઈક આ વીડિયોમાં પણ જોવા મળી રહ્યું છે.આ વીડિયોમાં જોઇ સકાય છે કે વરસાદ વરસી રહ્યો છે અને ટ્રાફિક જામ થઈ ગયું છે જ્યાં એક સ્વિગી બોય જોવા મળે છે જેની પરીસ્થીતી નો સામનો કઈ રીતે કરે છે તે જોઈ લોકો તેના વખાણ કરી રહ્યા છે.
આ વીડિયોમાં ટ્રાફિક સિગ્નલ પર વાહનો ઊભા જોવા મળી રહ્યા છે.પરંતુ વીડિયોનું મુખ્ય કેન્દ્ર સ્વીગીનો ડિલિવરી બોય જોવા મળે છે.વરસાદ પડી રહ્યો છે છતાં તે વ્યક્તિ રેન્કોટ વિના ગાડી પર જોવા મળ્યો છે.અને ભીનો થઇ રહ્યો છે.આથી જાણ થઈ સકે છે કે આ વ્યક્તિ પોતાના પરિવારને સારું જીવન આપવા માટે દિવસ રાત કે તડકો, વરસાદ જોયા વગર દરેક પરીસ્થીતી નો સામનો કરી નોકરી કરતો જોવા મળે છે આવું જ કઈક દરેક પુરુષ પોતાના જીવનમાં રોજી રોટી મેળવવા માટે કામ કરતા હોય છે.
આ વીડિયો ને અનેક લોકો કમેન્ટ આપી રહ્યા છે તથા આ વીડિયોને ઘણા લોકોએ પસંદ પણ કર્યો છે.એક યુઝર્સ લખ્યું છે કે આંનું જીવન કેટલું મુશ્કેલ છે ત્યાં જ બીજા યુઝર્સ એ લખ્યું છે કે રોટલી મેળવવી ખરેખર બહુ મુશ્કિલ કામ છે.તો ઘણા યુઝર્સ આ ડિલિવરી બોય ને સેલ્યુટ પણ કર્યું છે.તો ઘણા લોકો એ તેને રેંકોટ આપવાની વાત કરી છે.આ વીડિયોને સોશિયલ મીડિયા નાં ઈન્સ્ત્રાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે.આ વીડિયોને એક મિલિયન થી વધુ લોકોએ લાઈક કરયો છે અને આ વીડિયોને જોઈ અનેક પ્રતિક્રિયા પણ આપી રહ્યાં છે.
View this post on Instagram