દક્ષીણ ગુજરાતમાં આવેલુ NRIઓના ગામ તરીકે ઓળખાતું ‘એના’ ગામ જેની ચોકસાઈ અને વ્યવસ્થા જોય તમે પણ પ્રસન્ન થશો…દક્ષીણ ગુજરાત નું પેરીસ છે આ ગામ.
દરેક વ્યક્તિ ની ઈચ્છા તો હોઈ જ છે કે તે વિદેશ જય ને સારા એવી નોકરી કરી પૈસા કમાઈ અને એક શાંતિ વાલુ જીવન જીવે. આમ જે લોકો વિદેશ કામ કરતા હોઈ છે તે NRI કહેવામાં આવે છે એટલે કે Non-resident Indian અને તે લોકો ને તેમના ઘર પણ યાદ હોતા નથી પણ આ ગામ માં તેના કરતા અલગજ જોવા મળે છે. આપણા દેશ માં અંદાજીત વસ્તી ૧૩૬ કરોડ છે અને તેમાંથી ૩૦ કરોડ ટોપ ખાલી NRI જ છે જે વિદેશ માં જોબ કરે છે.
આ એના ગામ કે જેને દક્ષીણ ગુજરાત નું પેરીસ કહેવામાં આવે છે. તે ગામ બધાજ ઘર નો એક સભ્ય NRI છે એટલે કે વિદેશ માં છે અને અઢળક પૈસા કમાતા હોઇ છે. અને માત્ર પોતાનાં ગામ અને પરિવાર વિષયજ વિચારતા હોઈ છે.
આ ગામ ગુજરાત ના સુરત જીલ્લા નાં પલસાણા તાલુકામાં આવે છે. આ ગામ ચોક્કસ પણે છે અને તેના વિકાસ્સ નું દ્રશ્ય જોય તમે પણ ચોકી જશો. આ સમયે સમગ્ર દેશ માં સરકાર સ્માર્ટ સીટી તેમજ રાજ્ય સરકારો સ્માર્ટ વિલેજ ની વાતો કરી રહ્યા છે.
આમ સ્માર્ટ વિલેજ ની દ્રષ્ટિ એ સુરત માં અવેલુ આ એના ગામ સ્વમાનભરે સ્માર્ટ વિલેજ બની ગયું છે. તેમજ તમને જાણી ને નવાય લાગશે કે એના ગામ ના વિકાસ માં કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર નું કોઈ પણ યોગદાન નથી. અને જીલ્લા તહેસીલ કે ગ્રામ પંચાયત ની કોઈ પણ યોજનાએ એના ગામ ને સ્માર્ટ બનાવ્યું નથી.
આમ એના ગામ ની આ સ્માર્ટનેસ નું રહસ્ય તે ગામ માં રહેતા NRI એટલે કે વિદેશ કામ કરતા લોકો દ્વારા લ્ર્વામાં આવેલો વિકાસ છે. જેઓ મૂળ ભારત નાં છે. કારણ કે તેઓ એટલા દુર હોવા છતાં પણ તેમના ઘર ની અને દેશ ની માટી ને ભૂલ્યા નથી. ૩-૪ હજાર ની વસ્તી ધરાવતા લોકો નું આ ગામ માં ૨૦૦૦ થી વધુ લોકો વિદેશ કામ કરે છે. એના ગામ સ્માર્ટ વિલેજ બન્યું તેની પાછળ નું કારણ કે આ ગામ માં રહેતા NRI લોકો નાં સહયોગ અને યોગદાન ને લીધે થયું છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.