વેઈટરે બનાવી દીધી ઇલેક્ટ્રિક બાઈક ! ખાસિયત જાણી તમારા પણ ઉડી જશે હોશ ફક્ત 10 રૂપિયાના ખર્ચે…જાણો પુરી વાત્ત

મિત્રો જેમ તમે જાણોજ છો કે જીવનમાં કડી મહેનત અને અને કંઈક નવું કરવા માટે વ્યક્તિ જે સંઘર્ષ કરતો હોઈ છે તેમાં તેને એક ને એક દિવસ જરૂર સફળતા મળતીજ હોઈ છે. હાલ એક તેવીજ યંગ દીકરી વિશે તમને જણાવીશું. તેમજ જણાવીએ તો આજે ઘણા યુવાનો મોટા મોટા સપના જોતા હોય છે, પરંતુ બહુ ઓછા યુવાનો હોય છે જે પોતાના સપનાને હકીકતમાં બદલવા માટે મહેનત કરતા હોય છે અને ગમે તેવી ખરાબ પરિસ્થિતિનો સામનો કરીને પણ પોતાના લક્ષ્ય સુધી પહોંચતા હોય છે. તેમજ લોકો અલગ અને ખુબજ ઉપયોગી શોધ કરીને આજે અન્ય યુવાનોં માટે પ્રેરણાદાયી બની ગયા છે.

હાલમાજ અંબાલાના સંભાલકી ગામનો નિવાસી 21 વર્ષના વિક્રમ અંબાલા છાવણીની એક હોટલમાં વેઈટર તરીકે કામ કરે છે. વેઈટરનું કામ કરતા કરતા જ તેણે એન્જિનીયરોને પણ માત આપી દીધી છે. વર્ષભરમાં પોતાની ઈલેક્ટ્રીક બાઈક પણ તૈયાર કરી દીધી છે. આ બાઈક પર આશરે 56 હજાર રૂપિયાનો ખર્ચ થઈ ગયો છે અને આશરે 2-3 હજારનો હજુ ખર્ચો થશે તેવી આશંકા છે. બાઈક દોઢ યુનિટમાં 80 કિમીની સ્પીડથી ચાલી શકે છે. આ રીતે આશરે 10-11 રૂપિયામાં 80 કિમીની સફર આ બાઈક દ્વારા કરી શકાય છે.

તમને જણાવીએ તો આ બાઈકને લઈને તે રવિવારે પોતાની ITIમાં પહોંચ્યો હતો અને પોતાના આઈડિયાથી પ્રિન્સિપલ ભૂપેન્દ્ર સિંહ સાંગવાન તથા સ્ટાફને બતાવ્યો હતો. 2019માં ITI અંબાલા શહેર પ્લાસ્ટીક પ્રોસેસિંગ સેન્ટર ઓપરેટરનો કોર્સ કર્યો હતો. ભણવાની સાથે તે સાંજે વેઈટરનું પણ કામ કરતો હતો. કોર્સ કર્યા પછી ગુરુગ્રામની એક કંપનીમાં તેને કામ મળી ગયું હતું. પરંતુ અહીં વિક્રમની હાલત ખરાબ થઈ ગઈ હતી. ઘણા દિવસો સુધી પથારીમાં રહેવું પડ્યું હતું. દેખરેખ માટે કોઈ ન હતું કો અંબાલા પોતાના ઘરે પાછું આવવું પડ્યું હતું.

તેમજ તેમના પરિવારની વાત કરીએ તો અસલમાં વિક્રમના પિતા શ્યામ લાલ મજૂરી કરે છે, માતા ગૃહિણી છે. નાનો ભાઈ 10મા ધોરણમાં ભણે છે. આમ દરમિયાન યુટ્યૂબ પર ઈલેક્ટ્રીક બાઈક બનાવવાની રીત જોઈ અને પોતાની બાઈક બનાવવાનું નક્કી કરી લીધું હતું. મોહડા સ્થિત એક કંપનીમાં કામ કરતા તેણે 25000 જેટલા રૂપિયા ભેગા કરી લીધા હતા. જેના પછી અહીંથી નોકરી છોડીને ફરીથી અંબાલા સ્થિત હોટલમાં વેઈટરનું કામ કરવા લાગ્યો હતો. અહીં સાંજે આવતો હતો અને જેના તેને 300 રૂપિયા મળતા હતા. અહીંના હોટેલ માલિક પાસે વિક્રમે 20 હજાર ઉધાર માંગ્યા હતા કારણ કે વિક્રમ અહીં પહેલા પણ કામ કરી ચૂક્યો છે તો તેના માલિકે તેને પૈસા રૂપિયા આપ્યા હતા. જેના પછી 2000 રૂપિયામાં ભંગારવાળા પાસેથી ખરાબ થઈ ગયેલી સ્પેલેન્ડર બાઈક ખરીદી હતી.

આમ તેમણે ઓનલાઈ જ તેણે 26700 રૂપિયામાં મોટર અને કંટ્રોલર મંગાવ્યું હતું. આ સિવાય આશરે 22 હજાર રૂપિયામાં જાતની બેટરી તૈયાર કરી હતી. આ માટે તેણે સેલ અને બેટરી હોલ્ડર મંગાવ્યા હતા. 23 સીરિઝ લિથિયમ ફાસ્ફેટ બેટરી બનાવી હતી. તેમાં 1 સેલ 3.2 વોલ્ટેજનો છે એટલે કે 72 વોલ્ટેજની બેટરી તૈયાર કરી જે 24 એમ્પિયરની બને છે. આ બેટરીની 10 વર્ષની સર્વિસ લાઈફ છે. બેટરી સિવાય 1700 રૂપિયાના ટાયર નખાવ્યા હતા. પૈસાની મુશ્કેલીના લીધે તેને બાઈક તૈયારકરવામાં એક વર્ષ જેટલો સમય લાગી ગયો હતો.

આમ આ સાથે અમુક પૈસા મિત્રોએ પણ ઉધાર આપ્યા છે. વિક્રમે તૈયાર કરેલી બાઈક 3 સ્પીડમાં ચાલે છે. તેમાં થ્રી-સ્પીડ બટન છે. પહેલા બટનથી 1 થી 40 સ્પીડ, બીજામાં 60 સુધી અને ત્રીજાને 80ની સ્પીડે ચલાવી શકાશે. તેમાં ગિયર લગાવવાની જરૂર નથી. તેમજ તમને જણાવીએ તો ખાસ વાત એ છે કે બાઈક અવાજ પણ કરતી નથી. વિક્રમ આઈટીઆઈનો વિદ્યાર્થી રહી ચૂક્યો છે. પરંતુ આ સમયે તે વેઈટર છે કારણ કે ગુરુગ્રામની જે કંપનીમાં તે આઈટીઆઈ કરવા પછી લાગ્યો હતો ત્યાં કામ દરમિયાન માંદો પડી ગયો હતો અને હવે તેણે પોતાની ઈલેક્ટ્રીક બાઈક બનાવી છે. વિક્રમની મદદ માટે કંપનીઓને પણ આપવામાં આવી છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *