પોલીસ પરીવાર મા શોક નુ મોજુ ફરી વળ્યુ ! ધોળકા પોલીસ સ્ટેશન ના હેડ કોન્સ્ટેબલ નુ અક્સમાત મા કમકમાટીભર્યુ મોત…
હાલ તમે જાણોજ છો કે દેશમાં અને રાજ્યમાં અવાર નવાર ઘણા અકસ્માતની ઘટના સામી આવતી હોઈ છે છેલ્લા ઘણા સમય થી રાજ્યમાં અકસ્માતો ખુબજ વધી રહ્યા છે ઘણી વાર તેની પાછળ નું કારણ બેદરકારી હોઈ છે તો વળી ઘણીવાર ધ્યાનનો અભાવ વગેરે કારણોને લઈ મોટા મોટા હાઇવે પર અકસ્માતની દુર્ઘટના ઘટતી હોઈ છે. તેવીજ એક દુર્ઘટના ધોળકા-બગોદરા હાઇવે પર બની છે.
આ ઘટનમાં માં ધોળકા રૂરલ પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા ટ્રાફિક વિભાગના હેડ કોન્સ્ટેબલ ફેદરાવાળા નું ધોળકા- બગોદરા હાઇવે પર વાલથેરા નજીક કાર પલટી ખાઈ જતા તેમને ગંભીર ઇઝા થતા ઘટના સ્થળેજ મૃત્યુ થઇ હતી. તેથી જીલ્લા ગ્રામ્ય પોલીસ પરિવારમાં શોક છવાયો છે. આમ પરિવાર માં ખુબજ દુઃખનો માહોલ થવા પામ્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ અજીતસિંહ મકવાણા કાર નંબર GJ 01 KL 6406 લઈને ધોળકા-બગોદરા હાઇવે પરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે વાલથેરા ગામ નજીક કાર પલટી મારી જતા અજીતસિંહ ને ગંભીર ઇઝા થવા પામી હતી અને તેમનું ઘટના સ્થળેજ કરુણ મોત નીપજ્યું હતું આ ઘટના સંદર્ભે પીએસઆઈ પટેલ વધુ તપાસ હાથ ધરી છે.
તેમજ અજીતસિંહ મકવાણા ની અંતિમવિધી પોલીસ સન્માન સાથે કરવામાં આવી હતી. સન્માન દરમિયાન તેમના ગામના લોકો અને પરિવાર તેમજ સમગ્ર પોલીસ કર્મચારીઓ હાજર હતા અને તેમની અંતિમવિધિ પૂરી કરી આમ સમગ્ર બેડા ગામમાં શોક ની કાલીમા છવાઈ ગઈ હતી. ટ્રાફિક પોલીસ માં પોતાની એક સારી છાપ છોડીને ગયા છે તેનું પરિવારમાં ગર્વ હતું.