રબારી સમાજ મા દુખનું મોજુ ફરી વળ્યું ! રબારી સમાજના ખેડુત આગેવાન ની કરપીણ હત્યા થઈ…ઓમ શાંતિ
રાજ્યમાં વર્તમાન સ્થિતિને લઈને વાત કરવામાં આવે તો હાલ ગુનાહિત કર્યો જેવા કે હત્યા, ચોરી, લૂંટફાટમાં ખુબ વધારો થવા પામ્યો છે, પોલીસ આવા ગુનાહિત કર્યો પર સંકજો કસી રહી છે તેમ છતાં આવી ગતિવિધિ ઘટવાનું નામ નથી લઇ રહી. એવામાં બનાસકાંઠા જિલાના ડિસામાંથી હત્યાનો આ બનાવ સામે આવ્યો છે જેમાં રબારી સમાજના આ વ્યક્તિને તીક્ષ્ણ હથિયારના આડેધડ ઘા ઝીકી દેતા તેઓ મૌતને પામ્યા હતા. આ ઘટનાને લઈને ડીસાના રબારી સમાજમાં શોકના મોજા સાથે રોશની લાગણી ફરી વળી હતી.
ડીસાથી ધાનેરા તરફ જતા હાઇવે પર આવેલ ઝેરડા ગામમાં આ ઘટના બની હતી જેમાં જમીનનો વ્યવસાય કરતા તેમ જ ખેડૂત એવા પરબતભાઇ રબારીને અજાણ્યા શખ્સોએ મૌતને ઘાટ ઉતારી દીધા હતા. જાણવા મળેલ છે કે જ્યારે પરબતભાઇ મોડી રાત્રે બસ સ્ટેશનથી ચાલીને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા શખ્સોએ આવીને તેમના માથા, ગળા, હાથ તથા શરીરના અન્ય ભાગો પર તીક્ષ હથિયાર વડે બેરેહમીથી ઘા ઝીકી હત્યા નિપજાવી ફરાર થયા હતા.
આ ઘટના અંગેની જાણ થતા જ પરિવારજનોની સાથો સાથ ગ્રામજનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પુરી ઘટનાની જાણ પોલીસને કરી દીધી હતી જે બાદ પોલીસે ગણતરીના સમયમાં ઘટના સ્થળે દોડી આવીને પુરી ઘટનાની તપાસ કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી દીધો હતો.રબારી સમાજના આગેવાનનું મૃત્યુ થતા પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ તથા નરસિંહ દેસાઈ સહિતના લોકો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. રબારી સમાજના કાર્યકરો તથા સહકારી અને રાજકીય આગેવાનો હોસ્પિટલમાં બહોળા પ્રમાણમાં આવ્યા હતા અને ન્યાયની માંગ કરી હતી.
હોસ્પિટલ દોડી આવેલ તમામ લોકોએ એવી ચીમકી આપી હતી કે જ્યા સુધી હત્યાના આરોપીની ધરપકડ નહીં કરી લેવામાં આવે ત્યાં સુધી લાશનો સ્વીકાર નહીં કરવામાં આવે આ બાદ DYSP ડો.કુશલ ઓઝા હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને રબારી સમાજના અગ્રણીઓને એવી ખાતરી આપી હતી કે ટૂંક જ સમયમાં હત્યારાઓની ધરપકડ કરી લેવામાં આવશે, આવું નિવેદન કર્યા બાદ જ મામલો થાળે પડ્યો અને પરબતભાઇ રબારીને તેમના ગામ અંતિમસંસ્કાર માટે લઇ જવામાં આવ્યા હતા.
DYSP ડો.કુશલ ઓઝાએ આ ઘટનાને લઈને જણાવ્યું હતું કે હત્યાની જાણ થતાની સાથે જ લાશને તરત જ હોસ્પિટલ પીએમ અર્થે ખસેડી દેવામાં આવ્યો હતો અને આ હત્યાના મામલે આગળની ખાસ તપાસ ચાલી રહી છે.