હવામના વિભાગે કરી મોટી આગાહી આ જિલ્લાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે થશે ભારે વરસાદ… જાણો વિગતે
વાત કરીએ તો હાલ છેલ્લા ઘણાં દિવસો થી ગુજરાતમાં ધોધમાર વરસાદ વર્ષી રહ્યો છે. અને ઘણા જિલ્લાઓમાં તો પાણી વહેતા થઈ ગયા છે. તેવાંમાં ફરીવાર હવામાન વિભાગે આગાહી કરી છે કે સપ્ટેમ્બર મહિનાના પહેલા સપ્તાહમાં બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સક્રિય થશે, જેની અસરનાં કારણે ગુજરાતમાં પણ વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થશે. આવો તમને વિગતે જણાવીએ.
વાત કરીએ તો સિંચાઈ વિભાગના અધિકારીએ રાજ્યના જળાશયોની વિગતો આપતાં જણાવ્યું હતું કે સરદાર સરોવર જળાશયમાં 3,16,284 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના 94.70 % છે. રાજ્યનાં 206 જળાશયોમાં 4,53,594 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહ શકિતના 81.26 % છે. હાલમાં રાજ્યમાં કુલ 102 જળાશય હાઇ એલર્ટ ૫ર, કુલ 23 જળાશય એલર્ટ ૫ર તેમજ 11 જળાશય વોર્નીગ ૫ર છે.
તેમજ આ સાથે રાહત કમિશનર હર્ષદ પટેલના અધ્યક્ષસ્થાને આજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- SEOC ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં હવામાન વિભાગના નિયામક મનોરમા મોહંતીએ વરસાદની વિગતો આપતા જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ તથા અમરેલી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ ૫ડવાની સંભાવના છે.
આમ કૃષિ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે 5 સપ્ટેમ્બર સુધીમાં અંદાજીત 83,23,220 હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે. જે ગત વર્ષના સમયગાળા દરમ્યાન 81,55,220 હેક્ટર વાવેતર થયુ હતુ. રાજ્યમાં હાલ NDRF ની 3 ટીમ ડીપ્લોય કરાઈ છે, જેમાં કચ્છ-1, નવસારી-1, રાજકોટ-1 NDRF ની ટીમ તૈનાત છે.
આમ ઉપરાંત ગાંધીનગરમાં 2 અને વડોદરામાં 10 એમ કુલ-12 ટીમ રીઝર્વ રખાઈ છે. તે સિવાય રાજ્યમાં SDRF ની કુલ 11 પ્લાટુન રીઝર્વ છે. આ બેઠકમાં ઉર્જા, માર્ગ અને મકાન, GSRTC, GSDMA, CWC, કોસ્ટ ગાર્ડ, પશુપાલન, ફોરેસ્ટ, શહેરી વિકાસ સહિત વિવિધ વિભાગના અઘિકારીઓએ ઉપસ્થિત રહી વિસ્તૃત માહિતી પુરી પાડી હતી.