હવામાન વિભાગ એ કરી મોટી આગાહી ! હવે ચોમાસા ની વધુ રાહ જોવી પડશે, ગુજરાતમાં ચોમાસું 10 જુન ના બદલે…

લોકો ચોમાસાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દરમિયાન હવામાન વિભાગે ચોમાસાને લઈને સારા સમાચાર આપ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છ દિવસ સુધી રોકાયા બાદ દક્ષિણ પશ્ચિમ ચોમાસુ દક્ષિણ શ્રીલંકાને આવરી લેતા કેરળ તરફ આગળ વધવાનું શરૂ કરી દીધું છે. આવી સ્થિતિમાં કેરળ અને લક્ષદ્વીપમાં આગામી બે દિવસ ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે કહ્યું હતું કે આ વખતે ચોમાસું કેરળમાં 1 જૂનને દસ્તક આપશે.

કેરળમાં ચોમાસું વહેલું આવશે પરંતુ ગુજરાતવાસીઓ માટે ખરાબ સમાચાર એ છે કે પવનની પેટર્ન બદલતા રાજ્યમાં 20 જૂન બાદ ચોમાસુ સક્રિય થવાની આગાહી કરવામાં આવી છે. એટલે હાલ ગુજરાતવાસીઓને ગરમી અને બફારાથી કોઈ રાહત મળે એવી સંભાવના દેખાતી નથી.જૂન દરમિયાન ગુજરાતનું તાપમાન ખૂબ ઊંચું હોય છે, આ મહિના દરમિયાન સામાન્ય રીતે ગુજરાતનું તાપમાન ખૂબ જ ગરમ હોય છે અને તે 30°C થી 39°C સુધીની રેન્જમાં હોય છે.

ગુજરાતમાં જૂન મહિનામાં લગભગ અડધા મહિના વીતી ગયા પછી વરસાદની અપેક્ષા રાખી શકો છો. પહેલાની આગાહી મુજબ લગભગ 8 થી 15 તારીખ વચ્ચે વરસાદ પડવાની સંભાવના હતી. જે હવે 20-21 જૂનની આસપાસ ઠેલાઈ છે. ગુજરાતમાં ચોમાસું 10 દિવસ પાછળ ઠેલાયું છે. હાલ અમદાવાદમાં 40-41 ડીગ્રી સુધી ગરમીનો પારો રહે છે જે આગળના સમયમાં થોડો વધશે એવી ધારણા કરવામાં આવી છે. જો કે સમગ્ર ગુજરાતમાં આગમી થોડા દિવસો સુધી ગરમી યથાવત રહેશે.

IMD એ કહ્યું કે નવીનતમ હવામાનશાસ્ત્રીય સંકેતો અનુસાર, દક્ષિણ અરબી સમુદ્રમાં નીચલા સ્તરે પશ્ચિમી પવનો તીવ્ર અને ઊંડા થયા છે. સેટેલાઇટ ઇમેજરી અનુસાર, કેરળનો તટ અને તેની નજીકનો દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર વાદળછાયું છે. આથી આગામી 2-3 દિવસ દરમિયાન કેરળમાં ચોમાસાની શરૂઆત માટે સ્થિતિ અનુકૂળ બની રહી છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.