ગુજરાત ના જાણીતા કથાકર મોરારી બાપુ નો જન્મ સૌરાષ્ટ્ર ના આ ગામ મા થયો હતો ! જુવો તેમની એવી તસવીરો કે તમે ભાગ્યે જ જોઈ હશે..

આજના સમય માં ગુજરાતમાં તો ઠીક પરંતુ લોકો તેને દેશ વિદેશ માં ઓળખતા થયા છે મોરારી બાપુ આ નામ સાંભળતાજ મનને એક શાંત અને દિવ્ય ચહેરો ઉપસી આવે છે લોકો મોરારી બાપુની કથા સાંભળવા દુર દુર થી આવતા હોઈ છે ને તેની કથા સાંભળવા માટે લોકોની ખુબજ ભીડ ઉમટી પડતી હોઈ છે. લાખો લોકો ને સાચી રાહ દેખાડનાર આ મહાન માણસ નો આજે ૭૫મો જન્મદિવસ છે રામ કથાની સાથે જીવનને મૂંઝવતા પ્રશ્નોના સહજ ઉકેલ આપતી કથામાં લોકોના ટોળે ટોળા વળી જતા હોઈ છે.

મોરારીબાપુ તેમનું જીવન એકદમ સાદગી પૂર્વક નું જીવી રહ્યા છે તેઓ બધાજ ને એક સમાન નજરે જોવે છે કોઈ ગરીબ અમીર, ઉચ નીચ માં ભેદ રાખત નથી તેમનો જન્મ મહુવાના તલગાજરડા વૈષ્ણવ પરિવારમાં થયો હતો. માતાનું નામ સાવિત્રીબેન, પિતાનું નામ પ્રભુદાસ હતું. તેમજ તેમની અટક હરિયાની છે બાપુને નાનપણ થીજ ધર્મના સંસ્કારો મળ્યા હતા. પરિવારમાં તેમના દાદા ત્રિભુવનદાસ એક રામ ભગત હતા. રામચરિત્રને સરળ, સહજ અને સરસ રીતે રજુ કરનાર ૭૫ વર્ષીય બાપુએ અત્યાર સુધી ૮૪૦ રામકથાઓ કરી છે

બાપુ આજે પણ લોકો સાથે નીચે બસીને કથા કરે છે અને સામાન્ય લોકોની જેમજ નીચે બેસીને જમે પણ છે તેઓ ખેડૂતના ખેતરે ખાટલામાં બેસીને પણ ગોષ્ઠી કરે છે તેમજ ઉપર ની તસવીરમાં તમે જોઈ શકો છો કે મોરારીબાપુ પત્ની નર્મદા બહેન પુત્ર પાર્થ ભાઈ અને બાપુની ત્રણ દીકરીઓ જોવા મળે છે. મોરારીબાપુ જયારે શાળા એ જતા ત્યારે તેને ગામથી ૫ કિલોમીટર ચાલીને જવું પડતું અને તેમના દાદાજી દ્વારા બતાવવામાં આવેલ પાંચ ચોપાઈઓ રોજ યાદ કરવી પડતી હતી. અને ધીરે ધીરે તેમણે પૂરી રામાયણ મોઢે થઇ ગઈ. અને પછી બાપુએ પોતાના દાદાજીનેજ ગુરુ માની લીધા.

આમ મોરારીબાપુ શાળા માં શિક્ષક ની નોકરી છોડીને કથાઓ કરવા લાગ્યા જ્યારે જ્યારે પણ તેમની કથા હોઈ છે લોકો ખુબજ સંખ્યા માં સાંભળવા ભેગા થઇ જતા. મોરારીબાપુ મહુવા ઉપરાંત ભાવનગર અને તેમ અનેક જગ્યા એ કથા કરવા લાગ્યા એટલુજ નહિ વિદેશમાં પણ યજમાનો બાપુને કથા કરવા માટે બોલાવતા. આમ ધીરે ધીરે બાપુ રાજ્યમાં અને દેશમાં પ્રચલિત થયા પછી વિદેશમાં પણ તેમની કથા યોજાવા લાગી.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *