જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે વરસાદને લઇ કરી મહત્વની આગાહી, જણાવ્યું કે હાલ ગુજરાતમાં વરસાદી સિસ્ટમ… જાણો વિગતે

હાલ તમે જાણોજ છો કે ગુજરાતમાં ચોમાસાનુ આ વર્ષે ખુબજ જોર વધી ગયું છે. તેમજ આ વર્ષગે વરસાદ ખુબજ વરસી રહ્યો છે તેવમાં વલસાડ, નવસારી, વડોદરા, અમદાવાદ તેમજ ઘણા રાજ્યોમાં ખુબજ વરસાદ જોવા મળી થયો અને ખુબજ પાણી વહેતા થઈ ગયા છે. તેવામાં વરસાદને લઇ જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલની આગાહી કરી છે. આવો તમને વિસ્તારમાં જણાવીએ.

જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે આજે વાતચીતમાં જણાવ્યું હતું કે ગત વખતની આગાહી મુજબ 22થી27 જુલાઈ દરમ્યાન સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર ઓછું જ રહ્યું હતું અને રાજયના અન્ય ભાગોમાં રેલમછેલ થઈ હતી. તેમજ તેમણે કહ્યું કે ચોમાસુ ધરી એ નોર્મલથી ઉતર બાજુ ગતિ કરવા લાગી છે અને બે-ત્રણ દિવસ હજુ ઉતર બાજુ જ રહે તેમ હોવાથી સૌરાષ્ટ્ર-કચ્છમાં એકંદરે વરસાદી વિરામ રહેશે. તા.28 જુલાઈથી 3 ઓગષ્ટના સમયગાળા દરમ્યાન સૌરાષ્ટ્ર-કચ્છમાં કયારેક કોઈ ભાગોમાં છુટાછવાયા ઝાપટા કે હળવો વરસાદ થઈ શકે છે.

આમ વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં સરેરાશ માત્ર 24 મી.મી. જ પાણી વરસ્યુ હતું. જયારે કચ્છમાં 59 મીમી, ઉતર ગુજરાતમાં 148 મીમી, મધ્ય ગુજરાતમાં 80 મીમી તથા દક્ષિણ ગુજરાતમાં 97 મીમી વરસાદ નોંધાયો હતો. તેમજ વધુમાં જણાવ્યું કે છુટાછવાયા ઝાપટાથી માંડીને હળવો-મધ્યમ વરસાદ થવાની શકયતા છે. સૌરાષ્ટ્ર-ગુજરાતને અસરકર્તા નવી કોઈ મોટી સીસ્ટમ નથી. રાજયમાં અત્યાર સુધીમાં સીઝનમાં સરેરાશ 70 ટકા જેટલો વરસાદ થઈ ગયો છે. કચ્છ ઝોનમાં સૌથી વધુ 117 ટકા વરસાદ પડયો છે. જયારે ઉતર ગુજરાતમાં 56.50 ટકા, મધ્ય ગુજરાતમાં 61 ટકા, સૌરાષ્ટ્રમાં 62 ટકા તથા દક્ષિણ ગુજરાતમાં 82 ટકા વરસાદ નોંધાયો છે.

આમ અશોકભાઈ પટેલે આગોતરૂ એંધાણ દર્શાવતા કહ્યું કે 3 ઓગષ્ટ સુધી મેઘરાજાનો વિરામ ‘કામચલાઉ’ જ છે અને 4 ઓગષ્ટથી ફરી ચોમાસુ સક્રીય થવા લાગશે અને 4થી10 ઓગષ્ટ દરમ્યાન વરસાદી માહોલ ઉભો થશે જે વિશેની વિગતવાર આગાહી આગામી સપ્તાહમાં આપવામાં આવશે

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.