અમદાવાદમાં પત્નીએજ કરી પતિની કરપીણ હત્યા ! હત્યાનું કારણ જાણી હચમચી જશો…થયું એવું કે ઉતરાયણના દિવસે…
આ દુનિયામાં ક્યાં વ્યક્તિને ક્યારે અને કેવી રીતે મોત આંબી જતું હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. ઘણી વખત કોઈ અકસ્માતમાં તો વળી કોઈ હત્યાની ઘટનામાં વ્યક્તિનું કમકમાંટી ભર્યું મોત થતું હોઈ છે. તેવીજ રીતે હાલ એક હત્યાની હચમચાવી દેતી ઘટના સામે આવી રહી છે જેમાં એક પત્નીએજ તેના પતિની કરી નાખી કરપીણ હત્યા. હત્યાની પાછળનું કારણ જાણી તમે પણ દંગ રહી જશો આવો તમને આ ઘટના વિગતે જણાવીએ.
હત્યાની આ ધ્રુજાવી દેતી ઘટના અમદાવાદ અમરાઈવાડી વિસ્તારમાંથી સામે આવી રહ્યો છે જ્યાં મૂળ ભાવનગરના એક પરિવાર સાથે રહેતા દીપક નામના એક યુવકનું ઉત્તરાયણના દિવસે મોત થયું હતું. જો તમને સમગ્ર કિસ્સાની વાત કરીએ તો, આશાપુરીનગરમાં રહેતો દીપક કોઈ જ કામ કરતો નહોતો અને ઘરમાં આર્થિક મદદ કરવા માટે તેની પત્ની નોકરી કરતી હતી. આ સિવાય તેને દારૂની લત હતી.
તેમજ તેથી ઉત્તરાયણના દિવસે પણ તે થોડીવાર પતંગ ચગાવ્યા બાદ બહાર ગયો હતો અને નશાની હાલતમાં ઘરે આવ્યો હતો. થયું એવું કે દીપકે જ્યારે પત્ની સાથે ઝઘડો કર્યો ત્યારે તેના માતા કમળાબેન ત્યાં હાજર હતા અને તેને શાંત રહેવા માટે સમજાવીને બહાર જતા રહ્યા હતા. જ્યારે ઘરે આવ્યા તો દીપક રૂમમાં બેભાન અવસ્થામાં નીચે પડેલો હતો. તેમણે આ અંગે વહુને પૂછતાં તેણે દીપક તેને માર માર્યો હતો અને આવેશમાં આવી ગળું દબાવી દીધું હોવાનું કબૂલ્યું હતું. તેને પોતાની હરકતનો ભારોભાર પસ્તાવો થઈ રહ્યો હતો અને સાસુ સામે તે રડવા લાગી હતી.
તે વખતે સ્થાનિક પોલીસે આકસ્મિક મોતનો ગુનો નોંધ્યો હતો અને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. પરંતુ જ્યારે રિપોર્ટ સામે આવ્યો ત્યારે તેનું મોત આકસ્મિક રીતે નહીં પરંતુ હત્યાના લીધે થયું હોવાનો ખુલાયો થયો હતો. આ પાછળ તેની પત્નીનો હાથ હોવાનું ધ્યાનમાં આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી. આ મામલો એવી રીત સામે આવ્યો કે દીકરાનું તો મોત થઈ ગયું અને જો વહુ સામે ફરિયાદ નોંધાવી તો આખો પરિવાર વિખેરાઈ જશે તેમ માની તેમણે મૌન સેવી રાખ્યું હતું અને દીકરાએ દારૂ પીધો હોવાથી ગભરામણ થતાં તાત્કાલિક હોસ્પિટલ લાવ્યા હોવાનું કહ્યું હતું. જો કે, જ્યારે લાશ પોસ્ટમોર્ટમ માટે લઈ જવાઈ ત્યારે હકીકત સામે આવી હતી અને પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.