મહિલાએ બાળકીને જન્મ તો આપ્યો પરંતુ અચાનક થયું એવું કે ઘડીકમાં આ બાળકી માં વિહોણી બની ગઈ …. બાળકી ના પિતાએ ફરિયાદ કરતા જણાવ્યુ કે …જાણો વિગતે
રાજપીપળા માં એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જે સાંભળીને તમે ગમગીન થઈ જશો.આ કિસ્સામાં થયું એવું કે રાજપીપળા ની ઋતું હોસ્પિટલ માં મહિલાને પ્રસૂતિ બાદ તરત જ તબિયત લથડી ગઇ હતી અને આથી મહીલા દર્દીને રાજપીપળા ની સિવિલ હોસ્પિટલ માં લઇ જવામાં આવી હતી જ્યાં તેનું અવસાન થયું હતું અને આથી પતિએ આ ઘટનાને પગલે રાજપીપળાના પોલીસને જાણ કરી હતી.અને ફરીયાદ નોંધાવી હતી.
આ ઘટનાં અંગેની માહીતી મુજબ છોટા ઉદેપુરના નસવાડીના આકોના ગામે રહેતા અને મજૂરી કામ કરીને જીવન ગુજારતા જયેશ મનુ ભીલનાઓના લગ્ન 5 વર્ષ અગાઉ પાન તલાવડીના નિવાસી જ્યોતિ જીકુનાઓ સાથે થયા હતા.તારીખ ૧૮ ઓકટોબર ના રોજ જ્યોતિબેન ને દુખાવો થયો હતો અને આથી તેમને ગરુડેશ્વર હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા જ્યાં તેમને બીજા દિવસે એટલે કે ૧૯ ઓકટોબરના રોજ ડિલિવરી થઈ જશે એમ જણાવવામાં આવ્યું હતું અને આથી તેમને દાખલ રાખવામાં આવ્યા હતા.પરંતુ ત્યાર પછી જ્યોતિબેન ને સિઝેરિયન કરવું પડશે એમ કહી સગા સબંધી અને પરિવારની મંજૂરી મેળવીને તેમનુ સીઝર કરવામાં આવ્યું હતું.સાંજે ૬ વાગે જ્યોતિબેન એક નાની બાળકી ને જન્મ આપ્યો હતો અને આથી ઘરના તમામ લોકો બહુ જ ખુશ હતા.અને આનંદમાં આવી ગયા હતા પરંતુ આ આનંદ થોડા સમય માટે જ હતો અચાનક થયું એવું કે દરેક લોકોની આંખો ભીની થઇ ગઈ.
અચાનક ૭:૩૦ વાગ્યા આસપાસ પ્રસૂતા જ્યોતિબેન ની તબિયત બગડી ગઈ હતી અને તેઓ સિરિયસ હતા આથી તેમને વડોદરા લઈ જવા માટે ડોક્ટરોએ જણાવ્યું.આમ પ્રસૂતાને રાજપીપળાની સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી જ્યાં તેની સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. જ્યારે ઋતું હોસ્પિટલ ના ડૉ.મહેશ વસવાને આ અંગે પૂછવામાં આવ્યું તો તેમને જણાવ્યુ હતું કે પ્રસૂતાને સિઝર પછી બ્લડ પ્રેશર ઘટવા લાગતા ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા.પરંતું જ્યારે GMERS ના સીવિલ હોસ્પિટલના ડો.જ્યોતિ ગુપ્તાને પુછવામાં આવ્યું તો તેમને કહ્યું હતું કે પેશન્ટ સિવિલ હોસ્પિટલ પર આવ્યું એ પહેલાજ મરણ થઈ ગયું હતું, એટલે કે બ્રોડ ડેડ થઈ ચૂક્યું હતું.
જ્યારે સિવિલ હોસ્પિટલ ના ફરજ પરના દરેક કહ્યું કે આ પેશન્ટ જ્યોતિબેન ગંભીર હાલતમાં હતા પણ તેમના હૃદયના ધબકારા નહિવત હતા. એમને હાથથી પંપીંગ કરી શ્વાસ આપવામાં આવ્યું હતું.આમ આ ઘટનાના પગલે ઋતું હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલ ના અલગ અલગ જવાબના આધારે મૃતક ના પતિએ તેની પત્ની ના મોત પાછળ જવાબદાર કોણ છે તે અંગે તપાસ કરવા માટે ૨૦ ઓકટોબર ના રોજ રાજપીપળા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આમ આ સગર્ભા ના મૃત્યુ અંગેની શંકા કુશંકા માં કારણે મહિલાની લાશ ને સુરત પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી હતી.સાથે જ મૃતક ના પતિએ આ શંકા કુશંકા ના કારણે રાજપીપળા ના પોલીસ મથકે ફરિયાદ નોંધાવી આ અંગે તપાસ કરવા અનુરોધ કર્યો હતો.