ટ્રેનમાંથી પડેલી મહિલાનો આ પોલીસ જવાને કર્યો ચમત્કારી બચાવ…આખી ઘટના જાણો

આજકાલના સમયમાં એક્સિડન્ટના બનાવો ખૂબ જ જોવા મળે છે…માણસની એક નજીવી ભૂલને કારણે એની જીંદગી જોખમમાં મૂકાય જાય છે.જો એ બનાવ ટ્રેનનો હોય તો જિંદગી બચશે એ સંભાવના જ મૂકી દેવાની કેમ કે ટ્રેનની નીચે કચડાઇ મરતા લોકો કોઈ પણ ભોગે બચી શકતા નથી.. પરંતુ કહેવાય ને કે જો નસીબમાં જિંદગી હોય તો કોઈપણ રીતે બચી જઇએ આવો જ કંઈક બનાવ જામનગરના રેલવે સ્ટેશનમાં જોવા મળ્યો છે…પણ આ થયેલા એક્સિડન્ટમાં થયેલા બચાવ જોઈને તમને પણ એ વ્યક્તિને શાબાશી આપવાનું મન થઇ ઉઠશે… તો ચાલો જાણીએ આખી ઘટના…

સ્ટેશન પર ચાલતી ટ્રેનમાં નીચે ઉતરવાનો પ્રયાસ કરી રહેલી મહિલા મુસાફરનો આરપીએફ સ્ટાફે જીવ બચાવ્યો હતો. આ અંગે રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફે આખી ઘટના વિગતે દર્શાવતા જણાવે છે કે 27 એપ્રિલ, 2022ના રોજ નીતા રબારી (ઉંમર 36 વર્ષ) નામની મહિલા મુસાફર તેના પરિવારના સદસ્યો સાથે ટ્રેન નંબર 22945 મુંબઈ સેન્ટ્રલ-ઓખા સૌરાષ્ટ્ર મેલના D-2 કોચમાં વિરમગામ થી દ્વારકા જવા માટે મુસાફરી કરી રહી હતી. વચ્ચે સ્ટેશન આવતા આ મહિલા પાણી લેવા માટે જામનગર રેલવે સ્ટેશન પર ઉતરી હતી, જે દરમિયાન ટ્રેન અચાનક સ્ટેશનથી ઉપડવા લાગી હતી. એ સમયમાં આ મહિલા મુસાફર ચિંતિત થઈ ઉતાવળે બીજા કોચમાં ચડી ગયી અને પછી એને ખબર પડી કે એ ખોટા કોચમાં આવી ગઈ છે ત્યારે તે ચાલતી ટ્રેનમાંથી ઉતરી અને ઉતરતી વખતે તેનો પગ લપસતા નીચે પડી..ત્યારે તેણી ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેના ગેપની નજીકમાં ખૂબ જ ભયજનક રીતે આવી ગઈ હતી.

આ સમયગાળા દરમિયાન ગુના નિવારણ ફરજમાં જામનગર પોસ્ટ પર ફરજ બજાવતા RPFના હેડ કોન્સ્ટેબલ દેવેન્દ્રસિંહ એ આ ઘટના જોતા જ ઝડપથી તેઓએ ત્યાં જઈ તે મહિલાનો ખૂબ જ હોશિયારી અને બહાદુરીપૂર્વક જીવ બચાવ્યો હતો.મહિલા મુસાફરને પડતા જોઈ તેના પતિએ પણ ટ્રેનને ઉભી રાખવાનો પ્રયાસ કર્યો હતો.

જોકે આ ઘટનામાં મહિલાને કોઈ ઇજા થવા પામી નથી..જે આપણા માટે સુખદ બાબત છે..ત્યારબાદ એ મહિલા એ ઓફિસરનો આભાર માન્યો હતો.. હેડ કોન્સ્ટેબલ દેવેન્દ્રસિંહ આ ઉમદા કાર્યની રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર અનિલકુમાર જૈન અને ડિવિઝનલ સિક્યુરિટી કમિશનર પવનકુમાર શ્રીવાસ્તવે આ જવાનની બહાદુરી માટે તેમને ખૂબ જ શાબાશી અને શુભકામના અપાઈ એમના આ કામને બિરદાવ્યું હતું…એક સાચા પોલીસ ઓફિસર તરીકેની ફરજ બજાવનાર અને એ મહિલા માટે એક ફરિશ્તા થઈને આવનાર એમને સો સો સલામ છે…

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *