સુરેન્દ્રનગરના આ વ્યક્તિએ પશુ-પક્ષીઓ માટે કર્યું એવું કામ કે થઇ રહ્યા છે આખા ગામમાં વખાણ ! પશુ-પક્ષીઓ માટે આટલા અધધ રૂપિયાનું દાન…..
મિત્રો વાત કરીએ તો આજના સમયમાં પણ ઘણા એવા દયાળુ લોકો પણ છે જે પોતાના કરતા બીજા લોકોની, તેમજ પશુ, પક્ષીની મદદ અને સેવા કરીને માનવાત મહેકાવતા હોઈ છે. તેવીજ રીતે હાલ એક જીવદયા પ્રેમીની વાત તમને કરીશું જેણે લાખો રૂપિયાનું દાન કરી ખુબજ સરાહનીય કાર્ય કર્યું છે. તમને તેના વિષે જાણીને જ્રુરુ આનંદ થશે અને ૧૦૦% તેમની બધીજ વાતો તમને ગમશે. આવો તમને વિગતે જણાવીએ.
તમને જણાવીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ પાંજરાપોળમાં આશ્રિત 250થી વધુ પશુઓને રાખવા શેડ ન હોવાથી ખુલ્લામાં રહેવુ પડતું હતુ. આથી થાનના જીવદયા પ્રેમી અને માલધારી સમાજના આગેવાન હીરા નાથાભાઇ મીર દ્વારા રૂ.11 લાખ 11 હજાર 111નું અનુદાન અર્પણ કરાયું છે. આમ આ જીલ્લામાં રખડતા અને બીમાર પશુઓને સારવાર તથા આશ્રયનું સ્થાન પાંજરાપોળ બની તેમને સાચવવામાં આવે છે. જ્યાં બીમાર અને ઘાયલ પશુઓને સારવાર અને સુરક્ષા પુરી પાડવામાં આવે છે.
તેમજ આ અંગે તેઓએ જણાવ્યું કે, અમો માલધારી સમાજમાંથી આવીએ છીએ અને પશુઓની સેવા અમારી ફરજ છે. મારા માતા-પિતા જીવદયા પ્રેમી અને ગાયોની સેવા કરતા હતા અને એમાંથી પ્રેરણા લઇ હું પણ થોડુ ઘણું સેવાકાર્ય કરૂં છુ. આમ માલધારી સમાજના આગેવાન હીરા નાથાભાઇ મીર આ દાન કરીને ખુબજ સરાહનીય કામ કર્યું છે.જેની લોકો ચારેય બાજુ પ્રશંશા કરી રહ્યા છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો