કિંજલ દવે પોતાના જન્મદિવસમાં કરશે એવુ કાર્યકે અત્યારથી જ થવા લાગ્યા વખાણ! જાણો એવુ તો શું કરશે કોકિલ કંઠી…
આપણે બધા લોકો ગુજરાતના લોકપ્રિય અને પ્રખ્યાત ગાયક કલાકારોને તો ઓળખીએ જ છીએ, ગુજરાતના બધા ગાયક કલાકારો તેમના અવાજ અને સુરથી ખુબ જ ફેમસ હોય છે, આજે આપણે એક તેવા જ ફેમસ અને લોકપ્રિય ગાયક કલાકાર કિંજલ દવેની વાત કરીશું. કિંજલ દવે તેના કોકિલ કેરા અવાજથી આખા દેશમાં અને વિદેશમાં ખુબ જ ફેમસ છે. કિંજલ દવેના મોટી સંખ્યામાં ચાહક મિત્રો પણ રહેલા છે, તેથી કિંજલ દવેના બધા જ કાર્યક્રમોમાં તેમના ચાહક મિત્રો જતા હોય છે અને કાર્યક્રમની મજા લેતા હોય છે, તેમજ હાલ કિંજલ દવેને લઈને એક મોટા સમાચાર આવી રહ્યા છે જેમાં તેઓ તેના જન્મદિવસની કરશે અનોખી ઉજવણી. આવો તમને વિગતે જણાવીએ.
તમને જણાવી દઈએ કે આજે ૨૪ નવેમ્બરના રોજ લોક પ્રિયગીત કલાકાર કિંજલ દવે નો જન્મ થયો હતો તેથી આજે તેમનો જન્મ દિવસ છે.આજે તેમના ઘણા ચાહકોએ તેના જન્મદિવસથી ખુબજ શુભેચ્છાઓ આપી છે. તઆમ વાત કરીએ તો જયારે જયારે પણ કોઈ વ્યક્તિનો જન્મદિવસ હોઈ છે ત્યારે તી બાઈક. કાર, મોબાઈલ કે વગેરે તેણે મનગમતી વસ્તુઓ ખરીદતો હોઈ છે. પરંતુ જો કિંજલ દવેની વાત કરી તો તેઓએ તેમના જન્મદિવસ પર ખુબજ સરાહનીય કામ કર્યું છે.
તમને જણાવીએ તો આ દુનિયામાં પણ એવા ઘણા બધા લોકો છે કે જેઓ પોતાના જન્મદિવસના દિવસે ગરીબ લોકોને જમાડતા હોય છે અને અન્ય કોઈ સેવાકીય સંસ્થામાં દાન કરતા હોય છે.આમ તેવીજ રીતે કિંજલબેન દવે પોતાના જન્મદિવસના દિવસે પોતાના ગૌ પ્રેમ બતાવ્યો છે. મિત્રો તમને જણાવી દઈએ કે કિંજલ દવે એ પોતાના માં જન્મદિવસના દિવસે શ્રી હરિ ઓમ ગૌશાળા અનાવાડામાં એક વર્ષ માટે 24 ગૌમાતાને દત્તક લઈને એક લાખ 71 હજાર રૂપિયાનું દાન કર્યું છે. જે બાદ તેમના ચારેય બાજુ ખુબજ વખાણ થવા લાગ્યા છે
કિંજલ દવેના આ ખૂબ જ સારામાં સારા કાર્યની અત્યારે ચારે બાજુ ચર્ચાઓ સોશિયલ મીડિયા ઉપર થઈ રહી છે. ત્યારબાદ શ્રી હરિ ઓમ ગૌશાળા પરિવાર વતી કિંજલબેન દવેના જન્મદિવસની હાર્દિક હાર્દિક શુભકામનાઓ આપવામાં આવી હતી. એમણે એક કાર્ડ બનાવીને પણ કિંજલબેન દવેને શુભકામના આપતા લખ્યું હતું કે ભુજની ગૌમાતા આપને દૂર્ધાર્યું આપે. અને આપની તમામ પ્રકારની સર્વ મનોકામનાઓ પૂર્ણ થાય. આમ પોતાના જન્મદિવસના દિવસે ગૌ માતા માટે દાન કરીને કિંજલ દવે પોતાના ગો પ્રેમ બતાવ્યો છે. હાલ ચારે બાજુ લોકો કિંજલબેન દવેના આ કાર્યના ખૂબ જ વખાણ કરી રહ્યા છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.