સુરતમાં વિશ્વનું સૌથી મોટું ડાયમંડ બુર્સ તૈયાર, આ દિવસે એક સાથે 4200 વેપારીઓ કરશે મહાઆરતી….
સુરતમાં તૈયાર થયેલ ડાયમંડ બુર્સનું 5 જૂનના રોજ ગણેશ સ્થાપના કરવામાં આવશે તથા ડાયમંડ બુર્સની તમામ ઓફિસના માલિક દિવા પ્રગટાવશે,તમને જણાવી દઈએ કે, દેશ-વિદેશના ચાર હજારથી વધુ બિઝનેસમેન આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા છે. વિશ્વભરના મોટા હીરાના વેપારીઓ આ પ્રોજેક્ટને આશા સાથે જોઈ રહ્યા છે. સુરત ડાયમંડ હબની ખાસિયતો આ સુરત ડાયમંડ બુર્સ કુલ 4200 ઓફિસ છે. જેમાં એક છત નીચે 65 હજાર લોકો કામ કરશે.
આ ‘પંચ તત્વ’ થીમ પર બનાવવામાં આવ્યું છે, આ પ્રોજેક્ટ અંતરરાષ્ટ્રીય ગ્રીન બિલ્ડિંગના માપદંડ હેઠળ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં સોલર પેનલ અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ છે. ટાવરના મેઈન ગેટથી કોઈપણ ઓફિસે માત્ર પાંચ મિનિટમાં પહોંચી શકાય છે. દેશ- વિદેશના 4,000 જેટલા વેપારીઓ મળીને આ પ્રોજેક્ટને પુરો કર્યો છે, સુરતનું ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી મોટું બુર્સ છે. સુરતમાં બની રહેલું ડાયમંડ બુર્સ મુંબઈના ડાયમંડ હબ કરતાં ચાર ગણું મોટું છે , જ્યાં 75 દેશો બિઝનેસ કરશે. આયોજન 5 જૂને સાંજે 5 વાગ્યે સુરત ડાયમંડ બુર્સ ખાતે ગણેશ સ્થાપના કરવામાં આવશે.
આ સાથે લોકો વચ્ચે એમ પણ ચર્ચા છે કે સુરત ડાયમંડ બુર્સના ડાયમંડ આકારના મેઈન ગેટનું લોકાર્પણ વડાપ્રધાનના હાથે કરાવવામાં આવશે. 5મી ડિસેમ્બર 2017થી ડાયમંડ બુર્સના નિર્માણ કાર્યની શરૂઆત થઈ હતી જે 2022 માં પૂર્ણ થયું છે. હાલમાં સુરતમાં વાર્ષિક 1.50 લાખ કરોડનો હીરા ઉદ્યોગનો એક્સપોર્ટ છે પણ ડાયમંડ બુર્સના ઉદ્ઘાટન પછી આ આંકડો ઘણોવધી જશે એમજ ખરીદ-વેચાણમાં ફાયદો થશે.