૨૦૨૨ નું સૌથી ભયાનક તોફાન આવી રહ્યું છે જાપાનમાં ! જાણો કયા કયા દેશમાં અસર જોવા મળશે…
હાલમાં ૨-૩ વર્ષ થી દુનિયામાં અનેકો એવી બાબતો બનતી જોવા મળે છે કે જે વિશે કોઈ અનુમાન પણ લગાવી સકે નહિ.હમણાં અનેકો એવા કૂદરતી તોફાનો અને બિમારીઓ જોવા મળે છે કે જેનાથી હાલના સમયમાં દરેક લોકો સાવચેત બની ગયા છે અને આવી મુસીબતો અંગે વધારે સતર્ક બની ગયા છે.આ વર્ષનુ સૌથી ખતરનાક અને મોટું તોફાની વાવાઝોડું આવી રહ્યું છે.જેનાથી અનેક દેશોને અસર થવાની શક્યતા રહે છે.આ સૌથી ખતરનાક અને મોટું વાવાઝોડું ૨૦૨૨ ના વર્ષ માટે બહુ જ ભારી સાબીત થવાનું છે.આ વાવાઝોડું સુપર ટાયકૂન હિન્નામનોર જાપાનમાં ત્રાટકશે.અને તે સુપર ટાયફૂન હિનામોર જાપાન માટે સૌથી મોટો ખતરો બની સકે છે.
આ વાવાઝોડું બુધવારે મુખ્ય ટાપુ ઓકિનાવા પર પહોંચે તેવી શક્યતા છે.NHK વલ્ડના અહેવાલ માં જાપાન ની હવામાન એજન્સીએ જણાવ્યા અનુસાર ૧૯૮ પ્રતિ કલાક ની ઝડપની સાથે ઝડપી પવનની સાથે તોફાનના કેન્દ્રની નજીક હતું જે ૨૭૦ કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપ સાથે આગળ વધતું જાય છે.આ સાથે જ વાવાઝોડું ટાયકૂન હિનામોર દક્ષિણ પશ્ચિમ ભાગમાં ઓકિનાવા વિસ્તારમાં અત્યંત હાનીકારક સાબિત થઈ શકે છે.અને આ વાવાઝોડું આ અઠવાડિયામાં પ્રિફેલચર ના મુખ્ય ટાપુ પર પહોંચે તેવી શક્યતા વધારે જોવા મળે છે.
જાપાનની હવામાન એજન્સીએ જણાવ્યા પ્રમાણે આ તોફાન ૨૫ કીમી પ્રતિ કલાકની ઝડપે બુધવારના રોજ સવારે ૧૧ કલાકે ઓકોનાવાના મીનામી દાતોજીમાં ટાપુ ઉપર ના સમુદ્ર માંથી દક્ષિણ પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું હતું.અને આજે સવારે તેની સ્થિતિ થી દાતોજીમા વિસ્તારમાં ભારે પવન ફુંકાયો હતો.આ સાથે હવામાન વિભાગે ઓકિનાવા ના મુખ્ય ટાપુ અને સકિશિમાં ટાપુ પર ગુરુવારના રોજ પવનની તીવ્રતા અંગેની આગાહી કરી છે.આ વાવાઝોડું શુક્રવાર ના રોજ ઓકિનાવા ના દક્ષિણ ભાગમાં હોય તેવું લાગી રહ્યું છે.અને ત્યાર પછી પ્રિફેકચર ની ઉતર દિશામાં આગળ વધતું જોવા મળશે.
આ વાવાઝોડા અંગે હવામાન અધિકારીઓ દ્વારા અને નગરપાલિકા દ્વારા ભારે પવન અને દરિયા કે સમુદ્રમાં ઉચા મોજા આવવા અંગેની જાણકારી આપી છે અને સાથે અનેક પ્રકારની ચેતવણી પણ આપવામાં આવી છે. સ્થાનિક લોકો ને આ સૂચનાઓ અને ચેતવણીને ધ્યાનમાં લેવા જણાવ્યું છે અને સાથે અનેક પ્રકારની તૈયારી પણ શરૂ કરવામાં આવી છે જે મુશ્કેલીમાં કામ લાગશે.આ સાથે અધિકારીઓ ભૂસ્ખલન, નીચાણવાળા વિસ્તારોમાં પૂર અને નદીઓના વહેણની ચેતવણી આપી રહ્યા છે.
NHK વર્લ્ડ અહેવાલ મુજબ જાપાનના ટોકાઈ, હોકૂરિકું અને તોહુકુ પ્રદેશોમાં આ વાવાઝોડાની અસર થી વધારે વરસાદ પડી રહ્યો છે.આ સાથે જ ૨૪ કલાક માટે હોક્કાઇડો, થોકુ, ટકાઈ અને કંસાઈ પ્રદેશોમાં વરસાદની અપેક્ષા જણાઈ રહી છે. આ સાથે તમારી જાણકરી માટે જણાવી દઈએ કે વર્ષ ૨૦૧૯ માં ઓક્ટોબર માં હાગીબીસ નામના ચક્રવાતી તોફાને જાપાનમાં ઘણો વિનાશ સર્જ્યો હતો. અને આ તોફાની વાવાઝોડાને કારણે અનેક લોકોના મોત પણ થયા છે.તે ચક્રવતી તોફાનમાં ૨૧૬ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો અને આ પાવન સાથે ભારે વરસાદને કારણે સૌથી વધુ નુકશાન થયું છે.