યુવક યુવતી એ ચાલુ ગાઢીએ કર્યા ફીલ્મી સ્ટંટ ! વિડીઓ પોલીસ પાસે પહોંચતા આવી રીતે પાઠ ભણાવ્યો….જુઓ વિડીઓ

મિત્રો તમે સોશિયલ મીડિયા પર અવાર નવાર એવા ઘણા વિડિઓ જોયા હશે જેમાં વ્યક્તિ કઈંક અલગ અને હટકે કરતો જોવા મળતો હોઈ છે. તેમજ ઘણી વખત તે જોખમ ભર્યું પણ જોવા મળતું હોઈ છે. હાલ તેવીજ રીતે એક વિડિઓ ખુબજ વાયરલ થઇ રહ્યો છે જે જોઈ તમે પણ ડાંગ રહી જશો. આ વિડિઓ વિશાખાપટ્ટનમ ખાતેથી સામે આવી રહ્યો છે જ્યાં દાવો કરવામાં આવ્યો હતો કે વીડિયોમાં દેખાતો યુવક 22 વર્ષનો છે. જ્યારે યુવતીની ઉંમર 19 વર્ષની છે. બંને ખૂબ જ બેદરકારીથી એક સાથે બાઈક પર એવી રીતે સવાર થઈને જઈ રહયા હતા કે જે ખુબજ જોખમ ભર્યું હતું.

મિત્રો તમે વિડિઓમાં જોઈ શકો છો કે યુવકે યુવતીને પોતાની તરફ આવતા બાઇકની ટાંકી પર બેસાડી દીધી હતી અને શરૂ બાઈકમાં આ બને એક બીજાને ગળે લાગી ગયેલા હતા. આમ તેનું આ કૃત્ય ત્યાંથી પસાર થતા કાર ચાલકે કેમેરામાં કેદ કર્યું હતું. આ વીડિયો વાયરલ થતાં સ્ટીલ પ્લાન્ટ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને બાઇક કબજે કરી હતી. ઉપરાંત, મોટર વ્હીકલ એક્ટની કલમ 336, 279, 132 અને 129 હેઠળ કેસ નોંધીને તેની ધરપકડ કરવામાં આવી હતી.

આ પહેલીવાર નથી કે જ્યારે બાઇક પર રોમાન્સનો આવો વીડિયો સામે આવ્યો હોય. આ પહેલા વર્ષ 2019માં પણ એક ક્લિપ ખૂબ ચર્ચામાં આવી હતી, જે પશ્ચિમ દિલ્હીના રાજૌરી ગાર્ડનની હતી. આ વીડિયોમાં, એક છોકરો ખભા પર બેગ લઈને વ્યસ્ત રોડ પર બાઇક ચલાવી રહ્યો હતો અને એક છોકરી મોટરસાઇકલની ફ્યુઅલ ટાંકી પર બેઠી હતી, તેની સામે, તેને ગળે લગાવી રહી હતી. આ ક્લિપ ટ્વિટર હેન્ડલ @hgsdhaliwalips દ્વારા 2 મે, 2019ના રોજ પોસ્ટ કરવામાં આવી હતી, જેને જોઈને લોકોએ કહ્યું કે પોલીસે આવા લોકો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.

 

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *