PCS ની પરીક્ષામાં ચોથા નંબર પર આવીને યુવાને માતાનું સપનું પૂરું કર્યું, પિતાએ એવું કહ્યું કે તમે પણ ભાવુક બની જશો…જાણો સફળતાની કહાની
હાલમાં જ PCS ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે જેમાં ઘણા લોકો આગળ વધ્યા છે અને સફળતાની સીડી ચડીને નામ આગળ વધાર્યું છે તો ત્યાં જ ઘણા લોકો એવા છે કે જેમની મહેનત ફળી છે અને આજે તેઓ પોતાનું ભવિષ્ય ઉજાગર કરી રહ્યા છે હાલમાં એક આવા જ સફળતાની સીડી ચડતા વ્યક્તિની આપણે વાત કરવા જય રહ્યા છીયે. જૌનપુરના નિશાંત ઉપાધ્યાયે PCS ની પરીક્ષામાં ચોથો રેન્ક પ્રાપ્ત કરીને માતા પિતાનું નામ રોશન કર્યું છે. દીકરાનું સિલેકશન થવાથી પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
આ અંગે નિશાંતના માતા પિતા અને બહેને વિડીયો કોલમાં વાત કરી હતી. હાલમાં નિશાંત છતીસગઢ ના દેવઘરમાં દર્શન કરવા માટે ગયો છે. જી મીડિયા સાથે વાતચિત માં નિશાંતના પિતા પ્રદીપભાઈ ઉપાધ્યાયે જણાવ્યુ હતું કે તેમના દીકરા નિશાન શરૂઆતથી જ બહુ મહેનતુ છે. તેમણે પોતાના અભ્યાસની શરૂઆત જૌનપુર થી કરી છે. નિશાતે ધોરણ 2 થી ઇન્ટર સુધીનો અભ્યાસ ડો. અખ્તર હસન રિજવી કોલેજમાં કર્યો છે. અને ત્યાર પછી NIT દુર્ગાપુર થી મેકેનિકલ એંજિનિયરિંગ કર્યું છે.
નિશાંત સિવિલ સર્વિસની તૈયારી કરવા માટે દિલ્લી ગયા હતા. તેમણે જણાવાયું હતું કે નિશાંતને ભણવા ગણવા માટે કોઈ દિવસ કહેવું પડ્યું નથી.નિશાંતના પિતાએ જણાવ્યુ હતું કે ઘણીવાર તેનું અટેમ્પ્ટ માં ઇન્ટરવ્યુ આ સિલેકશન સુધી પહોચ્યો હતો. અને આ વખતે તો નિશાંત 4 રેન્ક સાથે પાસ થઈ ગયો છે જે બહુ જ આનંદ ની વાત છે. નિશાંતના જુડવા ભાઈ શુશાંત પણ આ પરિક્ષાની તૈયારી કરી રહ્યો છે.ઉમ્મીદ છે કે જલ્દી જ સુશાંત નું પણ સિલેકસન થઈ જસે.
હાલમાં તો PCS ની પરીક્ષાનું રિજલ્ટ આવતા ઘરમાં અને પરિવારમાં હર્ષની લાગણી જોવા મળી છે અને સબંધીઓ મીઠાઇ દ્વારા મીઠું મો કરાવીને બધાઇ આપી રહ્યા છે. અને પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે. નિશાંતના પિતાએ જણાવ્યુ હતું કે નિશાંત માટે આ સફળતા સહેલી નહોતી આ મુકામ સુધી પહોચવા માટે તેને બહુ જ સંઘર્ષ કરયો છે. અનેકો પ્રયાસો કર્યા પછી મારો દીકરો આ મુકામ સુધી પહોચ્યો છે અને 4 નંબર પ્રાપ્ત કર્યો છે. આથી પૂરા પરિવારમાં ખુશીનો માહોલ છે.