યુવકે વગર કોઈ વિચારે બેરેહમીથી આખા પરિવારને પતાવી દીધો! કારણ એવુ કે જાણી તમે પણ મોઢામાં આંગળા નાખી જશો…
મિત્રો વાત કરીએ તો આ દુનિયામાં કોઈપણ વ્યક્તિને મોત ક્યારે અને કેવી રીતે આંબી જતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. ઘણી વખત કોઈ અકસ્માતમાં કે હત્યાને લઇ વ્યક્તિનું કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. તેવીજ રીતે હાલ એક મોતની દુઃખદ ઘટના સામે આવી રહી છે. જેમાં વકે સમગ્ર પરિવારને મોતને ઘાટ ઉતારી દીધો. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર થવા પામી આવો તમને આ હત્યાની ઘટના વિષે વિગતે જણાવીએ. જેની પુરી ઘટના જાણી તમે પણ ધ્રુજી જશો.
આ હત્યાની ઘટના દિલ્હીના પાલમ વિસ્તારમાંથી સામે આવી રહ્યો છે જ્યાં એક યુવકે તેના માતાપિતા, દાદી અને બહેન સહિત તેના પરિવારના ચાર સભ્યોને મોતને (Murder) ઘાટ ઉતારી દીધા. આ ઘટના મંગળવારે મોડી રાત્રે બની હતી. ઘટના બંટાક પાડોશીઓને ચીસોના અવાજ આવતા તેઓએ તરતજ પોલીસને જાણ કરી દીધી હતી. જે બાદ પોલીસ તરતજ ઘટના સ્થળે દોડી આવી હતી. આમ ઘટનાસ્થળે લોકો પાસેથી મળેલી માહિતી મુજબ રાત્રે 9 થી 10 વાગ્યાની વચ્ચે આરોપીએ આ સનસનાટીભરી (Cruelty) ઘટનાને અંજામ આપ્યો છે. કારણ કે તે જ સમયે પડોશીઓ (Neighbor) ઉપરના માળેથી ચીસો સાંભળી રહ્યા હતા. લોકોએ 10.30 વાગ્યે જ પોલીસને જાણ કરી દીધી હતી.
તેમજ આ મામલાની માહિતી આપતા ડીસીપી સાઉથ વેસ્ટ મનોજ સી.એ જણાવ્યું કે પોલીસને રાત્રે 10:30 વાગ્યે ફોન આવ્યો હતો. ઉપરના માળેથી રાડારાડનો અવાજ આવી રહ્યો છે. જ્યારે પીસીઆર ઘટનાસ્થળે પહોંચી ત્યારે આરોપી યુવાન સ્થળ પરથી ભાગી રહ્યો હતો. ભાગી રહેલા યુવકને લોકોની મદદથી પોલીસે પકડી લીધો હતો. જ્યારે પોલીસ ઘરની અંદર ગઈ તો તેણે જોયું કે 4 લોકોની હત્યા કરવામાં આવી છે. અને તેઓ તમામનું મોત થઈ ચુક્યું હતું.આ ઘટનામાં મૃતકોની વાત કરીએ તો દિનેશ, તેની પત્ની દર્શના, 75 વર્ષીય માતા દિવાનો દેવી અને પુત્રી ઉર્વશી સૈનીનો સમાવેશ થાય છે. બધા એક જ ફ્લોર પર સાથે રહેતા હતા. દિનેશનો પુત્ર કેશવ પણ તેમની સાથે રહેતો હતો જેણે આ ગુનાને અંજામ આપ્યો હતો. લોકો પાસેથી મળેલી માહિતી મુજબ તેને ડ્રગ્સની લત છે. જેના કારણે ઘરમાં ઝઘડા થતા હતા.
તેમજ આ સાથે આ ઘટના બાદ એક પ્રત્યક્ષદર્શીના જણાવ્યા મુજબ આરોપી કેશવે થોડા દિવસો પહેલા તેની દાદી પાસે ડ્રગ્સ માટે પૈસા માંગ્યા હતા. જે માટે તેની દાદીએ ના પાડી હતી. ત્યારથી આરોપી કેશવ ગુસ્સામાં રહેતો હતો. આરોપીના પિતરાઈ ભાઈ કુલદીપે જણાવ્યું કે જ્યારે તેના કાકાના ઘરેથી બૂમોનો અવાજ આવવા લાગ્યો ત્યારે તે તેના કાકાના ઘર તરફ ગયો હતો.જ્યારે તે ઉપરના માળે પહોંચ્યો ત્યારે તેણે ઘરનો દરવાજો તાળું મારેલું જોયું.
આમ દરવાજો ખટખટાવતા આરોપી કેશવે તેમને ત્યાંથી જવાનું કહ્યું. કુલદીપને કંઈક શંકા જતાં તેણે તરત જ પીસીઆરને કોલ કર્યો. જ્યારે પોલીસની હાજરીમાં દરવાજો તોડવામાં આવ્યો ત્યારે પરિવારના ચાર સભ્યો અલગ-અલગ રૂમ અને બાથરૂમમાં અંદરથી મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેમજ આ સાથે આરોપી કેશવના કાકા ઈશ્વરે જણાવ્યું કે ચારેયની હત્યા કર્યા બાદ તે ગ્રીલ પરથી કૂદીને ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તે દરમિયાન તેની નજર પડી ગઈ અને કૂદીને ભાગતા પહેલા બધાએ તેને પોલીસની મદદથી પકડીને પોલીસને હવાલે કર્યો. પછી તેઓ ઘરની અંદર પ્રવેશ્યા જ્યાં ઘરની હાલત જોવા લાયક ન હતી.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો