યુવકે તેના લગ્નમાં છપાવ્યું શેરબજારની થીમ આધારિત લગ્નનું કાર્ડ ! શ્રી ગણેશની જગ્યાએ લખાવ્યું ” શ્રી ઝુનઝુનવાલા પ્રસન્ન…જાણો શું શું છે બીજું

મિત્રો તમે જાણોજ છો કે હાલ લગ્નની સીઝન ચાલી રહી છે તેવામાં લોકો ખુબજ ધૂમધામથી લગ્ન કરતા હોઈ છે અને લગ્નને યાદગાર બનાવવા માટે અલગ અલગ અને આકર્ષક કપડાં પહેરીને બધાજ લોકોનું દિલ જીતી લેતા હોઈ છે, તેવામાં હાલ કંકોત્રીની અલગ અલગ બનાવટ તેમજ તેના પરનું અનોખું લખાણનો ટ્રેન્ડ સમગ્ર ભારતમાં ચાલી રહ્યો છે જેના આવાર નવાર કિસ્સાઓ સામે આવતા હોઈ છે. તેવીજ રીતે હાલ કિસ્સો સામે આવી રહ્યો છે. આવો તમને આ કંકોત્રીના અનોખા લખાણ વિષે વિગતે જણાવીએ.

આ કિસ્સો મહારાષ્ટ્રના નાંદેડ શહેર માંથી સામે આવી રહ્યો છે જ્યાં એક યુવક યુવતી જે બંને ડોક્ટર છે અને તેમના લગ્નની આ અનોખી કંકોત્રી હાલ ખુબજ વાયરલ થઇ રહી છે. આમ આવી રીતે આજકાલ ચર્ચામાં આવવાની બીજી રીત ખૂબ જ પ્રચલિત છે અને તે છે લગ્નનું કાર્ડ. લોકો પોતાના લગ્નના કાર્ડ અનોખી રીતે પ્રિન્ટ કરાવી રહ્યા છે. આજકાલ આવું જ એક લગ્નનું કાર્ડ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે, જેને જોઈને લોકોના મગજ ચકરાવે ચડી જાય છે.

આ કંકોત્રી વિષે જણાવીએ તો આ કાર્ડ પર લખેલી બાબત સંપૂર્ણપણે શેરબજાર પર આધારિત છે. ખાસ વાત એ છે કે આ કાર્ડમાં શેરબજારના વિશ્વના સૌથી મોટા ધુરંધરોના નામ પણ લખેલા છે. તમે જોયું હશે કે લગ્નના કાર્ડમાં સામાન્ય રીતે ભગવાનનું નામ એટલે કે ‘શ્રી ગણેશાય નમઃ’ લખવામાં આવે છે, પરંતુ આ કાર્ડમાં ભગવાનના નામની જગ્યાએ રાકેશ ઝુનઝુનવાલા, વોરેન બફેટ અને હર્ષદ મહેતાના નામ લખવામાં આવ્યા છે. આ લગ્નનું કાર્ડ મહારાષ્ટ્રના નાંદેડના એક ડૉક્ટરનું છે અને કન્યા પણ ડૉક્ટર છે. જો કે આ કાર્ડ વાસ્તવિક છે કે કોઈએ મજાકમાં બનાવ્યું છે, તેના વિશે કોઈ માહિતી નથી.

આમ વધુમાં જણાવીએ તો આ અનોખા લગ્નનું કાર્ડ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર thestockmarketindia નામની આઈડીથી શેર કરવામાં આવ્યું છે, જેને અત્યાર સુધીમાં 7 હજારથી વધુ લાઈક્સ મળી છે, જ્યારે લોકોએ વિવિધ ફની પ્રતિક્રિયાઓ પણ આપી છે. એક યુઝરે લખ્યું છે કે આ ‘નેક્સ્ટ લેવલનો સ્ટોક માર્કેટ ક્રેઝ’ છે, જ્યારે કોઈએ લખ્યું છે કે ‘તે વાંચીને મારું મન ચકરાવે ચડી ગયું છે’.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *