યુવકે દુકાનમાં રાખેલા પુતળાને કીધું ‘હામું જોમાં નકર એક ચપ્પલ ભેગું….’ વિડીયો જોઈ લોકો બોલ્યા ‘પીય ગયો લાગે, જુઓ વિડીયો
મિત્રો સોશિયલ મીડિયા હાલના સમયમાં એવું મનોરજનનું સાધન બની ગયું છે કે જ્યાં રોજબરોજના અનેક એવા ફની વિડીયો સામે આવતા જ રેહતા હોય છે જેને જોયા બાદ આપણું પણ હાસ્ય છુટી જતું હોય છે. ક્યારેક ખુબ ચોકાવી દેતા તો ક્યારેક શોકિંગ વિડીયો સોશિયલ મીડિયા પર શેર થતા હોય છે, જે લોકોને પણ ખુબ જ પસંદ આવતા હોય છે.
એવામાં હાલ આજના આ લેખના માધ્યમથી એક એવો જ વિડીયો લઈને આવ્યા છીએ જેને જોયા પછી તમે પણ હસી પડશો. આ વિડીયો હાલ ઇનસ્ટાગ્રામ પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે કારણ કે વિડીયોમાં દેખાય રહેલ આ યુવક કારનામો જ એવો કરી રહ્યો છે. આમ તો સોશિયલ મીડિયા પર અનેક આવા વિડીયો સામે આવતા જ રહે છે પણ આ વિડીયો બીજા વિડીયો કરતા થોડોક અલગ લાગી રહ્યો છે.
વાયરલ થઇ રહેલો આ વિડીયો લગભગ ગુજરાતનો જ છે કારણ કે વિડીયોની અંદર જોઈ શકાય છે કે આ યુવક ગુજરાતી બોલી રહ્યો છે, આ વિડીયો વિશે વાત કરવામાં આવે તો વિડીયોમાં આ યુવક દારુના નશામાં છે કે એમનામ જ આવી એક્ટિંગ કરી રહ્યો છે તેના વિશે અમે કોઈ પુષ્ટિ કરી શકીએ નહી. વિડીયોમાં જોઈ શકાય છે કે આ યુવક દુકાનમાં રહેલા પુતળા સાથે બાધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.
View this post on Instagram
જોઈ શકાય છે કે આ યુવક આ પુતળા ને કહે છે ‘તારા બાપને શીખવાડે છો હે, હામું જોમાં નકર એક ચપ્પલ ભેગું ડાચું ફેરવી નાખીશ’ આવું કહ્યા બાદ આ યુવક પુતળાને એક લાફો મારે છે આથી આ પુતળાનો માથાનો ભાગ ઉડી જાય છે. આ વિડીયો જોઇને સોશિયલ મીડિયા યુઝરોએ ખુબ ફની પ્રતિક્રિયા આપી હતી જેમાં એક યુઝરે લખ્યું હતું કે ‘દુકાનમાં હામું જોવાને બાબતે થઇ બોલાચાલી’ આવી અનેક ફની પ્રતીક્રીયાઓ સોશિયલ મીડિયા યુઝરો દ્વારા આપવામાં આવી હતી.