યુવકે કેનાલ મા કુદી ને પોતાનું જીવન ટુકાવી લીધું ! આપઘાત કરવાનુ કારણ માત્ર એટલુ કે…
હાલ છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં અને દેશમાં આપઘાતની ઘટનાઓ ખુબજ વધી રહી છે. તેમજ આ આપઘાતમાં મૃત્યુ પામેલ વ્યક્તિનું આપઘાત પાછળનું કારણ ઘણી વખત ખબર પડતી હોઈ છે તો વળી ઘણી વખત આપઘાત કરનાર વ્યક્તિ સાથેજ તે દબાઈ જતી હોઈ છે. હાલ એક તેવોજ આપઘાતનો મામલો સામે આવી રહ્યો છે. જેમાં એક નદીમાં કૂદીને મોતને વ્હાલું કર્યું છે. આવો તમને આ પુરી ઘટના વિગતે જણાવીએ.
આ આપઘાતની ધ્રુજાવી દેતી ઘટના થરાદ માંથી સામે આવી રહી છે જ્યા થાણાશેરીમાંથી બે દિવસ પહેલાં એક પરિણીત યુવક એકાએક ગુમ થતાં ચકચાર પ્રસરવા પામી હતી. શોધખોળ દરમિયાન શનિવારે સવારે થરાદ મુખ્ય કેનાલમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃત પામનાર સંયમકુમાર પ્રકાશભાઇ જૈન (વોહેરા) (મુળ રહે.ડેલ,તા.થરાદ) પરિણિત યુવક બે દિવસ પહેલાં અચાનકજ ઘરેથી ગુમ થવા પામ્યો હતો. જેની આજુબાજુ અને શોસિયલ મિડીયામાં બધીજ રીતે શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
આમ આ બધીજ શોધખોલ કર્યા પછી પણ કોઈપણ પત્તો નોટો મળ્યો. તો વળી વાત કરીએ તો થરાદ પાલિકાને શુક્રવારે સાંજે 6-30 વાગે થરાદ મુખ્ય કેનાલમાં ઢીમા પુલ નજીક ડેલનો અને હાલ થરાદમાં રહેતા યુવકે ઝંપલાવ્યું હોવાનો કોલ મળતાં નગરપાલિકાના ફાયર ઓફીસર વિરમ રાઠોડ અને ટીમ દ્વારા મોડે સુધી શોધખોળ કરવામાં આવી હતી. પરંતું કોઇ ભાળ મળી ન હતી.
થરાદના ચુડમેર પુલ નજીક કોઈ યુવકનો મૃતદેહ તરતો હોવાનું જાણવા મળ્યું હતું. આથી પુરી ટીમે મૃતદેહને જયારે બહાર કાઢ્યો તો તે થરાદમાંથી ગુમ થયેલા યુવક સંયમકુમારનો હોવાનું જાણવા મળ્યું હતું. આથી તેના પરિવારને સોંપવામાં આવ્યો હતો. યુવકના મૃત્યુંનું ચોક્કસ કારણ જાણવા મળ્યું ન હતું. પરંતુ પુત્રીના જન્મદિવસની ઉજવણી બાબતે દંપત્તિ વચ્ચે ઝઘડો થયો હતો. જેના કારણે યુવકે આવું પગલું ભર્યાનું ચર્ચાસ્પદ બન્યું હતું. બે બાળકો પરની પિતાની છત્રછાયા છિનવાઇ જવા પામી હતી.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો