યુવક માછલી પકડવામાં એટલો બધો વ્યસ્ત હતો કે તેને ખબર પણ ન પડી કે પાછળ….જુઓ આ ફની વિડીયો
મિત્રો સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક એવા વિડીયો વાયરલ થતા રહે છે જેને જોઈને આપણે પણ અમુક વખત હસી પડતા હોઈએ છીએ, એવામાં હાલ જો વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા પર અનેક એવા વિડીયો વાયરલ થતા જ રહે છે જેને જોઈંને આપણે પણ હાસ્ય છોડી મુકતા હોઈએ છીએ. એવામાં હાલ આ લેખના માધ્યમથી અમે એક એવા જ વિડીયો વિશે વાત કરવાના છીએ જે તમને હસાવી દેશે.
આમ તો આપણે જોયું જ હશે કે પાલતું બિલાડી અને કુતરાઓ દિવસ ભર ભાગ દોડ અને મજાક મસ્તી કરતા હોય છે તેમ છતાં થાકતા હોતા નથી આ પ્રાણી સિવાય પણ ઘણા પ્રાણીઓ છે જે મોજ-મસ્તી કરી લેતા હોય છે જેમાં વાંદરાથી લઈને બકરીઓનો પણ સમાવેશ થાય છે. માનવામાં આવે છે કે કુતરા બિલાડીતો બોવ પરિશ્રમ નથી કરતા પણ ઘેટા અને બકરી ખુબ કરે છે અને આપણને ફાયદો પણ આપે છે.
એવામાં હાલ આ વિડીયો ખુબ વાયરલ થઈ રહ્યો છે જેમાં જોઈ શકાય છે કે એક શખ્સ નદીના કિનારે શાંતિથી માછલી પકડી રહ્યો હોય છે. એવામાં થોડો સમય થાય છે તેમ છતાં તેના હાથે માછલી લાગતી નથી. આ શખ્સ માછલી પકડવામાં એટલો બધો વ્યસ્ત હોય છે કે તેને ખબર પણ નથી હોતી કે તેની પાછળ એક ઘેટું ઉભેલું હોય છે અને ધીરે ધીરે પાછળ જવા લાગે છે અને પછી જોરથી દોડીને આવીને યુવકને પાછળ ટક્કર મારી દે છે જેથી યુવક સીધો પાણીમાં જઈ પડે છે.
That was a very calculated move pic.twitter.com/NBYOy73MH6
— Animals Being Jerks (@Animalbelngjerk) May 15, 2022
આ વિડીયો ખુબ જ ફની છે કારણ કે ઘેટાએ અચાનક જ આવી ટક્કર મારી દીધી હતી જેથી યુવક પાણીમાં પડી જાય છે. જણાવી દઈએ કે આ ફની વિડીયો ટ્વીટર પર @animalbelngjerk નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે ફક્ત ૨૦ સેકેંડના આ વિડીયો પર ૧૨ લાખથી પણ વધુ વખત જોવાય ચુક્યો છે જયારે ૪૯ હજારથી પણ વધુ લાઈક આવી ચૂકેલ છે.