જા યુવાને જીવ બચાવ્યો હતો એ જ યુવનો જ જીવ લઈ લીધો ! કારણ જાણી માથું પકડી લેશો

આ દુનિયામાં કોઈપણ વ્યક્તિને મોત ક્યારે અને કેવી રીતે આંબી જતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. ઘણી વખત કોઈ અકસ્માતમાં કે હત્યાને લઇ વ્યક્તિનું કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. તેવીજ રીતે હાલ એક ખુબજ દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ હત્યાનો મામલામાં જેમાં જે વ્યક્તિએ બીજાનો જીવ બચાવ્યો હતો તે વ્યક્તિએજ જીવ બચાવનાર પર છરી વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો આવો તમને વિગતે ઘટના જણાવીએ.

વાત કરીએ તો ડીસા તાલુકાના રાણપુર વચલા વાસ ગામ માંથી સામે આવી રહ્યો છે. જે મોડી રાત્રે એક યુવકની છરાના ઘા મારી નિર્દયી હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. બનાવને પગલે ડીસા તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતકના મૃતદેહને PM અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઘટનામાં સૌથી મહત્ત્વની બાબત એ છે કે હત્યારો થોડા સમય પહેલાં પત્ની છોડી જવાને કારણે કૂવામાં આત્મહત્યા કરવા કૂદી ગયો હતો, ત્યારે મૃતકે બૂમો પાડી લોકોને એકઠા કરી તેનો જીવ બચાવ્યો હતો. આજે આરોપીએ તેનો જીવ બચાવનારનો જ જીવ છીનવી લીધો છે.

ઘટનાની વાત કરીએ તો રસ્તા પરથી પસાર થતા એક રિક્ષાચાલકે લોહીલુહાણ હાલતમાં પડેલા યુવકને જોઈ ગામના સરપંચ સહિત સ્થાનિક લોકોને જાણ કરી હતી. એ બાદ ડીસા તાલુકા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી હત્યારાઓની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે મૃતકના કૌટુંબિક ભાઈ મેહુલ ઠાકોરના જણાવ્યા અનુસાર, ચાર મહિના અગાઉ હત્યા કરનાર રણજિત કૂવામાં પડી આત્મહત્યા કરવા ગયો હતો, એ સમયે મરનાર પોપટજી ઠાકોરે જ તેને બચાવ્યો હતો અને હવે બચાવનાર યુવકની જ હત્યા કરી દેતાં ગામમાં અરેરાટી ફેલાઈ છે.

આમ મૃતક પોપટજી ઠાકોરના કૌટુંબિક ભાઈ મેહુલ ઠાકોરના જણાવ્યા અનુસાર, આશરે ત્રણ મહિના પહેલાં રણજિત ઠાકોરને તેની પત્ની સાથે બોલાચાલી થતાં તે ગામમાં આવેલા અવાવરૂં કૂવામાં પડી આત્મહત્યાની કોશિશ કરી હતી. જોકે એ સમયે મૃતક પોપટજી ઠાકોર ત્યાં આવેલી દુકાને ખરીદી કરવા ગયો હતો અને આ ઘટના સાંભળી કૂવા પાસે દોડી આજુબાજુના લોકોને બોલાવી રણજિતનો જીવ બચાવ્યો હતો, પરંતુ હવે જે રણજિતે જીવ બચાવનાર પોપટજી ઠાકોરની હત્યા કરતાં અરેરાટી વ્યાપી છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *