પિતાને પ્રેમ દર્શાવવા યુવકે આ રીતે કાર પર લખ્યો નંબર, પછી પોલીસે તેને જે પાઠ ભણાવ્યો કે….

કહેવાય છે ને કે શોખ એ બહુ મોટી વસ્તુ ગણાય છે.પરંતુ ઘણીવાર આવા શોખ જ વ્યક્તિ ને મુશ્કેલી માં નાખી દેતા હોય છે.હાલ જ ઉતરાખંડ થી એક એવો કીસ્સો સામે આવ્યો છે કે જેમાં એક દીકરા e પોતાના પિતા પ્રત્યેનો પ્રેમ દર્શાવવા માટે ગાડીમાં કઈક એવું કર્યું કે જેનાથી તેને પાછળ પછતાવો થયો.તે વ્યક્તિ એ ગાડીના નંબર પ્લેટ સાથે એવી રમત રમી કે પોલીસે તેની ગેમ ઓવર કરી નાખી.

તમે જોયું જ હસે કે લોકો મોટા ભાગે પોતાની ગાડીઓ ને નવો અવતાર આપવા નવી નવી તરકીબો અજમાવતા હોય છે જેનાથી તેમનો વટ પડે.અને સાથે નંબર પ્લેટ ની સાથે પણ છેડછાડ કરતા હોય છે . પરંતુ તેઓ ભૂલી જતા હોય છે કે નંબર પ્લેટ સાથે છેડછાડ કરવી એ ગેરકાનૂની ગણાય છે. તેના માટે તમારે દંડ પણ ભરવો પડી સકે છે. ઉતરાખંડ નો એક વ્યક્તિ પણ પિતા ના વધારાના પ્રેમ ને દર્શાવવો બહુ ભારે પડ્યો હતો. વાસ્તવમાં તેની ગાડીની નંબર માં છેલ્લા ચાર અક્ષર 4141 હતા. જેમાં તેણે પોતાની ચતુરાઈ બતાવી અને તેને પાપા વચાય એ રીતે લખ્યું.


પરંતુ જ્યારે પોલીસ ને એ બાબતે ફરિયાદ મળી તો તેઓ એ આ વ્યક્તિની તપાસ હાથ ધરી અને તેને શોધી લીધો. અને ત્યાર પછી તેની પાસેથી દંડ પણ લેવામાં આવ્યો. આ પૂરી ઘટના ઉતરાખંડ પોલીસે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર સેર કરી છે. તેમને ગાડીની પહેલાની અને પછીની તસવીર શેર કરી છે. પહેલી તસવીરમાં પાપા લખેલું જોવા મળશે પરંતુ પોલિસ ની કાર્યવાહી પછી તે 4141 થઈ ગયું.

આ પોસ્ટ ને સેર કરતા ઉતરાખંડ પોલીસે ક્રપશન માં લખ્યું કે ” પાપા કહેતે હૈ બડા નામ કરેગા”. ગીત લખ્યું અને બહુ મજા લીધા. ત્યાર પછી લખ્યું ” પાપા કહતે હૈ બડા નામ કરેગા , ગાડી કે પ્લેટ પર પાપા લિખેગા, મગર યે તો કોઇ ના જાને, કે એસી પ્લેટ પર હોતા હૈ ચલન.” ટ્વીટર પર ફરિયાદ આવતા જ પોલીસે આ અંગે નો તપાસ હાથ ધરી તે વ્યક્તિ ને ગોતી ને તેની કાર્યવાહી કરી પ્લેટમાં સુધારો કરવામાં આવ્યો છે.અને દંડ પણ લેવામાં આવ્યો છે.

ઉતરાખંડ પોલસે આ ટ્વીને સોશીયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે. લોકો તેને જોવાની ખૂબ જ મજા પણ લઈ રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે, ‘આ વ્યક્તિએ તેના પિતાના ખિસ્સામાંથી જ દંડ ભર્યો હશે.’ તો બીજાએ કહ્યું, ‘મને ખબર નથી કે આ પછી તેના પિતાએ તેની પ્રશંસા કરી હશે કે માર માર્યો હશે.’ આ સાથે જ અનેક લોકો એ આ ઘટના અંગે જડપી પગલાં લેવા બદલ અને તેની વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પોલીસ વિભાગની પ્રશંસા કરી.

 

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *