જન્મ દિવસ ના દિવસે જ યુવતી એ આપઘાત કરી લીધો અને સ્યુસાઇડ નોટ મા લખ્યું કે “મમ્મી પપ્પા સરપ્રાઈઝ..

હાલમાં આત્મહત્યાના કિસ્સા બહુ જોવા મળે છે લોકો નાની વાતો માં પણ આત્મહત્યા જેવું ગંભીર પગલું ભરી લેતા હોય છે. હાલમાં તો આવી આત્મહત્યા નું પ્રમાણ મોટા શહેરોમાં એટલું વધતું જોવા મળ્યું છે કે રોજ આવા અનેકો દર્દનાક અને દિલ ને હચમચાવી દેતા કિસ્સા સામે આવતા હોય છે. આજકાલ  આવા મોટા શહેર માં તરુણો અને યુવાનો આવું પગલું ભરતા વધારે જોવા મળે છે આવું પગલું ભરવા પાછળનું કારણ પણ ઘણી વાર તો સમાજ ને ખબર પડતી નથી હાલમાં નાના બાળકો પણ આવા  દિલને ઝંજોળી નાખે એવા આત્મહત્યા ના કિસ્સા સામે આવતા હોય છે.

આવો જ એક કિસ્સો ભોપાલ માં જોવા મળ્યો છે જેમાં દીકરી એ ક્યાં કારણસર આત્મહત્યા કરિ એ જાણવા મળ્યું નથી પણ પોતાના જ માતાના જન્મદિવસે તેમને ફોન કરી કહ્યું મમ્મી તમારા માટે સરપ્રાઈઝ છે આવું કહી આત્મહત્યા જેવું પગલું ભર્યુ છે અને મોત ને ગળે લગાડ્યું છે.મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં એક દિલ ને ઝંઝોળી નાખે એવા સમાચાર સામે આવ્યા છે જ્યાં એક ૧૦માં  ધોરણમાં ભણતી વિદ્યાર્થીની  એ આત્મહત્યા કરી લીધી છે.

હેરાન કરનારી વાત તો એ છે કે જે દિવસે તેણે મોત ને ગળે લગાવ્યું તે દિવસે જ તેની માતા નો જન્મદિવસ હતો. અને મરતા પહેલા તેણે માં ને ફોન કરી કહ્યું હતું કે, તમને જન્મદિવસ નું સરપ્રાઈઝ દેવાની છુ. અને ત્યાર પછી તે ફાસી પર ઝૂલવા લાગી, તેના પરિવાર ને જાણ  થતા  પરિવારના સભ્યો તેને હોસ્પિટલ લઇ ગયા, પરંતુ ત્યાં સુધીમાં તેનું મોત થઇ ગયું હતું.વાસ્તવમાં આ  દુઃખદ ઘટના ભોપાલના કોલાર પોલીસ સ્ટેશન વિસ્તારની છે. જ્યાં સેન્ટ જોસેફ ઇદગાહ હિલ્સમાં ધોરણ ૧૦આ અભ્યાસ કરતી હિયા વર્મા એ આ ભયાનક પગલું ભર્યુ છે.

માત્ર ૧૪ વર્ષની હિયા ના પિતાનું નામ હિતેશ વર્મા અને માતાનું નામ ચિત્રા  વર્મા છે. જે માનસરોવર ડેન્ટલ કોલેજમાં ડેન્તીસ્ત છે. મંગળવારે ચિત્ર વર્મા નો જન્મદિવસ હતો, આથી તે રાબેતા  મુજબ કોલેજ ગઈ હતી. અને સાંજે દીકરીને ફોન કરીને કહ્યું કે દીકરી આજે મારો જન્મદિવસ છે. પણ તે મને વિશ નથી કર્યું. આ પછી દીકરી એ કહ્યું કે, મમ્મી તને સરપ્રાઈઝ ગીફ્ટ  આપવા જઈ રહી છુ બસ આટલું બોલીને તેણે ફોન કાપી નાખ્યો. તમને જણાવી દઈએ કે ફોન કાપયા  પછી માને અંદેશો આવી ગયો કે કઈક અનહોની થવાની લાગે છે.

આથી તે ઉતાવળમાં જ કોલેજ થી પોતાના ઘર જવા માટે રવાના થઇ ગઈ હતી , ઘરે આવ્યા પછી  જયારે દીકરીના રૂમનો દરવાજો ખોલવામાં આવયો તો તેના હોશ ઉડી ગયા. કારણ કે દીકરી સામે ફંદા માં લટકી રહી હતી. તે જોર થી ચીસો પાડવા લાગી અને દીકરીને ફંદા માંથી નીચે ઉતારી આસપાસ ના લોકો ની મદદ થી તેને  હોસ્પિટલ લઇ ગઈ. પરંતુ હોસ્પિટલ પહોચતા ની સાથે જ ડોક્ટરોએ તેને  મૃત ઘોષિત કરી હતી. માતા પિતા બંને એ આ ઘટના પછી  રોઈ રોઈ ને ખરાબ હાલત કરી નાખી છે. તેમને  સમજમાં નથી આવતું કે દીકરી એ આવું પગલું કેમ ભર્યુ હશે કે તેણે ફોન પર કહ્યું હતું કે મમ્મી તમને સરપ્રાઈઝ આપવાની છુ.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *