રૂપિયા ની લેણદેણ બાબત મા ધમકીઓ મળતા યુવાને આપઘાત કરી લીધો ! સ્યૂસાઇડ નોટ મા એવુ લખ્યુ કે…
હાલમાં આત્મહત્યાના કિસ્સા બહુ જોવા મળે છે લોકો નાની વાતો માં પણ આત્મહત્યા જેવું ગંભીર પગલું ભરી લેતા હોય છે. હાલમાં તો આવી આત્મહત્યા નું પ્રમાણ મોટા શહેરોમાં એટલું વધતું જોવા મળ્યું છે કે રોજ આવા અનેકો દર્દનાક અને દિલ ને હચમચાવી દેતા કિસ્સા સામે આવતા હોય છે. આજકાલ આવા મોટા શહેર માં તરુણો અને યુવાનો આવું પગલું ભરતા વધારે જોવા મળે છે આવું પગલું ભરવા પાછળનું કારણ પણ ઘણી વાર તો સમાજ ને ખબર પડતી નથી હાલમાં નાના બાળકો પણ આવા દિલને ઝંજોળી નાખે એવા આત્મહત્યા ના કિસ્સા સામે આવતા હોય છે. આજે પણ એક દિલને રડવા પર મજબુર કરતો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક નિવૃત ફૌજી એ ઝેર ખાઈ જીવન ટુકાવ્યું હતું. ચાલો જાણ્યે વિગતે
લાખો રૂપિયા ની લેન દેન માટે મળતી ધમકીઓ થી પરેશાન થઇ એક નિવૃત ફૌજી એ શનિવારે રાત્રે ઝેર ખાઈ ને આત્મહત્યા કરી હતી. રવિવારે સવારે લાશ હોટેલમાં જોવા મળી હતી. આત્મહત્યા કરતા પહેલા ફૌજી એ એક સુસાઇડ નોટ પણ લખી હતી અને તેને વ્હોટસઅપ ના સ્ટેટસ માં મુકી હતું. આ નોટ માં ફૌજી એ ૬ લોકો પર ધમકી આપ્યાનો આરોપ લગાવ્યો છે. આ પૂરી ઘટના બાડમેર સીટી ની છે. પોલીસના જાણકારી અનુસાર, કરદ ગામ ના દતારામગઢ નો નિવાસી કિશોર સિંહ શેખાવત જેની ઉમર ૪૦ વર્ષ છે તેમને ૨ બાળકો છે જેમાં એક દીકરો ૧૬ વર્ષ નો દિગ્વિજયસિંહ અને ૧૨ વર્ષની દીકરી મોનું છે.
કિશોરસિંહ રાજસ્થાન ના બાડમેર ની રીફય્નારી માં સિક્યુરીટી ગાર્ડ ની નોકરી કરતા હતા. ગયા ૨ મહિના થી તેઓ સ્ટેશન રોડ સ્થિત કૃષ્ણા હોટેલમાં રહેતા હતા. રવિવારે સવારે સાત વાગે હોટેલના કર્મચારી જયારે ચા આપવા ગયા ત્યારે તેમની લાશ જોઈ અને પોલીસ ને જાણ કરતા ૮ વાગે પોલીસ ઘટના સ્થળે પહોચી હતી. લાશ ને કબજે લીધા પછી પોલીસ દ્વારા પરિવાર ને સુચના આપવામાં આવી હતી. અને આ બાજુ ફૌજી ના દીકરા દિગ્વિજયસિંહ જેની ઉમર ૧૬ વર્ષ છે તેણે લગભગ ૧૨ વાગ્યા આસપાસ પિતાનું સ્ટેટસ પણ જોયું હતું ત્યાર પછી સુસાઇડ નોટ ની જાણકારી મળી હતી.
સોમવારે પરિવાર ના લોકો સીકર થી બાડમેર આવી પહોચ્યા હતા. અને ત્યાર પછી લાશનું પોસ્તમોતમ કરવામાં આવ્યું હતું. કિશોરસિંહ ના ભાઈ રાજપાલસિંહ શેખાવત એ જણાવ્યું હતું કે, ૯ લાખ રૂપિયા ની લેતી દેતી ના કારણે ભાઈ હમેશા પરેશાન રહેતા હતા. રૂપિયા આપનાર ભગવતસિંહ પુરા પરિવાર ને ધમકી આપતો હતો. તેણે નોકરી થી કાઢવાની પણ ધમકી આપી હતી. અને પુરા પરિવાર ને જેલ મોકલવાની વાત કરી રહ્યો હતો. હજુ બે મહિના પહેલા જ આવી ધમકીઓ થી હેરાન થઇ ને ભાઈ એ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો.
પોલીસ ને રીપોર્ટ આપી દીધા છે સુસાઇડ નોટમાં લખેલા ૬ લોકો ની વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાની ભલામણ કરી છે. કોતવાલી ના હેડ કોન્સ્ટેબલ પદમપુરી ના જણાવ્યા અનુસાર જે રૂમમાં લાશ મળી હતી તેને હાલમાં બંધ કરવામાં આવ્યો છે. પરિવારના લોકો સાથે જયારે રૂમને ચેક કરવામાં આવ્યો તો ત્યારે એક સુસાઇડ નોટ મળી હતી. રૂમમાંથી થોડી શરાબ ની બોટેલો, દવાઓ અને અન્ય સમાન મળ્યો હતો. સુસાઇડ નોટ અને મોત ના કારણ અંગેની તપાસ શરુ છે.