યુવકે બનાવી વેસ્ટ માંથી બેસ્ટ એક ઇલેક્ટ્રિક જીપ, ખાસિયત એવી કે આનંદ મહિન્દ્રા પણ બની ગયા ફેન…જુઓ વિડિઓ

જેમ તમે જાણોજ છો કે જીવનમાં કંઈક નવું કરવા માટે ખુબજ મહેનત અને પરિશ્રમ આપવો પડતો હોઈ છે તયારે વ્યક્તિને સફળતાનો સ્વાદ ચાખવા મળતો હોઈ છે. તેમજ ઘણી વખત વ્યક્તિ એવી એવી શોધ કર્તા હોઈ છે જે બધાજ લોકો માટે ખુબજ ઉપયોગી બની જતી હોઈ છે હાલ એક તેવાજ વ્યક્તિ વિશે વાત કરીશું. જેણે હાલમાંજ એક ઇલેક્ટ્રિક જીપ બનાવીને ખુબજ જોરદાર કામ કર્યું છે. આવો તમને વિગતે જણાવીએ.

મિત્રો વાત કરીએ તો કેટલાક લોકો પાસે એટલા જોરદાર આઈડિયા અને મગજ હોય છે કે તેમના ટેલેન્ટથી બનેલી અનોખી વસ્તુને જોઈને મોટા મોટા વિશેષજ્ઞો પણ દંગ રહી જાય છે. ભારતના એક રાજ્યના યુવકે જીગાડ ટેકનોલોજીથી એક અદ્દભુત કામ કરી બતાવ્યુ છે.આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક યુવક અનોખી જીપ બનાવી રહ્યો છે. આ જીપ પેટ્રોલ કે ડીઝલથી નહીં પણ વીજળીથી ચાલે છે. તેની ખાસિયત એ છે કે તમે તેના આગળ અને પાછળના પૈડાને અલગ અલગ નિયંત્રિત કરી શકો છો. તેને એક ભંગારમાં પડેલી જીપ પર આ પ્રયોગ કરી બતાવ્યો હતો.

ભારતના પ્રખ્યાત ઉધોગપતિ આંનદ મહિન્દ્રા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહેતા હોય છે અને આવા જુગાડુ ભારતીયોના વીડિયો પણ શેર કરતા હોય છે. આ વીડિયો ખુબ જ અદ્ભુત અને આશ્વર્યમાં મુકી દે તેવા હોય છે. હાલમાં આંનદ મહિન્દ્રાએ આવો જ એેક જુગાડનો વીડિયો (Jugaad Video) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ (Viral Video) થઈ રહ્યો છે.

આ વીડિયો આંનદ મહિન્દ્રાની એક ટ્વિટર પોસ્ટનાની નીચે એક યુઝરે શેર કર્યો હતો. આ વીડિયો ફક્ત 45 સેકેન્ડનો છે. આ વીડિયોને હજારો વ્યૂઝ મળ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.એક યુઝરે લખ્યુ છે કે, આ એન્જિનયરિંગનો ઉત્તમ નમુનો છે. એક બીજા યુઝરે લખ્યુ છે કે, ઓછા સંશાધનોમાં વધારે કામ કરવા જેવી વાત હતી આ વીડિયોમાં. આ સિવાય પણ લોકોએ પોતપોતાની વાત રજૂ કરી હતી.

 

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *