અમદાવાદ ના યુવાને આપઘાત કરી લીધો! સ્યૂસાઇડ નોટ મા એવું લખ્યુ કે હ્દય કંપી જશે…
હાલ છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં અને દેશમાં આપઘાતની ઘટનાઓ ખુબજ વધી રહી છે. તેમજ આ આપઘાતમાં મૃત્યુ પામેલ વ્યક્તિનું આપઘાત પાછળનું કારણ ઘણી વખત ખબર પડતી હોઈ છે તો વળી ઘણી વખત આપઘાત કરનાર વ્યક્તિ સાથેજ તે દબાઈ જતી હોઈ છે. હાલ એક તેવોજ આપઘાતનો મામલો સામે આવી રહ્યો છે. આવો તમને સમગ્ર ઘટના જણાવીએ. આપઘાત કરનાર યુવકે સુસાઇડ નોટ પણ લખી હતી. આવો તમને પુરી ઘટના અને સુસાઇડ નોટ વિશે વિસ્તારમાં જણાવીએ.
આ ઘટના અમદાવાદમાંથી સામી આવી રહી છે જ્યાં શહેરનાં વસ્ત્રાલ વિસ્તારમાં 23મી જુલાઈનાં રોજ રોનક પટેલ (Ronak Patel) નામનાં 42 વર્ષીય યુવકે આપધાત કર્યો હતો. યુવકે ઘરમાં ગળેફાંસો ખાઈને આપધાત કરતા રામોલ પોલીસે તપાસ શરૂ કરી હતી. મૃતક રોનક પટેલે આત્મહત્યા પહેલા પોલીસ કંટ્રોલરૂમમાં એક સુસાઈડ નોટ મોકલી હતી, જેમાં આત્મહત્યા પાછળનાં કારણ ખુલ્યા છે.
રોનક પટેલે ચાર પાનાની સુસાઈડ નોટમાં લખ્યુ હતું કે, “હું રોનકકુમાર બાબુલાલ દીલ પર પથ્થર રાખી મજબૂરીમાં આ પગલું લઈ રહ્યો છું. જેનું મુખ્ય કારણ રાકેશ ઉનડકટ (ફર્મ- વિઝન કેપિટલ), અને તેની સાથેનાં માણસો મારૂતિભાઈ, કૃણાલભાઈ અને ધવલભાઈ જવાબદાર છે. કારણ કે તેઓ રાકેશભાઈને દરેક વાતમાં સમર્થન આપી મને દબાણમાં લાવ્યો અને આ પગલું ભરવા મજબૂર કર્યો છે. ENGITECH SOLUTION કંપનીમાં જૂના મશીન પર તેમણે કરેલી લોન પરથી 14 જૂન 2020માં નોટરી કરારથી મારા નામની પ્રોપરાઈટર ફર્મમાં વગર પૈસે રોકાણે લોન કરાવી રાકેશ ઉનડકટ ભાગીદાર બન્યા હતા.” વધુમાં જણાવ્યું કે “આ લોનમાં તેમની જ ફર્મ કે તેમને લાગતી વળગતી ફર્મ ચામુંડા એન્જીનિયરીંગ અને વિજય મશીન ટૂલ્સમાંથી બિલ બીલની સાઇકલ ફેરવી જૂના મશીનને નવા બનાવી લોન કરી અને અમારી કંપની ENGITECH SOLUTION ચાલુ કરી હતી. મારી કંપનીમાં અમારા બંનેના નામે લોન કરવામાં આવશે અને મશીન પ્રોપર્ટી તથા નફામાં બન્નેનો સરખો ભાગ રહેશે તેવી વાત કરવાથી હું તૈયાર થયો હતો. પરંતુ બન્નેના નામે લોન કરવાની જગ્યાએ મારા એકલાના નામે લોન કરી અને વેપારીને પુરી જવાબદારી આપી 50 ટકા ભાગીદાર બન્યા હતા.”
તેમજ “આરોપીઓએ ભાગીદાર બનતા પહેલા એવી વાત કરી હતી કે ભલે તેનું રોકાણ નથી પરંતુ તેના કોન્ટેક્ટસમાંથી 12 કલાકનું કામ આપશે અને રોજનાં 4-5 કલાક હાજરી આપી સપોર્ટ કરશે. જેનો પગાર કંપનીએ 10 હજાર ચુકવવાનો રહેશે જે બાદ વેપારીએ ભાગીદારને પગાર ચુકવ્યો હોવા છતાં તેણે બન્નેમાંથી એક પણ શરતનું પાલન કર્યું ન હતુ અને કંપનીની 7 લાખ 57 હજાર રૂપિયા સબસીડી આવી તેમાં પણ 50 ટકા ભાગ માંગ્યો હતો. જે ભાગ આપવાની વેપારીએ ના પાડતા ભાગીદારે સબસીડી પાછી ખેંચાવી લેવાની ધમકી આપી રોનક પટેલને મશીન વેચવા મજબુર કર્યો હતો. વેપારી મશીન વેચ્યા બાદ બજારનાં હિસાબમાં 5 લાખનું નુકસાન સામે આવતા લોન ભરવા માટે બેંકમાં ગયા હતા. તે સમયે રાકેશ ઉનડકરે 18 લાખ રુપિયા વ્યાજ પર આપવાનું કહીને લઈ લીધા બાદ આપવાની ન પાડી દીધી, જેનાં કારણે વેપારી લોન ભરી શક્યા નહોતા.”
આ સાથે મૃતક રોનક પટેલે સુસાઈડ નોટમાં વધુમાં લખ્યું હતું કે, સરકાર આ માણસની વિગતો જાણી યોગ્ય પગલાં ભરે. વર્ષ 2020માં તેનાં ત્યાં કામ કરતા અજય સાગર અને સોહમ પંડ્યાને અલગ અલગ આરોપો લગાવી પેપરમાં નામ આપી વગોડીને કાઢ્યા હતા. તેવી જ રીતે મને પણ માનસિક રીતે પ્રેસરમાં લાવી આ પગલું ભરવા મજબુર કર્યો છે. આમ સુસાઈડ નોટમાં વેપારીએ પરિવારને સંબોધીને લખ્યું હતું કે, તનીકા અને આરવને વિનંતી છે કે મારી જિંદગીમાં હું તમારા માટે કાંઈ પણ કરી શક્યો નથી. શક્ય હોય તો માફ કરજો. ફૂલ જેવા આરવ અને આવા સરસ પરિવારને મૂકીને જવાનુ મન થતું નથી પરંતુ શું કરું? ડગલેને પગલે સાથ આપનાર તનીકાનો ઋણી છું. મમ્મી પપ્પાને આ ઉમરે મૂકીને જાઉં છું, એ માટે ભગવાન મને માફ કરે. તનીકા પરિવારની મંજૂરી લઈને આરવના ભવિષ્ય માટે બીજુ ઘર કરે તો એમાં કાઈ ખોટુ નથી.