કોમ્પિટિટિવ એક્ઝામમાં નાપાસ થતાં ગોંડલના યુવાને આપઘાત કરી લીધો ! સ્યૂસાઇડ નોટ લખ્યુ ” I am sorry પપ્પા, મમ્મી, બહેન, ભાઇ

હાલ છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં અને દેશમાં આપઘાતની ઘટનાઓ ખુબજ વધી રહી છે. તેમજ આ આપઘાતમાં મૃત્યુ પામેલ વ્યક્તિનું આપઘાત પાછળનું કારણ ઘણી વખત ખબર પડતી હોઈ છે તો વળી ઘણી વખત આપઘાત કરનાર વ્યક્તિ સાથેજ તે દબાઈ જતી હોઈ છે. હાલ એક તેવોજ આપઘાતનો મામલો સામે આવી રહ્યો છે. જેમાં એક યુવકે કોમ્પિટિટિવ એક્ઝામમાં નાપાસ થતાં આપઘાત કરી જીવન ટૂંકાવ્યું સ્યુસાઇડ નોટ પણ લખી હતી. આવો તમને વિગતે જણાવીએ.

આ આપઘાતની ઘટના ગોંડલના કમરકોટડા ગામ માંથી સામી આવી છે. જ્યા જયેશ જીવરાજભાઈ સરવૈયાએ કોમ્પિટિટિવ એક્ઝામમાં વારંવાર નાપાસ થતાં ગળાફાંસો ખાઇ પોતાનો જીવ ટૂંકાવ્યો હતો. આ આપઘાતની ઘટના બાદ પરિવારમાં ખુબજ દુઃખનો માહોલ થવા પામ્યો હતો. તેમજ મૃતક જયેશ જીવરાજભાઈ સરવૈયાએ જીવન ટૂંકાવતાં પહેલાં અઢી પાનાંની ભાવુક સ્યુસાઇડ નોટ પણ લખી હતી, જેમાં તેણે આત્મહત્યાનું કારણ કોમ્પિટિટિવ એક્ઝામમાં સતત નાપાસ થવું, એક્ઝામના કોઈ ઠેકાણા ન હોવા, ચોક્કસ તારીખ ન હોવાથી ઊભા થયેલા ડિમોટિવેશનને ગણાવ્યું હતું.

આમ 2019થી તૈયારી કરતા જયેશે સ્યુસાઇડ નોટમાં લખ્યું છે કે, “મને ખબર છે મારી મારામાં એટલી તો હેસિયત છે કે હું ક્લાસ 3 એક્ઝામ કમ્પ્લીટ કરી શકું, પણ અત્યારે ડિમોટિવેટ ફિલ કરું છું. કારણ કે એક્ઝામના કોઇ ઠેકાણા નથી, ચોક્કસ તારીખ નથી, હવે હું મેન્ટલી થાકી ગયો છું. જીવનમાં આગળ શું કરવુ કંઇ નક્કી નથી કરી શકતો. સપના તો ઘણા હતા, સપના પાછળ મહેનત પણ કરી. મહેનત ઓછી પડી કદાચ..”.

તેમજ વધુમાં લખ્યું હતું કે “મારી મુશ્કેલીઓમાંથી છુટવા તમારી સાથે ચીટ ના કરાય એટલે આટલા દિવસ સુધી જીવતો હતો, પણ હવે હું પૂરેપૂરો સ્વાર્થી થઈ ગયો છું. બધું તમારા પર છોડી હું જઈ રહ્યો છું. તમે 23 વર્ષનો કર્યો પણ હું ઋણ ચૂકવવા વગર જઈ રહ્યો છું, i am sorry. પણ હવે મારામાં જરાય ઈચ્છા નથી જીવવાની, સાવ થાકી ગયો છું. ફિઝિકલી શરીર પર ફોડલા પણ એટલા છે અને મેન્ટલી પણ હેરાન થઈ ગયો છું. હવે તો મને બે મિનિટમાં જિંદગી ખતમ કરી દેવી સહેલું અને ઠીક લાગે છે. મારા એકાઉન્ટમાં જે રૂપિયા છે તે બહેનના મેરેજમાં વાપરજો. એટલી ખુશી છે કે બે વર્ષ એપ્રેન્ટીસ કરીને ઘરમાં થોડી ઘણી મદદ કરી શક્યો, I am sorry પપ્પા, મમ્મી, બહેન, ભાઇ”.

આ સાથે જયેશે સ્યુસાઇડ નોટમાં પોતાની છેલ્લી બે ઇચ્છા પણ કહી હતી કે, (1) મારા અંગોનું દાન કરજો જેથી કોઈને નવું જીવન મળી શકે (2) મૃત્યુ પછી થતી બધી ક્રિયાઓને હું વ્યર્થ માનું છું તો મારી પાછળ કોઈ પણ જાતનો ખર્ચ કરવામાં ન આવે અને તેના બદલે પચીસ-પચાસ વૃક્ષો વાવી દેજો. મારે વૃક્ષ વાવવાના હતા પણ નથી વાવી શક્યો, મારી આ બે ઇચ્છાઓ છે જે પૂરી કરજો. તેમજ જયેશે સુસાઇડ નોટમાં લખ્યું હતું કે ભગતસિંહ કે ભગવાન બંનેમાંથી તેને કોઇ માફ નહી કરે આમ કહીને તેણે જીવન ટુંકાવ્યું હતું. તેણે લખ્યું હતું કે “અફસોસ એ છે કે એક સમયે ભગતસિંહ 23 વર્ષની ઉંમરે દેશ માટે ફાંસી પર લટક્યા હતા અને હું મારી જિંદગીથી ભાગીને-કંટાળીને આ કરી રહ્યો છું, ભગતસિંહ કે ભગવાન કોઈ મને માફ નહીં કરે.”

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *